બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:30 PM, 15 September 2025
રોમાનિયાના પુરાતત્વવિદોએ એક અનોખી શોધ કરી છે. તેઓએ એક રોમન પરિવારના આગથી ખંડેર બનેલા ઘરની નીચેથી પ્રાચીન ખજાનો શોધ્યો છે. આ ઘર લગભગ 1800 વર્ષ જૂના શહેરનો ભાગ હતું, જેના અવશેષો જમીન નીચે દટાયેલા હતા.
ADVERTISEMENT
40થી વધુ સોનાના સિક્કા
એક અહેવાલ મુજબ આ શોધ 23 ઓગસ્ટે રોમાનિયાના નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમની ટીમે કરી હતી. આ ખજાનો કાળા સમુદ્રના કિનારે આવેલ પ્રાચીન ગ્રીક શહેર હિસ્ટ્રિયાના અવશેષોમાં છુપાયેલો હતો. ખજાનામાં 40થી વધુ સોનાના સિક્કા, કિંમતી ધાતુઓના આભૂષણ, મૂર્તિઓ અને પ્રાચીન વાસણો મળી આવ્યા છે. આ ખજાનો એ ઘરના નીચે હતો, જે રોમન યુગ દરમિયાન લાગેલી આગથી પૂર્ણરૂપે નષ્ટ થઈ ગયું હતું.
ADVERTISEMENT

(ફોટો ક્રેડિટ: AI )
ADVERTISEMENT
કલાત્મક વસ્તુઓ
આગથી ખંડેર બનેલા આ ઘરના નીચે શોધખોળ કરતાં કેટલીક કલાત્મક વસ્તુઓ પણ મળી આવી છે. તેમાં શિલાલેખ, ચીની માટીના વાસણો, કાંસું , લોખંડ, કાચ અને પથ્થરથી બનેલી વસ્તુઓ સામેલ હતી. સદીઓ સુધી જમીન નીચે દટાયેલા હોવાથી સોનાના સિક્કાઓ પર લીલા અને વાદળી રંગનું પડ ચડી ગયું છે. છતાંપણ સિક્કાઓનો આકાર અખંડિત છે. નિષ્ણાતોના મતે તેમાં આજે પણ સોનાની ઝગમગાટ જોઈ શકાય છે.
ADVERTISEMENT
પુરાતત્વવિદોનું માનવું છે કે આ ખજાનો લાકડાના એક બોક્સમાં રાખેલો હતો. આગ લાગવાથી બોક્સનો આકાર બચી ગયો અને સિક્કાઓ એકબીજા સાથે ચોંટી ગયા છે. એવું માનવામાં આવે છે કે આ ઘર બીજી કે ત્રીજી સદીમાં કોઈ મોટા કુટુંબનું હતું.

ADVERTISEMENT
(ફોટો ક્રેડિટ: AI )
સમૃદ્ધ જીવનશૈલીની સાક્ષી
ADVERTISEMENT
ઘરનું બંધારણ ખૂબ જ ભવ્ય હતું. તેમાં ચૂનાના પથ્થરના ફર્શ અને રંગીન દીવાલો હતી. સંશોધકોએ તેને સમૃદ્ધ રોમન કુટુંબોની વૈભવી જીવનશૈલીનું સાક્ષી ગણાવ્યું છે. આથી તે સમયના સામાજિક અને આર્થિક સ્તરની સારી ઝાંખી મળે છે.
વધુ વાંચો : ગજબ! છોકરો તેના મરેલા પિતા સાથે વાતો કરે છે, તેણે જે ટેકનીક વાપરી તે જાણીને ધબકારા ચૂકી જશો
મળેલા સિક્કાઓને હાલ એમ.એન.આઈ.આર.ની પ્રયોગશાળામાં પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેમને સાચવીને પછી મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. રોમાનિયામાં આ પહેલાં પણ ઘણા ખજાના મળી ચૂક્યા છે, જેમાં હજારો સિક્કાઓ અને પ્રાચીન ખજાનાની શોધ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.