ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 30 વર્ષ બાદ કેમ વધે છે પેટની ચરબી? AIIMS ડોક્ટરે જણાવ્યું તેની પાછળનું અસલી કારણ

હેલ્થ / 30 વર્ષ બાદ કેમ વધે છે પેટની ચરબી? AIIMS ડોક્ટરે જણાવ્યું તેની પાછળનું અસલી કારણ

Published By: Nirav Kumar

Last Updated: 09:05 PM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમારી ઉંમર 30 વર્ષ કરતા વધુ છે? તો તમારા પેટની ચરબી વધી શકે છે. તેને ઘટાડવા શું કરવું? ચાલો તેના વિષે જાણીએ.

ADVERTISEMENT

ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્થી ફૂડના કારણે લોકોમાં પેટની ચરબી વધી રહી છે. જો એકવાર પેટની ચરબી વધે તો તેને ઘટાડવી મુશ્કેલ બની જાય છે. જો તમારી ઉંમર 30 વર્ષ કરતા વધુ હોય તો તેને તેને ઘટાડવું વધારે મુશ્કેલ બને છે.

એવામાં એક એક્સપર્ટે જણાવ્યું કે, ભલે ફૂડ કે લાઇફસ્ટાઇલમાં કોઈ ફેરફાર ન હોય તેમાં છતાં મોટાભાગના લોકો 30 વર્ષની ઉંમર બાદ પેટની ચરબી કેમ વધવા લાગે છે. જે ફૂડ 30 પહેલા હાનિકારક નહતા તે પણ પેટની ચરબી વધારે છે. પહેલા જેવી કસરત કરવાથી પણ અસર થતી નથી. આ ફેરફાર અચાનક થતો નથી પરંતુ ઉંમર સાથે થતા કેટલાક નેચરલ બદલાવને કારણે થાય છે.

એક્સપર્ટ અનુસાર, 30 વર્ષની ઉંમર બાદ દર દસ વર્ષે શરીરના મસલ્સ 3-8% ધીમે ધીમે ઘટે છે. જ્યારે શરીરમાં મસલ્સ હોય છે ત્યારે તે આરામ કરતી વખતે પણ કેલરી બર્ન કરવાનું ચાલુ રાખે છે. પરંતુ ઉંમર વધાવની સાથે મસલ્સનું પ્રમાણ ઘટે છે. ચરબી બર્નિંગ પણ ઘટે છે. આથી મસલ્સ શરીરના ગ્લુકોઝના ઉપયોગનો લગભગ 70-80% રોલ ભજવે છે. જ્યારે મસલ્સનું પ્રમાણ ઘટે છે ત્યારે સુગર લાંબા સમય સુધી લોહીમાં રહે છે અને પેટની ચરબી તરીકે ભેગું થવા લાગે છે.

ઉંમર વધવાની સાથે શરીરની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ દર દસ વર્ષે લગભગ 4-5% ઘટે છે. મતલબ કે, જે કાર્બોહાઇડ્રેટ્સ પહેલા કોઈ સમસ્યાનું કારણ નહતા તે હવે લોહીમાં સુગરને ઝડપથી વધારે છે. તેનાથી ચરબી ભેગી થાય છે, ખાસ કરીને કમર અને પેટની આસપાસ વધે છે.

vtv app promotion
  • હોર્મોનલ ફેરફારો
    30 વર્ષની ઉંમર બાદ શરીરમાં હોર્મોન્સનું લેવલ બદલાય છે. હ્યુમન ગ્રોથ હોર્મોન, ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન જેવા હોર્મોન્સનું લેવલ ઘટે છે તો કોર્ટિસોલ વધે છે. આ ફેરફાર પેટમાં ચરબીના ભેગા થવાને પ્રોત્સાહન મળે છે.

આ ફેરફારોને લીધે મોટાભાગના લોકોના પેટમાં ચરબી વધે છે. આ અસર ફેટી લીવર, પ્રિડાયાબિટીસ, ડાયાબિટીસ કે હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સ ધરાવતા લોકોમાં વધુ થાય છે. કેમ કે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેટ અને લીવરમાં ફેટ ભેગી કરે છે.

વધુ વાંચો : શું તમને પણ શિયાળામાં નથી લાગતી તરસ? ઓછું પાણી પીવાથી થઈ જશે કિડની-લિવર ફેલ

  • પેટની ચરબી ઘટાડવા માટે શું કરવું ?
    ચરબી ઘટાડવા માટે પ્રોટીનયુક્ત આહાર લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવા માટે દરરોજ ચાલો અને એક્ટિવ રહો અને દરરોજ 7-8 કલાક ઊંઘ લો.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Belly Fat Unhealthy Food Bad Lifestyle

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ