બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પને મોટો ઝટકો! નજીકના સહયોગી ચાર્લી કિર્કનું મોત, જાહેરમાં કરી દેવામાં આવી હત્યા

અમેરિકા / ટ્રમ્પને મોટો ઝટકો! નજીકના સહયોગી ચાર્લી કિર્કનું મોત, જાહેરમાં કરી દેવામાં આવી હત્યા

Published By: Vidhata Gothi

Last Updated: 07:53 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Charlie Kirk: અમેરિકાના યુટામાં એક રેલી દરમિયાન કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના મૃત્યુની પુષ્ટિ કરી. તેમને ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ નજીકના લોકોમાંના એક માનવામાં આવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પને એક મોટો ફટકો પડ્યો. બુધવારે અમેરિકાના યુટામાં રાજ્યમાં કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ અને ટર્નિંગ પોઈન્ટ યુએસએના કો-ફાઉન્ડર 31 વર્ષીય ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ચાર્લી કિર્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ ખાસ લોકોમાંના એક હતા.

મળતી માહિતી પ્રમાણે, જ્યારે કિર્ક ઓરેમમાં યુટા વેલી યુનિવર્સિટી (UVU)માં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, એ દરમિયાન આ ઘટના બની. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, કિર્ક બપોરે 12 વાગ્યે સ્ટુડન્ટ્સના સવાલોના જવાબ આપી રહ્યા હતા, ત્યારે અચાનક ગોળીબારનો અવાજ આવ્યો અને તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને તેમના મૃત્યુની પુષ્ટિ કરી. યુટાના ગવર્નર સ્પેન્સર કોક્સે એક પ્રેસ કોન્ફરન્સમાં તેને 'રાજકીય હત્યા' ગણાવી અને કહ્યું કે જવાબદારોને કોઈ પણ કિંમતે સજા મળશે. તેમણે રવિવાર, 14 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં અમેરિકા અને યુટાના ધ્વજ અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ પણ આપ્યો છે. ઘટના પછી તરત જ, SWAT ટીમ, ATF પોલીસ અને અન્ય એજન્સીઓએ UVU કેમ્પસને લોકડાઉન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું કે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને પકડી લીધો છે, પરંતુ બાદમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે અસલી હુમલાખોર હજુ પણ ફરાર છે.

કોણ હતા ચાર્લી કિર્ક?

ચાર્લી કિર્ક અમેરિકામાં રૂઢિચુસ્ત રાજકારણનો એક મોટો ચહેરો હતા. તેમણે હાઇસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ટર્નિંગ પોઇન્ટ યુએસએની સ્થાપના કરી હતી અને 2024માં તેમના કોન્ટેન્ટને સોશિયલ મીડિયા પર લગભગ 15 બિલિયન વ્યૂઝ મળ્યા હતા. ભારતમાં પણ અમેરિકન રાજકારણમાં રસ ધરાવતા લોકોમાં ચાર્લી કિર્ક લોકપ્રિય છે. કિર્કે ખ્રિસ્તી રાષ્ટ્રવાદ, બંદૂક અધિકારો, COVID-19 ખોટી માહિતી અને ચૂંટણી છેતરપિંડીના દાવા જેવા ઘણા વિવાદાસ્પદ વિષયો પર કટ્ટર વલણ અપનાવ્યું છે. 2024ની અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, તેમણે યુવા મતદારોને ટ્રમ્પને મત આપવા કહ્યું હતું. કિર્કની પત્ની અને બે નાના બાળકો છે. તેમના મૃત્યુના સમાચાર આવતાની સાથે જ સમગ્ર અમેરિકામાં શોકનું મોજું ફરી વળ્યું. બેઝબોલ ટીમ ન્યૂ યોર્ક યાન્કીઝે આજની રાતની મેચ પહેલા ચાર્લી કિર્કના માનમાં મૌન પાળ્યું.

Vtv App Promotion 2

આ પણ વાંચો: ભારત-ચીન પર 100% ટેરિફ ન લાદી શકીએ... યુરોપિયન યુનિયને ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવ્યો

આખા અમેરિકામાં અડધી કાઠીએ લહેરાવશે ધ્વજ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર્લી કિર્કના મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને તેમને 'મહાન અને લિજેન્ડરી' ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું, 'કોઈ પણ અમેરિકાના યુવાનોને એટલું નથી સમજ્યું જેટલા ચાર્લી સમજી શક્યા. તેઓ બધાના ચહિતા હતા, ખાસ કરીને મારા. હવે તે આપણી વચ્ચે નથી. મેલાનિયા અને મારી સંવેદનાઓ તેમની પત્ની એરિકા અને સમગ્ર પરિવાર સાથે છે. ચાર્લી, અમે તમને પ્રેમ કરીએ છીએ.' ટ્રમ્પે તેમના સન્માનમાં સમગ્ર અમેરિકામાં ધ્વજ અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપ્યો છે. દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ગુરુવારે યુટાની મુલાકાત લેવાના છે. વાન્સને કિર્કની ખૂબ નજીકની વ્યક્તિ માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Charlie Kirk Utah

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ