ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમને પણ શિયાળામાં નથી લાગતી તરસ? ઓછું પાણી પીવાથી થઈ જશે કિડની-લિવર ફેલ

હેલ્થ / શું તમને પણ શિયાળામાં નથી લાગતી તરસ? ઓછું પાણી પીવાથી થઈ જશે કિડની-લિવર ફેલ

Published By: Nirav Kumar

Last Updated: 01:15 AM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની કમ્પૅરમાં લોકો શિયાળામાં ઓછુ પાણી પીવે છે. પરંતુ આ આદત તમારી કિડની અને લીવરને ભારે નુકશાન કરી શકે છે.

ADVERTISEMENT

શિયાળામાં આપણને તરસ ઓછી લાગે છે. આથી અમુક લોકો દિવસ દરમિયાન માત્ર બે ત્રણ ગ્લાસ જ પાણી પીવે છે. પરંતુ આ રીતે ઓછું પાણી પીવું તમારા શરીરના અંગો માટે જોખમી સાબિત થઇ શકે છે. જેમાં કિડની અને લીવરને વધુ નુકશાન થાય છે. શરીરની આંતરિક સફાઈ માટે પાણીની જરૂર પડે છે.

રીસર્ચ મુજબ, એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં મીનીમમ 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ. જો તમને શિયાળામાં સાદુ પાણી પીવામાં મુશ્કેલી પડતી હોય તો તમે હૂંફાળું કરીને પણ પી શકો છો. તમે નારિયેળ પાણી, તાજા ફળોના રસ, શાકભાજીના જ્યુસથી પણ શરીરને હાઈડ્રેટ રાખી શકો છો.  અને ઘરે બનાવેલા સૂપ દ્વારા પણ તમારા પાણીનું સેવન વધારી શકો છો.

  • કિડનીને નુકસાન
    પાણી ઓછું પીવાથી કિડનીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. કિડની આપણા શરીરમાં સફાઈનું કામ કરે છે. તે લોહીને સાફ કરીને પેશાબ દ્વારા અશુદ્ધિઓને બહાર કાઢે છે. જો તમે ઓછું પાણી પીઓ છો એ સ્થિતિમાં કિડની અશુદ્ધિઓને બહાર કાઢી શકતી નથી. જે પથરીનું જોખમ વધારે છે. તે પેશાબની નળીઓમાં ઇન્ફેક્શન અને સોજો પણ પેદા કરી શકે છે. જે લાંબા ગાળે કિડનીને કમજોર કરે છે.
vtv app promotion
  • લીવરને નુકસાન
    પાણી ઓછું પીવાથી લીવરના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી શકે છે. ઓછું પાણી પીવાથી લીવર પર નકારાત્મક અસર થાય છે. કેમ કે, લીવરને પણ ટોક્સિન્સ દૂર કરવા માટે પાણીની જરૂર પડે છે. પાણીની ઉણપથી લીવરમાં ટોક્સિન્સ ભેગા થાય છે. જેનાથી લીવર પર દબાણ આવે છે અને તે કમજોર પડે છે. પાણીની ઉણપથી લોહીને જાડું બને છે, જે લીવરમાં સોજો લાવી શકે છે.

વધુ વાંચો : ઠંડીની સિઝન છે, એટલે ઓછું પાણી પીશું તો ચાલશે, એવું તો નથી ને, તો ચેતી જજો!

  • પેટ સમસ્યાઓ અને કબજિયાત
    પાણી પાચન માટે ખુબ જરૂરી છે. કેમ કે, શિયાળામાં આપણે ઓઈલી ફૂડ વધુ ખાઈએ છીએ. જો તમે ઓછું પાણી પીવો છો તો તમારું પેટ યોગ્ય રીતે સાફ નહીં થાય અને તમને કબજિયાત થઇ શકે છે. તમને પેટમાં ગેસ અને ભારેપણું પણ મેહસૂસ થા શકે છે.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Liver Drink Water Kidneys

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ