બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 07:49 AM, 17 June 2025
PM Modi Canada : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ હાલમાં કેલગરી પહોંચ્યા છે, જ્યાંથી તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G7 સમિટમાં હાજરી આપશે. PM મોદી સાયપ્રસથી સીધા કેનેડા પહોંચ્યા છે. PM મોદી આ આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણા વૈશ્વિક નેતાઓ સાથે જોવા મળશે.
ADVERTISEMENT
કેનેડામાં યોજાનાર G7 સમિટને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના કેલગરી શહેર પહોંચી ગયા છે. અહીંથી તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી સાયપ્રસથી સીધા કેનેડા પહોંચ્યા છે. સાત દેશોનો સમૂહ - કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સ - વૈશ્વિક અર્થતંત્રના 44% નું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ વૈશ્વિક વસ્તીના માત્ર 10% હિસ્સો ધરાવે છે.
#WATCH | Canada: PM Narendra Modi receives a warm welcome as he lands in Calgary. He will attend the 51st G7 Summit in Kananaskis, Alberta. #PMModiAtG7
— ANI (@ANI) June 17, 2025
Source: DD https://t.co/lK5LNoG8Qy pic.twitter.com/4dga9ufQG7
ADVERTISEMENT
2015 પછી PM મોદી મોદીની આ પહેલી કેનેડા મુલાકાત છે. તેઓ G-7 સમિટમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમને મળશે. આ ઉપરાંત પીએમ મોદી ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને પણ મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઇરાનનાં સુપ્રીમ લીડર ખામેનેઇની હત્યા સાથે અમે યુદ્ધનો અંત કરીશું: નેતન્યાહૂની ધમકી
ટ્રમ્પ G7 સમિટના એક દિવસ પહેલા જશે
ADVERTISEMENT
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં ગ્રુપ ઓફ સેવન (G7) સમિટના એક દિવસ પહેલા રવાના થઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસે સોમવારે આ માહિતી આપી હતી. ટ્રમ્પે પત્રકારોને કહ્યું, મારે જલ્દી પાછા ફરવું પડશે - કારણ સ્પષ્ટ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિને X પર લખ્યું, મધ્ય પૂર્વની પરિસ્થિતિને જોતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે રાત્રે રાજ્યના વડાઓ સાથે રાત્રિભોજન પછી રવાના થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.