બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / મફત મળશે સ્ટારલિંકનું ઈન્ટરનેટ, એલન મસ્કે કરી દીધું મોટું એલાન, ટ્રમ્પને ઝટકો
Last Updated: 03:18 PM, 4 January 2026
Elon Musk: વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડના થોડા કલાકો પછી એલોન મસ્કની કંપનીએ એક મોટી જાહેરાત કરી છે. સ્ટારલિંકની સર્વિસ હવે વેનેઝુએલાના લોકોને મફતમાં આપવામાં આવશે. સ્ટારલિંક એક સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા પ્રદાતા છે જેને મોબાઇલ નેટવર્ક ટાવર કે બ્રોડબેન્ડ કનેક્શનની જરૂર રહેતી નથી.
ADVERTISEMENT
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે વેનેઝુએલા માટે એક મોટી જાહેરાત કરી છે. મસ્કની કંપની સ્ટારલિંક હવે વેનેઝુએલામાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે. મસ્કની કંપનીએ જણાવ્યું છે કે તે ત્યાંના લોકોને સતત કનેક્ટિવિટી પૂરી પાડશે. નોંધનીય છે કે યુનાઇટેડ સ્ટેટ્સે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી છે.
In support of the people of Venezuela 🇻🇪 https://t.co/JKxOFWsikP
— Elon Musk (@elonmusk) January 4, 2026
ADVERTISEMENT
સ્ટારલિંક એક સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા પ્રોવાઇડર છે. દૂરના વિસ્તારોમાં અને મોબાઇલ ટાવર વિના પણ ઇન્ટરનેટ ઍક્સેસ સ્ટારલિંગથી કરી શકાય છે. તે વિશ્વભરના ઘણા દેશોમાં સેવાઓ પ્રદાન કરે છે અને ટૂંક સમયમાં ભારતમાં પણ સેવા શરૂ થવાની છે. એલોન મસ્કે રવિવારે ભારતીય સમય મુજબ સ્ટારલિંક પોસ્ટ શેર કરી જેમાં કહ્યુ કે વેનેઝુએલાના લોકોના સપોર્ટમાં.
સ્ટારલિંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી. પોસ્ટમાં જણાવાયું હતું કે સ્ટારલિંક 3 ફેબ્રુઆરી સુધી વેનેઝુએલાના લોકોને મફત બ્રોડબેન્ડ સેવા પૂરી પાડશે, જે અવિરત ઇન્ટરનેટ કનેક્ટિવિટી બની રહેશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સદ્દામ હુસૈન, લાદેન પછી હવે માદુરો... અમેરિકાના ઓપરેશનથી ઘણા દેશોમાં ગભરાટ
ADVERTISEMENT
સ્ટારલિંકની કામ કરવાની અનોખી રીત
સ્ટારલિંકનું કામ એકદમ અનોખું છે. ટાવર અથવા ફાઇબરને બદલે સ્ટારલિંક લો અર્થ ઓર્બિટ (LEO) માં હજારો નાના ઉપગ્રહોનો ઉપયોગ કરીને નેટવર્ક બનાવે છે. આ યુઝર ટર્મિનલનો ઉપયોગ કરે છે, જેને ડીશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
આ ટર્મિનલ ઘર, ઓફિસ અથવા ખુલ્લા મેદાનની છત પર લગાવવાના હોય છે. આ ટર્મિનલ આકાશમાં પરિભ્રમણ કરતા ઉપગ્રહોમાંથી સિગ્નલ મેળવે છે અને મોકલે છે. આ ઉપગ્રહો પૃથ્વીથી આશરે 550 કિમી દૂર હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.