ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 1941-2025ના કેલેન્ડર સરખા હોવાની વાત વાઈરલ, 1941ની જેમ જ વર્લ્ડ વૉર, દુર્ઘટનાઓની આગાહી કેટલી સત્ય?

Year of Doom / 1941-2025ના કેલેન્ડર સરખા હોવાની વાત વાઈરલ, 1941ની જેમ જ વર્લ્ડ વૉર, દુર્ઘટનાઓની આગાહી કેટલી સત્ય?

Published By: Priyankka Triveddi

Last Updated: 01:39 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું 2025 નું વર્ષ એ ઇતિહાસના એક સૌથી ભયાનક વર્ષનું પુનરાવર્તન છે? શું ઇતિહાસ ફરી સામે આવી રહ્યો છે? શું તમે નોટિસ કર્યું છે કે વર્ષ 2025 નું કેલેન્ડર 1941ના વર્ષ સાથે મેચ થાય છે. 1941 નું વર્ષ એટલે એ જ વર્ષ કે જ્યારે પર્લ હાર્બર પરના હુમલાને લીધે બીજું વિશ્વ યુદ્ધ થયું હતું.

ADVERTISEMENT

2025 Year of Doom: વર્ષ 2025ના હજુ 6 મહિના પણ પૂરા નથી થયા ત્યારે જે રીતની ઘટનાઓ દેશ અને દુનિયામાં બની રહી છે તે ઇતિહાસમાં ડોકિયું કરવા મજબૂર કરે છે. એ સાથે જ જો એક નજર ઇતિહાસમાં કરીએ તો 2025 નું કેલેન્ડર એકદમ 1941 ના જેવું જ છે. તેની સાથે એકદમ મેળ ખાતું છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી દરેક અઠવાડિયા અને દરએક તારીખ એકદમ સરખી છે. માનો જાણે copy-paste. અને કેટલાક લોકો આને માત્ર એક સંયોગ જ નહીં પરંતુ એક ચેતવણીના રૂપે જોવે છે. શું છે તેનું કારણ ચાલો જાણીએ.

1941 AND 2025 SAME CALENDAR

વર્ષ 2025 માં જે રીતે ભારત-પાકિસ્તાન અને ઈરાન - ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે એ જોઈને અમુક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે. વર્ષ 2025 અને 1941નું કેલેન્ડર એક જ છે ત્યારે વૈશ્વિક બાબતો પર નજર રાખનારાઓ માટે આ હકીકતે જ એક ચિંતાજનક પ્રશ્ન ઉભો કર્યો છે: શું 2025 વૈશ્વિક ઉથલપાથલનું બીજું વર્ષ બની શકે છે? શું ઇતિહાસ જાતે જ રિપીટ થઈ રહ્યો છે? શું આ વર્ષ ત્રીજા વિશ્વયુદ્ધનું વર્ષ બનશે? ચાલો કરીએ એક નજર ભૂતકાળ પર.

1941નું ઐતિહાસિક મહત્વ

1941નું વર્ષ વિશ્વના ઇતિહાસમાં અલગ પડવાનું એક કારણ છે. યુરોપ પહેલાથી જ બીજા વિશ્વયુદ્ધમાં ઊંડા ઉતરી ગયું હતું. અને 7 ડિસેમ્બરે જાપાની સૈન્યએ પર્લ હાર્બર પર અચાનક હુમલો કર્યો. આ ઘટનામાં 2400થી વધુ અમેરિકનો માર્યા ગયા અને અમેરિકાને યુદ્ધ કરવા માટે પ્રેરિત કર્યું - એક એવો વળાંક જેણે વૈશ્વિક શક્તિ સંતુલનને બદલી નાખ્યું અને પહેલાથી જ ખંડોમાં ફેલાયેલા સંઘર્ષને વધુ તીવ્ર બનાવ્યો.

તે વર્ષ હિંસા, સરમુખત્યારશાહી વિસ્તરણ અને રાજદ્વારી નિષ્ફળતાઓ દ્વારા વ્યાખ્યાયિત હતું. તેથી જ્યારે લોકો 2025 ના વર્ષને 1941 ન વર્ષ સાથે મેચ થતું જોવે છે - date for date ત્યારે મનમાં સેકંકો ચિંતાઓ, શંકાઓ અને વિનાશકારી ભવિષ્યની આગાહી થાય તે શક્ય છે.

પણ શું કેલેન્ડર મેચ થવાનો અર્થ છે ઇતિહાસનું પુનરાવર્તન ?

જો કે એ વાત સાચી ના પણ પડે. પણ છતાં ગાણિતિક રીતે જોઈએ તો એ ગબિત સાચું છે જે 1941 અને 2025 નું કેલેન્ડર બિલકુલ સરખા છે. જો કે આ માત્ર ગ્રેગોરિયન કેલેન્ડર સિસ્ટમની એક વિશેષતા કે વિચિત્રતા પણ કહી શકાય. જો કે આવા મેળ લોકો વિચારે છે તેના કરતાં પણ વધારે વખત થયા હશે. પણ તે કોઈ ભવિષ્યવાણીને મેચ કરતું નથી. જો કે બંને કેલેન્ડર સરખા હોવાનો અર્થ એ પણ નથી કે ઘટનાઓ પણ સરખી બને.

1941ની દુર્ઘટનાઓ કેલેન્ડરને કારણે નહોતી ઘટી. તે રાજકીય ખોટી ગણતરીઓ, વૈશ્વિક તણાવ અને અનિયંત્રિત આક્રમણનું પરિણામ હતું. તેનાથી વિપરીત 2025ના સૌથી મોટા જોખમો - કલાઇમેટની સ્થિરતા, ભૂ-રાજકીય દુશ્મનાવટ અને AI એથિક્સ છે જે ખૂબ જ વાસ્તવિક છે. અને તેના ઉકેલ માટે મોડર્ન આધુનિક સોલ્યુશનની જરૂર છે નહીં કે ખોટી અંધશ્રદ્ધા કે ભયની.

1941 AND 2025 SAME CALENDAR

આ થિયરી કેમ વાયરલ થઈ રહી છે?

આધુનિક તર્ક-વિતર્કના અંતે પણ આ વિચાર ઓનલાઈન આગની જેમ પ્રસરી રહ્યો છે. હાલ સોશિયળ મીડિયાના જમાનામાં TikTok અને Reddit જેવા પ્લેટફોર્મ પર યુઝર્સ આને “History is repeating itself — look at the signs.” જેવા કેપ્શન સાથે શેર કરી રહ્યા છે. કેલેન્ડર મેચ વિશે કંઈક એવું છે જે લોકોને અસ્તવ્યસ્ત સમયમાં એક સ્પષ્ટ, અપશુકનિયાળ વિચાર આપે છે. અને આ વિચાર ખાસ લોકોને સાચો લાગી રહ્યો છે કે સમજાઈ રહ્યો છે કારણ કે જ્યારે જીવનમાં અનિશ્ચિત ઘટના બને છે ત્યારે માનવી સહજ રીતે પેટર્ન શોધે છે. આ ડરાવવા માટે નથી પરંતુ ભવિષ્યમાં બનનારી ઘટના વિષે તૈયાર રહેવાની છે.

Fun Fact: 2025 has exactly same date and week pattern as 1941 and 1969
by u/ApocalypseBS in decadeology

તો શું 2025 માં બધું ખતમ થઈ જશે ?

હા એ વાત સાચી કે 1941 અને 2025 નું કેલેન્ડર સરખું છે અને હાલ દુનિયા ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. પરંતુ આપણે માત્ર ઐતિહાસિક સંયોગોને આધારે આપણું ભવિષ્ય ના નક્કી કરવું જોઈએ. આ 2025 નું વર્ષ છે જે ભાગ્ય નહીં પરંતુ ચોઈસના આધારે ઘડાશે, નહીં કે કોઈ વિચિત્ર ગોઠવણને આધારે.

તો આ વાતથી ડરી જવાને બદલે આપણે 1941ની સરખામણી એક wake up call તરીકે કરી. તે વર્ષે આપણને શીખવ્યું કે ચેતવણીના સંકેતોને અવગણવાના, નિર્ણાયક રીતે કાર્ય કરવામાં નિષ્ફળ જવાના અને ખરાબ નેતૃત્વની શક્તિને ઓછી આંકવાના જોખમો કેવા ભયંકર હોઈ શકે. તો 2025માં આપણે જ્યારે ફરી ઇતિહાસના તે જ ત્રિભેટે ઊભા છીએ ત્યારે આપણી દરેક ઘટનાની પ્રતિક્રિયા જ ઇતિહાસ લખશે.

વધુ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ બન્યું વધારે ઉગ્ર, ટ્રમ્પ બાદ વધુ એક દેશની નાગરિકોને અપીલ, કહ્યું 'ત્યાંથી ખસી જાઓ'

1200 x 628 આખા દિવસની મહત્વની ઘટનાઓ એક ક્લિકમાં જાણવા માટે -

અને અંતે... મૂળ વાત

વર્ષ 2025 અને 1941ના કેલેન્ડરનું મેચ થવું એ માત્ર એક રસપ્રદ સંયોગ છે, ભવિષ્યવાણી નથી. પરંતુ જો તે આપણને ભૂતકાળ પર ચિંતન કરવા અને ભવિષ્ય માટે વધુ વિચારપૂર્વક તૈયારી કરવા પ્રેરે છે. તો કદાચ તે ઉપયોગી સંયોગ છે. તો તમારા વિચારોના ઘોડાપૂરને લગામ આપો અને તે વાયરલ રિલ્સને વાયરલ જ રહેવા દો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

1941 history 2025 Year of Doom World War

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ