ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ક્યારે સાદું પાણી અને ક્યારે નારિયેળ-લીંબુ પાણી જરૂરી? શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમીના સંકેતો જાણો
6 ફોટો ગેલેરી
Last Updated: 06:27 PM, 16 September 2026
1/6
ફક્ત પાણી પીવાથી શરીરની હાઈડ્રેશનની જરૂરિયાત હંમેશા પૂરી થતી નથી. ગરમીમાં પરસેવો વધુ આવે, લાંબી કસરત કરો, ઊલટી કે ઝાડા થાય ત્યારે પાણી સાથે જરૂરી મિનરલ્સ પણ બહાર નીકળી જાય છે. આ મિનરલ્સને ઈલેક્ટ્રોલાઈટ્સ કહેવામાં આવે છે, જે શરીરના પાણીનું સંતુલન જાળવવા, હૃદયની ધબકારા સામાન્ય રાખવા અને સ્નાયુ-નસોના કાર્ય માટે મહત્વના છે.
2/6
સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ક્લોરાઈડ જેવા આ ઈલેક્ટ્રોલાઈટ્સ દરેક પોતાનું અલગ કામ કરે છે. સોડિયમ પાણી અને લોહીની માત્રા સંતુલિત રાખે છે, પોટેશિયમ હૃદયની ધબકારા અને સ્નાયુઓ માટે જરૂરી છે, જ્યારે મેગ્નેશિયમ ઊર્જા બનાવવામાં મદદ કરે છે. જ્યારે આમાં ઘટાડો થાય ત્યારે શરીરમાં કમજોરી, થાક, માથાનો દુખાવો, ચક્કર અને અસ્વસ્થતા જેવા લક્ષણો દેખાઈ શકે છે. ઘણી વાર લોકો તેને સામાન્ય થાક સમજી લે છે પરંતુ સમયસર ધ્યાન ન આપવાથી તકલીફ વધી શકે છે.
ADVERTISEMENT
3/6
4/6
ડૉક્ટરો અનુસાર સામાન્ય દિવસે પૂરતું ખાવું-પીવું અને વધુ પરસેવો ન આવે તો અલગથી ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંકની જરૂરિયાત સામાન્ય રીતે નથી રહેતી. બજારમાં વેચાતી ડ્રિંક્સ હંમેશા જરૂરી નથી. ઝાડા કે ઊલટીની સ્થિતિમાં યોગ્ય રીતે બનાવેલ ORS પી શકાય છે. તે સિવાય નારિયેળનું પાણી અને લીંબુનું પાણી પણ સારો વિકલ્પ છે.
ADVERTISEMENT
5/6
નારિયેળના પાણીમાં પોટેશિયમ સહિત અમુક ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. જે શરીરને ફરી તાજગી આપવામાં મદદ કરે છે. લીંબુનું પાણી પણ હાઈડ્રેશન અને ફ્રેસનેસ માટે ઉપયોગી છે. સામાન્ય સ્થિતિમાં પાણી પીવું અને સંતુલિત આહાર જાળવવો પૂરતું છે પરંતુ જ્યારે શરીરમાંથી પ્રવાહી અને મિનરલ્સ વધુ નીકળી જાય ત્યારે ઈલેક્ટ્રોલાઈટ્સ પર ધ્યાન આપવું જરૂરી બને છે.
6/6
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ