બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઇન્ડિયાની જગ્યા સેમી ફાઇનલમાં તો પાક્કી જ સમજો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી અત્યંત જરૂરી, સમજો સમીકરણ

IND vs AUS / ટીમ ઇન્ડિયાની જગ્યા સેમી ફાઇનલમાં તો પાક્કી જ સમજો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી અત્યંત જરૂરી, સમજો સમીકરણ

Last Updated: 10:22 AM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ જીતનો સિલસિલો ચાલુ રાખ્યો અને બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું હતું. T20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં આ સતત બીજી જીત છે, એમ છતાં ભારતે સેમિફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.

ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 6 મેચ રમી છે અને તે તમામમાં તેણે જીત મેળવી છે. સુપર-8ની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો અફઘાનિસ્તાન સાથે થયો હતો, જે ભારતે 47 રને જીતી લીધી હતી. જ્યારે બીજી મેચમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. ભારતે આ મેચ 50 રને જીતી લીધી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

સુપર-8માં આ બે જીત સાથે ટીમ ઈન્ડિયા લગભગ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને હવે 24 જૂને ભારત સુપર-8માં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જો કે ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ મેચમાં જીત બાદ ભારત માટે ફાઈનલમાં જવાનો રસ્તો ખૂબ જ સરળ બની જશે. જો એવું ન થયું તો ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી શકે છે.

એક તરફ ભારતીય ટીમ પોતાની બંને મેચ જીતીને લગભગ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે તો હવે ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા એક-એક જીત સાથે બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાની આગામી મેચ ભારત સાથે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સાથે રમશે. હવે જો ઓસ્ટ્રેલિયા ભારત સામે હારી જશે અને અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે જીતશે તો અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે. આ સાથે જ જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારે છે અને બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવશે તો ઓસ્ટ્રેલિયન ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે.

જો અફઘાનિસ્તાન સારો નેટ રન રેટ જાળવી રાખીને બાંગ્લાદેશ સામેની તેની બાકીની એક મેચ જીતી લે છે, તો ભારતે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ઓસ્ટ્રેલિયા સામે તેની બાકીની મેચ જીતવી પડશે. આજે અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હોત તો ભારત સીધું ક્વોલિફાય થઈ ગયું હોત પણ એવું ન થયું. સાથે જ જો ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે તો તે ગુયાનાના સ્ટેડિયમમાં મેચ રમશે.

Website_Ad_1200_1200_color_option.width-800

હવે વાત એમ છે કે ગયાનામાં આ દિવસે ભારે વરસાદની અપેક્ષા છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેવાને કારણે સીધી ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ જશે. કારણ કે આઈસીસીએ બીજી સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે જાહેર કર્યો નથી. જો કે પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદ બીજી સેમિફાઇનલ મેચમાં વિક્ષેપ પાડે છે, તો તેના માટે રિઝર્વ ડેને બદલે 4 કલાક 10 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી કરીને મેચ એ દિવસે સમાપ્ત થઈ જાય.

વધુ વાંચો: મોટો ઉલટફેર: સુપર 8માં અફઘાનિસ્તાનની ટીમે સર્જ્યો ઈતિહાસ, 127માં જ ઓસ્ટ્રેલિયાને કર્યું ઓલઆઉટ

પરંતુ જો વરસાદને કારણે મેચ રદ્દ કરવી પડશે તો તેના ગ્રુપમાં ટોચ પર રહેલી ટીમને જ ફાયદો મળશે. એટલે જો ભારતીય ટીમ તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો ટીમ ઈન્ડિયા તોપ પર રહેશે અને જો બીજી સેમિફાઇનલ વરસાદના કારણે રદ્દ થઈ જાય છે તો પણ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી જશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 T20 World CUP 2024 Super-8 IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ