ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / why start the workout with slow speed Health Tips

Health Tips / વર્કઆઉટની શરુઆત ધીમી ગતિની દોડથી શા માટે કરવી જોઇએ?

Published By: Kavan

Last Updated: 09:17 PM, 21 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં આજકાલ ફિઝિકલ એક્ટીવીટીનો મહત્ત્વનો રોલ છે, પરંતુ વર્કઆઉટની શરુઆતમાં ભારે કસરત કરવી ખતરનાક છે. તેનાથી માંસપેશીઓમાં એકદમથી ખેંચાણ થવાથી દર્દ થઇ શકે છે.

ADVERTISEMENT

કસરતના શરુઆતના દિવસોમાં એકથી બે મિનિટ ઝડપથી દોડ્યા બાદ વોક કરવી જોઇએ. ધીમે ધીમે આ ટાઇમિંગ વધારવો જોઇએ. બીજા અઠવાડિયે 3- 4 મિનિટ અને એજ રીતે ધીમે ધીમે 20 મિનિટ સુધી લઇ જાવ.

પગમાં દુ:ખાવાની રહે છે ફરિયાદ

ઘણીવાર વર્કઆઉટ દરમિયાન શરુઆતના દિવસોમાં પગમાં દુખાવાની ફરિયાદ રહે છે. તેનું કારણ પગની પોઝીશન યોગ્ય ન હોય તે હોઇ શકે છે. આવા સંજોગોમાં પગની પોઝીશન યોગ્ય રાખો. જો સાવધાની રાખવા છતા પણ દુખાવો થાય તો તે પગ કોઇ પ્રકારે વળ્યો હોય તેના લીધે હોઇ શકે છે. 

શરુઆતમાં ખુબ ઝડપથી ન દોડવું જોઇએ

આ માટે કોઇ ઓર્થોપેડિકને બતાવો પગમાં દુ:ખાવાનુ કારણ દોડતી કે એક્સર્સાઇઝ કરતી વખતે લોહીની નસનુ માંસપેશીઓ વચ્ચે દબાવાના કારણે પણ હોઇ શકે છે.  તે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ એટલે કે અંદરની કોશિકાઓમાં સોજો કે રક્તસ્ત્રાવ પણ હોઇ શકે છે. શરુઆતમાં ખુબ ઝડપથી ન દોડો, નહીંતર હાડકાને જોડનારી માંસપેશીઓમાં ક્ષતિ પહોંચશે અને દુખાવો તેમજ સોજો આવી શકે છે.

સ્પોર્ટ્સ ફુટવેરનો રાખો ખાસ ખ્યાલ

આવા સંજોગોમાં તમે રનિંગના બદલે જોગિંગ કરી શકો છો અથવા તો ધીમી ગતિએ દોડો. સ્પોર્ટ્સ ફુટવેરનો ખાસ ખ્યાલ રાખો. એવા જુતા પહેરો જે દોડવા અને એક્સર્સાઇઝ કરવામાં આરામદાયક હોય. સાથે સાથે એ પણ ધ્યાન રાખો કે ફુટવેરનું પ્રેશર ઘુંટણ પર તો નથી પડી રહ્યુ ને.

સંકળાયેલા મુદ્દાઓ

Health Benefits health tips ગુજરાતી ન્યૂઝ હેલ્થ ટીપ્સ Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ