બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 08:56 AM, 17 June 2025
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. મંગળવારે યુદ્ધનો પાંચમા દિવસે થયો છે. સોમવારે બંને દેશોએ એકબીજા પર મિસાઇલ હુમલા કર્યા હતા, જેના કારણે ઇઝરાયલના તેલ અવીવ, હાઇફા અને પેટાહ ટિકવા શહેરોમાં ભારે નુકસાન થયું છે. ઈરાની હુમલામાં અત્યાર સુધીમાં 22 ઇઝરાયલીઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઇઝરાયલના હુમલામાં ઈરાનમાં 224 લોકોને જીવ ગુમાવવા પડ્યા છે. ઇરાનના પાવર પ્લાન્ટ અને અન્ય મહત્વની માળખાગત સુવિધાઓને પણ નુકસાન થયું છે.
ADVERTISEMENT
આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપી છે. ઇરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, લગભગ 100 ભારતીયોનો પહેલા સ્લોટમાં આજે રાત્રે આર્મેનિયા સરહદ તરફ રવાના થશે. ત્યાંથી તમામ લોકોને ભારત પાછા લાવવામાં આવશે. ભારત સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને પોતાના નાગરિકોને સમયસર મદદ પહોંચાડી રહી છે.
ADVERTISEMENT
🚨Sirens sounding across central Israel following a missile launch from Iran🚨 pic.twitter.com/Ex3YvFkXHF
— Israel Defense Forces (@IDF) June 17, 2025
વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં 24 કલાક સક્રિય કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે, જે ઇરાન અને ઇઝરાયલમાં રહેલા ભારતીય નાગરિકોને મદદ પૂરી પાડશે અને હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખશે. તે સિવાય, તેહરાનમાં ભારતીય દૂતાવાસે પણ 24x7 ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે, જેથી તાત્કાલિક સહાય મળી શકે.
ADVERTISEMENT
આ પણ વાંચો : PM મોદી કેનેડા પ્રવાસે, G7 સમિટમાં થશે સામેલ, વિવિધ મુદ્દાઓ પર છેડાશે ચર્ચા
ADVERTISEMENT
બીજી તરફ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ જણાવ્યું છે કે ઈરાને ફરી મિસાઇલ હુમલાનો બીજો જથ્થો છોડ્યો છે. ઇઝરાયલના નાગરિકોને બોમ્બ શેલ્ટરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો કે ઈરાને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મારી નાખવાની ધમકી આપી અને હવે તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. જ્યારે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ઇઝરાયલ પર રહેણાંક વિસ્તારો પર હુમલા કરવાનો આરોપ મૂક્યો છે અને કડક પગલાંની ચીમકી આપી છે. આ ગંભીર સ્થિતિમાં ભારતના આ પગલાંઓ દેશના નાગરિકોની સલામતી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.