બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:21 AM, 12 October 2025
પેરુની રાજધાની લીમાના દક્ષિણ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લગાવથી મોટી દુર્ઘટના ઘટી. પૈમ્પ્લોના અલ્ટા વિસ્તારમાં લાગેલી આ આગમાં થોડી જ મિનિટોમાં 80થી વધુ ઘરો બળીને રાખ થઈ ગયા અને ડઝનો પરિવાર બેઘર થઈ ગયા. આગને કાબુમાં લેવા માટે પંદરથી વીસ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને આખી રાત આગ બુઝાવવાનું કામ કરતા રહ્યા.
ADVERTISEMENT
❤️🔥Fire devastates over ten homes in Pamplona Alta, San Juan de Miraflores, Lima, Peru.
— Volcaholic 🌋 (@volcaholic1) October 11, 2025
Eight fire brigade units are working to contain the blaze.
Unclear if there are any casualties.pic.twitter.com/KVVmuCHLdJ
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, 11 ઓક્ટોબરની રાતે એવેનિડા અલ સેન્ટેનારિયો નજીક વિર્હેન ડેલ બુએન પાસો વિસ્તારમાં આગ લાગી. આ વિસ્તાર પહાડોના ઢોળાવ પર બનેલી નાની ઝૂંપડપટ્ટી જેવી વસાહત છે, જ્યાં મોટાભાગના ઘરો લાકડા અને પતરાંથી બનેલા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગ પહેલા થોડા પ્રિ-ફેબ્રિકેટેડ ઘરોમાં લાગી અને પછી ઝડપથી નીચે તરફ ફેલાઈ ગઈ.
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, ઘરો એકબીજાને અડીને આવેલા હતા અને ઘરોના બાંધકામમાં જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે થોડીવારમાં જ ઘણા ઘરો આગની ઝપેટમાં આવી ગયા. અગ્નિશામકોએ પરિસ્થિતિને 'કોડ 3 ઇમરજન્સી' જાહેર કરી, જેનો અર્થ છે કે આગ ખૂબ જ ગંભીર સ્તરની છે અને તેના ફેલાવાનું જોખમ વધારે છે.

ADVERTISEMENT
આગ લાગવા દરમિયાન આસપાસના વિસ્તારમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. અધિકારીઓનું માનવું છે કે નજીકમાં ફટાકડાનું ગોડાઉન અથવા સ્ટોરેજ એરિયા હોઈ શકે છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. વિસ્ફોટો અને કાટમાળ પડવાને કારણે બચાવ અને રાહત કામગીરીમાં વધારે મુશ્કેલીઓ આવી. ગાઢ ધુમાડા અને આગની જ્વાળાને લીધે લોકોએ પોતાની ઘરો છોડીને ભાગવું પડ્યું. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના વધારાના વાહનો બોલાવવા પડ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચો: મેચ પછી ગોળીબાર થતાં ભયાનક અંધાધૂંધી, ચારના મોત, અનેક ઇજાગ્રસ્ત
ADVERTISEMENT
અત્યાર સુધી કોઈ ઇજા કે મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આગ ફરી ન ભડકે તે માટે અગ્નિશામકો અને રાહત એજન્સીઓ હજુ પણ આ વિસ્તારનું નિરીક્ષણ કરી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે નુકસાનનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું છે અને આગના કારણની તપાસ ચાલી રહી છે. રાહત ટીમો અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે કામચલાઉ શેલ્ટર અને જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.