એક નવું વર્ઝન Whatsapp ને મલ્ટી પ્લેટફોર્મ એપમાં બદલી નાંખશે. આ વર્ષના અંત સુધી Whatsapp ભારતમાં પોતાની પેમેન્ટ સર્વિસ શરૂ કરી શકે છે.
Whatsapp જલ્દીથી પોતાના પ્લેટફોર્મ પર એક ફીચર લોન્ચ કરવા જઇ રહ્યું છે, જેના દ્વારા હવે એક જ Whatsapp અકાઉન્ટને ઘણા ડિવાઇસેજ પર ચલાવી શકાશે. આ નવું વર્ઝન Whatsapp ને મલ્ટી પ્લેટફોર્મ એપમાં બદલી નાંખશે. આ ફીચર હેઠળ યૂઝર્સ મેસેજ મોકલવા અથવા મેળવવા માટે Whatsapp પ્રોફાઇલને મોબાઇલ ફોન, આઇપેડ અને ડેસ્કટોપની વચ્ચે સ્વિચ કરશે. અત્યાર સુધી વોટ્સએપ પ્રોફાઇલ એક જ નંબરથી લિંક થાય છે, જેના કારણે એને માત્ર એક જ ડિવાઇસ પર ચલાવવામાં આવશે.
ફેસબુકની જેમ કામ કરશે Whatsapp
Whatsapp ના આ નવા ફીચરની જાણકારી Whatsapp ના ફીચરને લીક કરનારી સાઇટ WABetaInfo એ આપી છે. આ ફીચર બિલકુલ ફેસબુક જેવું હશે. ફેસબુકને લોગઇન કરવા માટે આઇડી પાસવર્ડની જરૂર પડે છે, એવી જ રીતે વોટ્સએપ માટે લોગિન આઇડી પાસવર્ડની જરૂર પડશે. યૂઝર્સના બધા મેસેજ તમામ ડિવાઇસ પર સિંક થઇ જશે. ડેસ્કટોપ વર્ઝન પર વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોનનું ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોવું જરૂરી હોય છે, પરંતુ નવી અપડેટ બાદ આવું થશે નહીં.
Whatsapp લૉન્ચ કરવા જઇ રહ્યું છે પેમેન્ટ સર્વિસ
Whatsapp આ વર્ષના અંત સુધી ભારતમાં પોતાની પેમેન્ટ સેવા શરૂ કરી દીધી છે. Whatsapp ના ગ્લોબલ હેડ Will Cathcart એ ગત સપ્તાહે આ માટે જાણકારી આપી હતી. હાલ દેશમાં Whatsapp ના 40 કરોડ યૂઝર્સ છે. કંપની ગત વર્ષથી આશરે 10 લાખ યૂઝર્સની સાથે પેમેન્ટ સેવાનું પરીક્ષણ કરી રહી છે. Whatsapp ની સેવાની સરખામણી દેશમાં પહેલાથી મોજૂદ Paytm, PhonePe, GooglePay સાથે રહેશે.