બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્યારેય પણ ટ્રેનમાં આ 7 ભૂલો ન કરતા, નહીંતર લેવાના દેવા પડી જશે!

તમારા કામનું / ક્યારેય પણ ટ્રેનમાં આ 7 ભૂલો ન કરતા, નહીંતર લેવાના દેવા પડી જશે!

Bijal Vyas

Last Updated: 05:32 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલ્વેએ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રેનોમાં શિસ્ત જાળવવા માટે ઘણા નિયમો કડક કર્યા છે. હવે, ટિકિટ વિના મુસાફરી કરવી, મહિલા કોચમાં ચઢવું, ટ્રેનમાં કે સ્ટેશનો પર ધૂમ્રપાન કરવું અને કેટલાક અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવું પહેલા કરતાં ઘણું મોંઘું સાબિત થઈ શકે છે.

ભારતીય રેલ્વેએ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રેનોમાં શિસ્ત જાળવવા માટે ઘણા નિયમો કડક કર્યા છે. નિયમોનું ઉલ્લંઘન જેમ કે ટિકિટ વિના મુસાફરી કરવી, મહિલા કોચમાં પ્રવેશ કરવો, ટ્રેનમાં અથવા સ્ટેશન પર ધૂમ્રપાન કરવું, અને અન્ય ઉલ્લંઘનો હવે પહેલા કરતા ઘણા મોંઘા સાબિત થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં, હજારો રૂપિયાનો સ્થળ પર દંડ લાગુ કરવામાં આવી શકે છે. તેથી, મુસાફરી શરૂ કરતા પહેલા આ નિયમો જાણી લેવા તમારા માટે ફાયદાકારક રહેશે.

ટિકિટ વિના યાત્રા કરવી પડશે મોંઘી

જો તમે ટિકિટ વિના ટ્રેનમાં સફર કરતા પકડાઇ જાઓ છો તો ટિકિટના ભાડાની સાથે દંડ પણ ભરવો પડશે. દંડની રકમ યાત્રાની દૂરી અને પરિસ્થિતિ અનુસાર નક્કી કરવામાં આવે છે.

મહિલા કોચમાં ચઢવાથી બચવુ

મહિલાઓ માટે અનામત ડબ્બાઓમાં અનુમતિ મંજૂરી વિના મુસાફરી કરતા પુરુષ મુસાફરો સામે રેલવે કાર્યવાહી કરી શકે છે. આવા કિસ્સાઓમાં દંડ અને અન્ય કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

Train-Ticket

ટ્રેન કે સ્ટેશન પર ઘૂમ્રપાન ના કરો

જો કોઈ મુસાફર ટ્રેનમાં પ્લેટફોર્મ પર કે રેલવે પરિસરમાં ધૂમ્રપાન કરતા પકડાય, તો તેમને 2000 સુધીનો દંડ થઈ શકે છે. દંડ ન ભરવાના કિસ્સામાં આ મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે.

રેલ્વેની સુવિધાઓની ભૂલ ઉપયોગ ના કરો

વેઇટિંગ રૂમ, આરક્ષિત બેઠકો, પ્લેટફોર્મ અથવા રેલવેની અન્ય સુવિધાઓના દુરુપયોગ કે નુકસાન બદલ રેલવે કડક કાર્યવાહી પણ કરી શકે છે. આવા કિસ્સાઓમાં, અગાઉ કરતાં વધુ દંડ ફટકારવામાં આવી શકે છે.

અનુમતિ વિના સામાન વેચવા અપરાધ

જો કોઈ વ્યક્તિ રેલવેની પરવાનગી વિના ટ્રેનમાં કે સ્ટેશન પર સામાન વેચતી પકડાય, તો તેને 2,000 સુધીનો દંડ થઈ શકે છે.

tte.jpg

ટ્રેન કે સ્ટેશન પર ભીખ માંગવી પડશે ભારે

રેલવેએ ભીખ માંગવા સામેના પગલાં કડક બનાવ્યા છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં કે સ્ટેશનના પરિસરમાં ભીખ માંગતી પકડાય, તો તેના પર 2,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ તમારી પાસે ટિકિટ નથી, તો પણ કરી શકશો મુસાફરી! જાણો રેલ્વેનો નવો નિયમ

ખતરનાક સામાન લઇ સફર કરવાનો ગંભીર અપરાધ

જ્વલનશીલ, વિસ્ફોટક અથવા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ સાથે મુસાફરી કરવી એ અત્યંત ગંભીર ગુનાઓમાંનો એક છે. આવા કિસ્સાઓમાં 10000 સુધીનો દંડ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, કાયદેસરની કાર્યવાહી અને જેલની સજા પણ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

indian railways new penalty rules 2026 ticketless traveler now pay 2000 fine
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ