બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ઈરાન-ઈઝરાયલ યુદ્ધ બન્યું વધારે ઉગ્ર, ટ્રમ્પ બાદ વધુ એક દેશની નાગરિકોને અપીલ, કહ્યું 'ત્યાંથી ખસી જાઓ'
Last Updated: 09:34 AM, 17 June 2025
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતું યુદ્ધ આજે પાંચમા દિવસે પણ યથાવત છે. બંને દેશો એકબીજા પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરી રહ્યા છે. 13 જૂન 2025ના રોજ ઇઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી સ્થાનો પર 'ઓપરેશન રાઇઝિંગ લાયન' અંતર્ગત અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા ઇરાની ટોચના લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો ગયા હતા. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર સેંકડો મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા, જેના કારણે તેલ અવીવ અને હાઇફા જેવા શહેરોમાં ભારે નુકસાન થયું છે.
ADVERTISEMENT
ઇરાનના મીડિયા અનુસાર, અત્યાર સુધી ઇઝરાયલી હુમલાઓમાં 224 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના નાગરિકો છે. બીજી તરફ ઇઝરાયલમાં 24 નાગરિકોના મૃત્યુના અહેવાલ છે. બંને દેશોની આ કડક કાર્યવાહીએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂક્યું છે. આ સંગ્રામ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા સાઇટ 'Truth' પર ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે લખ્યું કે, "ઇરાને કોઈપણ પરમાણુ શસ્ત્ર ન હોવા જોઈએ. તે શરમજનક છે અને માનવ જીવનનો બગાડ છે. દરેક વ્યક્તિએ તાત્કાલિક તેહરાન છોડવું જોઈએ." ટ્રમ્પે એટલું જ નહીં પણ કહ્યું કે તેઓ G7 સમિટ છોડીને તાત્કાલિક વોશિંગ્ટન પાછા જઈ રહ્યા છે અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવી છે.
ADVERTISEMENT
ટ્રમ્પના નિવેદન બાદ તેહરાનમાં વધુ ભયનો માહોલ સર્જાયો છે. શહેરની બહાર જતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે સુરક્ષિત સ્થળે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પેટ્રોલની અછત અને બેંકના ATM ખાલી હોવાના અહેવાલો પણ મળ્યા છે. ચીની દૂતાવાસે પણ હવે ઇઝરાયલમાં રહેલા તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપી છે. ચીની દૂતાવાસે WeChat પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, "ઇઝરાયલ-ઈરાન યુદ્ધ સતત વધી રહ્યું છે. નાગરિક સુવિધાઓને નુકસાન થઈ રહ્યું છે અને સુરક્ષા સ્થિતિ ગંભીર બની રહી છે." તેમણે જોર્ડન સરહદના માર્ગથી દેશ છોડવાની ભલામણ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ જંગ વચ્ચે ભારતીયો માટે એડ્વાઇઝરી જાહેર, નોટ કરી લેજો આ હેલ્પલાઇન નંબર
ADVERTISEMENT
આ તમામ ઘટનાઓથી એ સંકેત મળી રહ્યા છે કે યુદ્ધ હવે વધુ ઉગ્ર અને ખતરનાક રૂપ લઈ શકે છે. વિશ્લેષકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જો સ્થિતિ હજી બેકાબુ થાય તો તેમાં અમેરિકા અને ચીન જેવા શક્તિશાળી દેશો પણ સીધા જ સામેલ થઈ શકે છે, જેનાથી સમગ્ર વિશ્વમાં તણાવ વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.