બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / મોટો ઉલટફેર: સુપર 8માં અફઘાનિસ્તાનની ટીમે સર્જ્યો ઈતિહાસ, 127માં જ ઓસ્ટ્રેલિયાને કર્યું ઓલઆઉટ
Last Updated: 10:00 AM, 23 June 2024
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં કદાચ સૌથી મોટો ઉલટફેર આ વખતે જોવા મળ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે ખૂબ જ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત નોંધાવી છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 148 રન બનાવ્યા હતા અને જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
𝐀𝐟𝐠𝐡𝐚𝐧𝐀𝐭𝐚𝐥𝐚𝐧 𝐖𝐢𝐧! 🙌#AfghanAtalan creates history with their first-ever win against Australia in international cricket! What a terrific achievement this is from #AfghanAtalan. 🤩👏#T20WorldCup | #AFGvAUS | #GloriousNationVictoriousTeam pic.twitter.com/KYAG9fjg07
— Afghanistan Cricket Board (@ACBofficials) June 23, 2024
રાશિદ ખાનની આગેવાની હેઠળની આ ટીમે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ગયા વર્ષે યોજાયેલા ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનની ટીમ જીતની ઉંબરે પહોંચી ગઈ હતી પરંતુ મેક્સવેલે તેની પાસેથી જીત છીનવી લીધી હતી. જોકે, આ વખતે અફઘાનિસ્તાને આવી કોઈ ભૂલ કરી ન હતી અને કિંગસ્ટાઉન ખાતે ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું હતું.
ADVERTISEMENT

અત્યાર સુધી બંને ટીમો વચ્ચે વનડેમાં ચાર અને ટી-20માં બે મેચ રમાઈ છે. અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ક્યારેય જીતી શકી નથી, પરંતુ T20ની બીજી મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો છે.
ADVERTISEMENT
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે 60 અને ઈબ્રાહિમ ઝદરાને 51 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં સમેટાઈ ગઈ હતી.
𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆 𝐌𝐎𝐌𝐄𝐍𝐓𝐒! 🙌⚡🔥#AfghanAtalan | #T20WorldCup | #AFGvAUS | #GloriousNationVictoriousTeam pic.twitter.com/RfVWKbrQUk
— Afghanistan Cricket Board (@ACBofficials) June 23, 2024
ADVERTISEMENT
આ મેચ સાથે અફઘાનિસ્તાનની સેમિફાઇનલ સુધી પહોંચવાની આશા છે. જો કે આ હાર બાદ પણ ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ 0.22 છે જ્યારે અફઘાનિસ્તાનનો નેટ રન રેટ -0.65 છે. હવે આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે અને આ મેચ ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરો મેચ રહેશે.
ADVERTISEMENT
જો આવતીકાલે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે હારી જશે અને અફઘાનિસ્તાન તેની આગમી મેચ બાંગ્લાદેશ સામે જીત જશે તો ભારતની સાથે અફઘાનિસ્તાન પણ સેમિફાઇનલમાં પહોંચી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.