બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં પડી 750 પદો પર ભરતી, ફટાફટ અરજી કરો, જાણો છેલ્લી તારીખ
Last Updated: 04:30 PM, 9 July 2026
બેંકિંગ ક્ષેત્રમાં અનુભવ મેળવવા અને ભવિષ્યમાં સારી નોકરીની તક મેળવવા માંગતા ઉમેદવારો માટે આ ભરતી એક સારો અવસર છે. દેશના વિવિધ રાજ્યોમાં એપ્રેન્ટિસ પદો માટે ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 20 જુલાઈ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
ADVERTISEMENT
ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા કુલ 750 એપ્રેન્ટિસ પદો ભરવામાં આવશે. તેમાં સૌથી વધુ 200 જગ્યાઓ તમિલનાડુમાં છે. ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 110, મહારાષ્ટ્રમાં 85, દિલ્હીમાં 53 અને બિહારમાં 35 જગ્યાઓ માટે ભરતી થશે.
ADVERTISEMENT
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જુલાઈ 2026ના આધારે કરવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટ મળશે.
ADVERTISEMENT
ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. પરીક્ષામાં જનરલ અને ફાઇનાન્સિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, રિઝનિંગ, કમ્પ્યુટર નોલેજ અને સંબંધિત વિષયના કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ લૉન્ચ થયો iPhoneથી પણ મોંઘો ફોન! એ પણ BSNLનો, જાણો કિંમતથી લઇને ફીચર્સ
ઉમેદવારોએ ઇન્ડિયન ઓવરસીઝ બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈ Apprentice Recruitment 2026 લિંક દ્વારા નોંધણી કરાવવી. ત્યારબાદ જરૂરી વિગતો ભરી દસ્તાવેજો અપલોડ કરી અરજી ફી જમા કરાવી અરજી પૂર્ણ કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.