બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / જીવનસાથીની નાની ભૂલોને કારણે મહિલાઓ લઈ રહી છે છૂટાછેડા, જાણો મુખ્ય કારણો

તમારા કામનું / જીવનસાથીની નાની ભૂલોને કારણે મહિલાઓ લઈ રહી છે છૂટાછેડા, જાણો મુખ્ય કારણો

Last Updated: 11:26 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવતું હતું. જો આપણે આપણા દાદા-દાદીની પેઢી પર નજર કરીએ, તો એકવાર લગ્ન થઈ જાય પછી, સંબંધ જીવનભર ટકી રહે છે. પપરંતુ આજકાલ નાની નાની બાબતમાં વ્યક્તિઓ એકબીજા સાથે એડજસ્ટ નથી થઈ શકતા અને પાર્ટનરની નાની ભૂલને કારણેય લગ્ન જીવનનો અંત આવી જાય છે.

લગ્ન એ કોઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી પણ સાત જીવનનું બંધન છે. તમે ઘરના વડીલો પાસેથી આ વાત ઘણી વાર સાંભળી હશે. લગ્નને જીવનનો એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવતો હતો. પરંતુ હવે આ સ્થિતિ નબળી પડી રહી છે. છૂટાછેડાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આ પાછળનું કારણ શું છે અને આવી પરિસ્થિતિ ક્યારે ઊભી થાય છે, ચાલો જાણીએ.

લગ્ન કરવા માટે હવે કોઈ દબાણ નથી

પહેલા લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવતું હતું. જો આપણે દાદા-દાદીની પેઢી પર નજર કરીએ, તો એકવાર લગ્ન થઈ જાય પછી, સંબંધ જીવનભર ટકી રહે છે. આ સંબંધ તોડવાની તેમના મનમાં ક્યારેય આવી જ નહીં હોય. આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે તે સમય દરમિયાન મહિલાઓના નામે કોઈ બેંક ખાતા નહોતા, કે કોઈ પ્રકારની મદદ મળતી નહોતી. આવી સ્થિતિમાં, લગ્ન જીવન ટકાવી રાખવાનો વિષય બની ગયા. પરંતુ હવે સ્ત્રીઓ પાસે પસંદગી છે. ફક્ત દેખાવ ખાતર લગ્નના બંધન જાળવી રાખવાના બોજ હેઠળ તેઓ દબાયેલા નથી. તે પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. તે પ્રેમથી પોતાના વસાવેલા ઘરમાંથી બહાર નીકળી શકે છે.

lifepartner2

ફક્ત સારા હોવું પૂરતું નથી

એક પેઢી પહેલા, સ્ત્રી માટે એટલું પૂરતું હતું કે તેનો પતિ તેની સાથે છેતરપિંડી ન કરે, તેને માર ન મારે, વગેરે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે સ્ત્રીઓ નાની નાની વાત પર પણ પ્રશ્નો ઉઠાવે છે. તે ભાવનાત્મક બંધન(Emotional Attachment), એકસાથે બંનેનો કેરિયરનો ગ્રોથ અને પરસ્પર સહયોગની માંગ કરી રહી છે. જો તે આવી બાબતોમાં સપોર્ટ ન મળે, તો તેઓ દૂર થઈ જાય છે.

છૂટાછેડા હવે શરમજનક નથી

સ્ત્રીઓ હવે છૂટાછેડાથી શરમાતી નહીં, પણ સ્પષ્ટતાથી જુએ છે. તેઓ હવે છૂટાછેડાને અપમાન તરીકે નહીં, પણ એક નિર્ણય તરીકે જુએ છે. તેને હવે પડોશીઓ શું કહેશે અને સમાજ શું કહેશે તેની ચિંતા નથી કરતી. તે પોતાનો નિર્ણય પોતાના માટે લે છે.

તે પોતાના બાળકો માટે દુઃખ સહન કરે છે

ઘણી સ્ત્રીઓ પોતાના બાળકો માટે નાખુશ લગ્ન જીવનમાં અટવાયેલી રહે છે. પરંતુ બાળકોને સંપૂર્ણ પરિવારની જરૂર નથી, પરંતુ ભાવનાત્મક રીતે સ્વસ્થ પરિવારની જરૂર છે. તેઓ તેમના માતાપિતાને જોઈને શીખે છે. જ્યારે કોઈ સ્ત્રી દેખાડા કરતાં શાંતિ પસંદ કરે છે, ત્યારે તે ઘર તોડી રહી નથી. આ સ્ત્રી પોતાના બાળકોને બતાવી રહી છે કે આત્મસન્માન કેવું દેખાય છે.

app promo6

જ્યારે તમારા જીવનસાથી એકલતા અનુભવે જ્યારે જીવનસાથી સ્ત્રીની લાગણીઓને સમજી શકતો નથી, ત્યારે તે એકલતા અનુભવવા લાગે છે. તેમના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ઘણી સ્ત્રીઓ છૂટાછેડા એટલા માટે નથી લેતી કે તેમની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે, પરંતુ એટલા માટે લે છે કે તેમને લાગે છે કે તેમની સંભાળ રાખવા માટે કોઈ નથી.

આજના સમયમાં સ્ત્રીઓ બદલાઈ રહી છે

ઘણીવાર ચર્ચા થાય છે કે લગ્ન સંબધ નબળા પડી રહ્યા છે. આમાં પરિવર્તન દેખાય છે. પણ સત્ય એ છે કે હવે સ્ત્રીઓ બદલાઈ ગઈ છે. આ કોઈ દુર્ઘટના નથી, આ એક વિજય છે. તે પ્રેમથી દૂર નથી જઈ રહી, તે પ્રેમ તરફ આગળ વધી રહી છે. તેઓ એવા સંબંધની ઇચ્છા રાખે છે જેમાં ઊંડો પ્રેમ હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Marrige Divorce Lifepartner
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ