બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / તો શું ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું અધુરું રહેશે? આ નિયમ ટીમ ઇન્ડિયાને કરી શકે છે OUT!

T20 વર્લ્ડકપ / તો શું ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું અધુરું રહેશે? આ નિયમ ટીમ ઇન્ડિયાને કરી શકે છે OUT!

Last Updated: 11:22 AM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC પહેલાથી જ કહી દીધું છે કે જો ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં જાય છે તો તે ગયાનામાં 27 જૂને બીજી સેમીફાઈનલ રમશે. જો કે, ICCનો આ એક નિયમ ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું તોડી શકે છે.

ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા હજુ સુધી એક પણ મેચ હારી નથી અને સુપર-8માં બે મેચ જીત્યા બાદ પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને છે. પ્રથમ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં બાંગ્લાદેશ સામે 50 રને ભારતે જીત નોંધાવી હતી.

આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત હતું. રોહિત સેના તેની છેલ્લી મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે અને ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં જીત બાદ ભારત માટે ફાઈનલમાં જવાનો રસ્તો ખૂબ જ સરળ બની જશે. જો એવું ન થયું તો ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી શકે છે.

Website_Ad_1200_1200_color_option.width-800

હવે પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ગમે તે નંબર પર હોય પણ ICCએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા 27 જૂને ગયાનામાં સેમીફાઈનલ રમશે. એવામાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતવી પડશે, નહીં તો તે સેમીફાઈનલ રમ્યા વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ગયાનાનું હવામાન છે.

હવે વાત એમ છે કે ગયાનામાં 27 જૂને ભારે વરસાદની અપેક્ષા છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો ગ્રુપ સ્ટેજમાં ટોપ પર જે ટીમ હશે એ સીધી ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ જશે. આઈસીસીએ બીજી સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે જાહેર કર્યો નથી. જો વરસાદ બીજી સેમિફાઇનલ મેચમાં વિક્ષેપ પાડે છે, તો તેના માટે રિઝર્વ ડેને બદલે 4 કલાક 10 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી કરીને મેચ એ દિવસે સમાપ્ત થઈ જાય.

વધુ વાંચો: ટીમ ઇન્ડિયાની જગ્યા સેમી ફાઇનલમાં તો પાક્કી જ સમજો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી અત્યંત જરૂરી, સમજો સમીકરણ

પરંતુ જો વરસાદને કારણે મેચ રદ્દ કરવી પડશે તો તેના ગ્રુપમાં ટોચ પર રહેલી ટીમને જ ફાયદો મળશે. એટલે જો ભારતીય ટીમ તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો ટીમ ઈન્ડિયા ટોપ પર રહેશે અને જો બીજી સેમિફાઇનલ વરસાદના કારણે રદ્દ થઈ જાય છે તો પણ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 T20 World Cup 2024 Team India Team India Semi-Final Scenario
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ