ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો વિદેશમાં તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો શું થશે?, જાણી લેજો નિયમો
Last Updated: 02:36 PM, 13 January 2026
ADVERTISEMENT
દર વર્ષે લાખો ભારતીયો કામ, અભ્યાસ અથવા મુસાફરી માટે વિદેશ પ્રવાસ કરે છે. પાસપોર્ટ એક મહત્વનો દસ્તાવેજ છે. જો કે જો તમારો પાસપોર્ટ વિદેશમાં ખોવાઈ જાય અથવા નુકસાન થાય તો તે સ્ટ્રેસફુલ પરિસ્થિતિ સર્જાય છે. જો વિદેશમાં તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ નિયમ અને પ્રોસેસ છે. એવામાં તમે સરખી પ્રોસેસ ફોલો કરો તો આ સમસ્યામાંથી બહાર નીકળી શકો છો.
ADVERTISEMENT
જેવી જ તમને ખબર પડે કે તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે સૌથી પહેલું કામ તમારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. પાસપોર્ટ ખોવાય તો પોલીસ રિપોર્ટ કરવો જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે કારણ કે આના વગર ન તો નવી પાસપોર્ટ બની શકે છે અને ન તો ઈમર્જન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ મળી શકે છે. એવામાં રિપોર્ટ ખોવાયેલા પાસપોર્ટ સાથેની માહિતી આપવી જોઈએ.
ADVERTISEMENT
પોલીસ રિપોર્ટ મળ્યા પછી તમે જે પણ દેશમાં હોય એ દેશમાં હાજર ભારતીય દૂતાવાસ કે હાઈ કમિશનનો સંપર્ક કરવો જોઈએ.વિદેશમાં ભારતીય નારગિકોની મદદ કરવી દૂતાવાસની જવાબદારી હોય છે. એવામાં દૂતાવાસ તમારી ઓળખ કરે છે અને આગળની પ્રક્રિયા વિશે માહિતી આપે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો વિદેશમાં પાસપોર્ટ ખોવાયા પછી તમારે તાત્કાલિક ભારત પાછુ આવવાનું છે અને વધારે રાહ ન જોઈ શકાય એવી હોય તેના માટે દૂતાવાસ એક વખત ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપે છે જેને ઈમર્જન્સી સર્ટિફિકેટ કહેવાય છે. જેનાથી તમે સીધા ભારત પરત ફરી શકો છો.
ADVERTISEMENT
જો તમારી મુસાફરી હાલ ચાલુ છે કે તમે જે દેશમાં છો અથવા તમે જે દેશમાં છો ત્યાં રોકાવા માંગો છો તો દૂતાવાસ નવો કે અસ્થાયી પાસપોર્ટ આપી શકે છે. જેમાં ઈમર્જન્સી સર્ટિફિકેટની તુલનામાં થોડોક સમય લાગે છે કારણ કે તેમાં વધારાની તપાસ થઈ શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ EMIમાં રાહત કે ટેક્સમાં છૂટછાટ! શું ઘર ખરીદનારાઓને આવનારા બજેટમાં મળશે રાહત?
જો તમે વિદેશમાં તમારો પાસપોર્ટ ગુમાવો છો તો તમારે નવા પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવી પડશે. ફોર્મ ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ embassy.passportindia.gov.in ની મુલાકાત લઈને ભરી શકાય છે. નવા પાસપોર્ટ માટે ફોર્મ ભરવા માટે તમારે સ્થાનિક પોલીસ તરફથી FIR ની નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, તમારા જૂના પાસપોર્ટના પહેલા અને છેલ્લા પાનાની નકલ (જો હોય તો), ફ્લાઇટ ટિકિટ અથવા મુસાફરી માહિતી અને ઓળખ દસ્તાવેજોની જરૂર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT