બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / વિન્ડોઝ 10 યૂઝર્સ સાવધાન, આજથી માઈક્રોસોફ્ટ સપોર્ટ બંધ કરી દેશે, વિન્ડોઝ 11માં આવી રીતે કરો અપગ્રેડ

ટેક્નોલોજી / વિન્ડોઝ 10 યૂઝર્સ સાવધાન, આજથી માઈક્રોસોફ્ટ સપોર્ટ બંધ કરી દેશે, વિન્ડોઝ 11માં આવી રીતે કરો અપગ્રેડ

Nirav Kumar

Last Updated: 08:20 AM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો તેમના લેપટોપ કે PCમાં વિન્ડોઝ 10 યુઝ કરી રહ્યા છે તેમના માટે એક મહત્વના સમાચાર છે કેમ કે, આજથી માઇક્રોસોફ્ટે વિન્ડોઝ 10 માટે ફ્રી સપોર્ટ બંધ કરી દીધું છે જેથી કોઈ સિક્યોરીટીમાં ખામી આવે તો યુઝર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આજનો દિવસ વિન્ડોઝ 10 યુઝર્સ માટે મહત્વનો છે. આજથી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10  માટે ફ્રી સપોર્ટ બંધ કરશે. મતલબ કે યુઝર્સ વિન્ડોઝ 10નો ઉપયોગ કરી શકશે પરંતુ માઇક્રોસોફ્ટ હવે સિક્યોરીટી અને ટેકનીકલ સપોર્ટ નહીં મળે. તેનાથી યુઝર્સ માટે સાયબર અટેકનું જોખમ વધશે. આ સપોર્ટ બંધ થવાથી વિન્ડોઝ 10 પર ચાલતા લેપટોપ કે PCની ફંક્શનિંગ પર કોઈ અસર નહીં થાય. માઇક્રોસોફ્ટે લગભગ એક દાયકા પહેલા વિન્ડોઝ 10 લોન્ચ કર્યું હતું.

  1. સિક્યોરીટીમાં ખામી આવે તો સમસ્યા...

આજથી જો વિન્ડોઝ 10 માં કોઈ સિક્યોરીટીમાં ખામી આવે તો યુઝર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કંપની તેના માટે કોઈ સિક્યોરીટી પેચ રિલીઝ નહીં કરે. આથી તેનો ઉપયોગ ધીરે ધીરે વધુ મુશ્કેલ બનશે. પરંતુ માઇક્રોસોફ્ટે એવા યુઝર્સ માટે કેટલાક ઓપ્શન પણ રાખ્યા છે, જે યુઝર્સ તેમની સિસ્ટમને વિન્ડોઝ 11 માં અપગ્રેડ નથી કરી શકતા.

vtv app promotion
  • માઇક્રોસોફ્ટમાં મળશે ઓપ્શન

વિન્ડોઝ 10 સપોર્ટ સમાપ્ત થયા બાદ તમારી સિસ્ટમને માઇક્રોસોફ્ટ ડિફેન્ડર એન્ટીવાયરસથી સુરક્ષિત કરી શકાય છે. આ એન્ટીવાયરસને ઓક્ટોબર 2028 સુધી સિક્યોરીટી અપડેટ્સ મળતી રેહશે. આ સિવાય માઇક્રોસોફ્ટે એક્સટેન્ડેડ સિક્યુરિટી અપડેટ્સ (ESU) પ્રોગ્રામની પણ જાહેરાત કરી છે, જે 15 ઓક્ટોબરથી સબ્સ્ક્રાઇબકરી શકાશે. તેનાથી યુઝર્સ ફ્રી વિન્ડોઝ બેકઅપ ઍક્સેસ કરી શકે છે અને 30 ડોલર (આશરે 2,650 રૂપિયા) માં એક વર્ષનું કવરેજ મેળવી શકે છે.

વધુ વાંચો : WhatsApp યુઝર્સ ખાસ વાંચે, આવી ભૂલો ક્યારેય ન કરતા નહીં તો જેલમાં જવું પડશે!

  • અપગ્રેડ આ રીતે કરવું

જો તમારી સિસ્ટમ કંપીટેબલ હોય તો તેને વિન્ડોઝ 11 માં અપગ્રેડ કરી શકાય છે. એના માટે સૌ પહેલા સેટિંગ્સમાં જાઓ, "Update And Security" પર જાઓ અને વિન્ડોઝ અપડેટમાં "Check For Updates" બટન પર ક્લિક કરો. જો વિન્ડોઝ 11 ઉપલબ્ધ હોય તો તેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલેશન પૂરું થયા બાદ  તમારું પીસી કે લેપટોપ ફરીથી રીસ્ટાર્ટ થશે. હવે વિન્ડોઝ 11 સેટઅપ પૂરું કરવા સાઇન ઇન કરવું. એના માટે તમારા પીસી કે લેપટોપમાં પૂરતી સ્ટોરેજ સ્પેસ હોવી જોઈએ અને ઇન્સ્ટોલેશન માટે ફાસ્ટ એન્ડ સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન હોવું પણ જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Microsoft Software Update Window 10
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ