બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બાઉન્ડ્રી બહાર વિરાટ કોહલી આ શું કરી રહ્યો છે? વીડિયો થયો Viral, લોકોએ કહ્યું 'બચપન કે દિન યાદ આયે'

વર્લ્ડ કપ / બાઉન્ડ્રી બહાર વિરાટ કોહલી આ શું કરી રહ્યો છે? વીડિયો થયો Viral, લોકોએ કહ્યું 'બચપન કે દિન યાદ આયે'

Last Updated: 01:22 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Viral Video: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી જ્યારે મેદાન પર હોય છે ત્યારે તે ફેન્સનું અલગ-અલગ રીતે મનોરંજન કરતો જોવા મળે છે. એવામાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

T20 વર્લ્ડ કપ 2024ને લઈને દરરોજ ચાહકોને વધુને વધુ રોમાંચક મેચો જોવા મળી રહી છે. સાથે જ ટીમ ઈન્ડિયા પણ આ પણ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. ભારતે શનિવારે બાંગ્લાદેશ સામેની સુપર 8ની બીજી મેચ પણ 50 રનથી મેચ જીતી લીધી હતી. હવે આ બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાનનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ મેચ દરમિયાન ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અચાનક સ્ટેજની નીચે ઘુસી ગયા હતા અને તેનો એક ફની વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાંગ્લાદેશની ઇનિંગ્સની 18મી ઓવરમાં બની હતી. બાંગ્લાદેશના રિયાદ મહમુદુલ્લાએ સિક્સર ફટકારી હતી અને બોલ મેદાનની બહાર ગયો. આ પછી વિરાટ કોહલી બોલને શોધતો જોવા મળ્યો હતો.

Website Ad 3 1200_628

આ સાથે જ ICCએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બાંગ્લાદેશનો બેટ્સમેન રિશાદ હુસૈન મેચ દરમિયાન અર્શદીપ સિંહના બોલ પર સિક્સર ફટકારે છે. બોલ બાઉન્ડ્રીની બહાર પોડિયમની નીચે જાય છે. ત્યારબાદ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલો વિરાટ કોહલી પોતે પોડિયમમાં ઘુસી ગયો અને નીચે સૂઈ ગયો અને બોલને બહાર કાઢ્યો. આ વીડિયો વાયરલ થયો છે અને ફેન્સ પણ વિરાટ કોહલીની આ રીતને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વધુ વાંચો: તો શું ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું અધુરું રહેશે? આ નિયમ ટીમ ઇન્ડિયાને કરી શકે છે OUT!

જો કે આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીએ મેદાન પર પોતાની મસ્તીભરી સ્ટાઈલથી લોકોનું દિલ જીત્યું હોય. ફેન્સને ખુશ કરવા માટે તે હંમેશા મેદાન પર કંઈક અલગ એક્ટિવિટી કરતાં રહે છે. સાથે જ વિરાટ કોહલીની આ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 Virat Kohli Viral Video IND vs BAN
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ