ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / મેચ પછી ગોળીબાર થતાં ભયાનક અંધાધૂંધી, ચારના મોત, અનેક ઇજાગ્રસ્ત

દુઃખદ / મેચ પછી ગોળીબાર થતાં ભયાનક અંધાધૂંધી, ચારના મોત, અનેક ઇજાગ્રસ્ત

Published By: Vidhata Gothi

Last Updated: 07:10 AM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mass Shooting: એક ફૂટબોલ મેચ પછી અંધાધૂંધ ગોળીબારની ઘટના બની, જેમાં ચાર લોકોના મોત થયા છે. જયારે 12 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

Mississippi Mass Firing: અમેરિકાની એક સ્કુલમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હોવાનું સામે છે. આ ઘટના અમેરિકાના મિસિસિપીમાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અહેવાલો પ્રમાણે, આ ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. માહિતી પ્રમાણે, આ ઘટના શુક્રવારે રાત્રે અમેરિકાના મિસિસિપી રાજ્યમાં અડધી રાત પછી એક ફૂટબોલ મેચ પછી બની. આ ઘટનામાં અન્ય 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ ઘટના મિસિસિપીની રાજધાની જેક્સનથી લગભગ 120 માઇલ ઉત્તરપૂર્વમાં આવેલા એક નાના શહેર લેલેન્ડમાં બની. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા, જેમાંથી ચારના મોત થઈ ગયા છે. સ્થાનિક મેયર જોન લીએ જણાવ્યું કે તપાસ હજુ ચાલુ છે અને ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળેથી કેટલાય હથિયારો અને કારતૂસ જપ્ત કર્યું છે.

આખી રાત હોસ્પિટલોમાં અફરાતફરી

મીડિયા અહેવાલો પ્રમાણે, પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ઘણા લોકો સામેલ છે, હાલ મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઘટના બાદ નજીકની હોસ્પિટલોના ડોકટરો રાતભર કામે લાગી રહ્યા. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી ઘણા કારતૂસ અને હથિયારો મળી આવ્યા છે. અધિકારીઓ હુમલાખોરોની ઓળખ કરવા માટે નજીકની દુકાનો અને સ્ટ્રીટ કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.

vtv app promotion

અહેવાલો અનુસાર, હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ હિંસામાં સામેલ વ્યક્તિઓ અને વ્યક્તિગત વિવાદો સંબંધિત પુરાવાઓ પર કામ કરી રહી છે જેના કારણે આ હિંસા થઈ હોઈ શકે છે.

આ પણ વાંચો: પાકિસ્તાન સામે યુદ્ધનું એલાન? અફઘાન સેનાનું બોર્ડરના અનેક વિસ્તારોમાં તાબડતોડ ફાયરિંગ

લેલેન્ડના મેયર જોન લીએ જણાવ્યું, "આ એક એવું આયોજન છે જે અમે વર્ષોથી આયોજન કરીએ છીએ અને ક્યારેય આવી ઘટના બની નથી. અમારું શહેર એવું છે કે જ્યાં ગુનાનો દર ઓછો છે અને લગભગ 3,700 લોકોની વસ્તી છે. અમે બધા હળી-મળીને રહીએ છીએ, અને દરેક વ્યક્તિ એકબીજાને ઓળખે છે, તેથી આ ચોક્કસપણે અમારા માટે એક દુર્ઘટના છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Mass Shooting Mississippi Mass Shooting World News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ