બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / WhatsApp યુઝર્સ ખાસ વાંચે, આવી ભૂલો ક્યારેય ન કરતા નહીં તો જેલમાં જવું પડશે!
Last Updated: 02:15 PM, 12 October 2025
દુનિયાભરમાં લોકો સાથે વાતચીત કરવાની રીતમાં ફેરફાર આવ્યો છે. હાલના દિવસોમાં કરોડો લોકો વોટ્સએપથી દરરોજ મિત્રો, સગા વ્હાલા અને અન્ય લોકો સાથે મેસેજ, કોલ, વીડિયો કોલથી વાતો કરે છે. ડોક્યુમેન્ટ શેર કરે છે, વોટ્સઅપનો આટલો ઉપયોગ કરવો લોકો માટે મુશ્કેલી નોતરે છે.
ADVERTISEMENT
નાનકડી ભૂલ પણ તમારા માટે મોટી મુશ્કેલી બની શકે છે. જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો આવી ભૂલો ન કરશો નહીંતર જેલભેગા થઈ જવું પડશે. આજે અમે તમને જણાવીશું કઈ એવી ભૂલો છે જે તમારે ન કરવી જોઈએ.
ADVERTISEMENT
વોટ્સઅપ પર લોકો ઘણા દસ્તાવેજ શેર કરે છે, પણ કોઈના આધાર, પાસપોર્ટ અથવા અન્ય સરકારી ડોક્યુમેન્ટની નકલી કોપી બનાવીને શેર કરવી અને તેની સાથે ચેડા કરવી ગુનો બને છે. આવું કરવું બેકિંગ અને અન્ય કેસમાં સીધો ગુનો બને અને તેની ધરપકડ થઈ શકે છે. કોઈ પણ ડોક્યુમેન્ટની કોપી એક્સેસ કરતી વખતે સાવચેત રહો. અને કોઈ શંકા લાગે તો એ ડોક્યુમેન્ટનું ઓનલાઈન ઓથોરિટીથી વેરિફીકેશન કરી લો. કંઈ પણ ઠીક ન લાગે એટલે શેર ન કરશો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિવાળી પહેલા જ iPhone લવર્સ માટે ખુશખબર! અહીં મળી રહ્યું છે મસમોટું ડિસ્કાઉન્ટ
ADVERTISEMENT
લોકો ઘણીવાર વોટ્સએપ પર ગ્રુપ બનાવે છે અને વિવિધ વસ્તુઓ શેર કરે છે. જોકે, ધર્મ અથવા સમુદાય પર ઉશ્કેરણીજનક મેસેજ, ફોટા અને વિડિઓ શેર કરવા એ ગંભીર ગુનો બને છે. કોઈપણ સમુદાય વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ્સ, મીમ્સ અથવા ઑડિઓ-વિડીયો ફેલાવવાથી સામાજિક શાંતિ પર અસર પડે છે. કાયદો આને નફરત ફેલાવનારો ગુનો છે. જો કોઈ આવું કરે છે અને આરોપો સાબિત થાય છે, તો ફોજદારી ગુનો લાગુ થઈ શકે છે.એટલા માટે આવું કન્ટેન્ટ શેર કરવું યોગ્ય નથી.
ADVERTISEMENT
વોટ્સએપની સર્વિસ એન્ક્રિપ્ટેડ હોવા છતાં વોટ્સએપ પર કોઈને મારી નાખવાની, નુકસાન પહોંચાડવાની અથવા બદનામ કરવાની ધમકી આપવાથી પોલીસ કેસ થઈ શકે છે. કાયદો કોઈપણ ધમકીભર્યા મેસજને ગંભીરતાથી લે છે. જો પીડિત ફરિયાદ નોંધાવે છે, તો પોલીસ કાર્યવાહી થઈ શકે છે.
ADVERTISEMENT
બાળકો સાથે જોડાયેલા ગુનાઓ અંગે કાયદો કડક છે. WhatsApp પર બાળ જાતીય શોષણ અથવા બાળકો સાથે સંકળાયેલ કોઈપણ અયોગ્ય માહિતી શેર કરવી એ ગંભીર ગુનો છે.આવું કન્ટેન્ટ POCSO અને સાયબર કાયદા હેઠળ કડક દંડને પાત્ર છે. આવા કિસ્સાઓમાં ફક્ત મોકલનાર જ નહીં પરંતુ મેસેજ જેને મળે એની પર પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.જો કોઈ આવી માહિતી મોકલે તો તરત જ રિપોર્ટ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.