બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સુપર 8માં કોહલીએ સર્જ્યો વિરાટ રેકોર્ડ, બન્યો આ કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

T20 વર્લ્ડકપ / સુપર 8માં કોહલીએ સર્જ્યો વિરાટ રેકોર્ડ, બન્યો આ કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

Last Updated: 11:08 AM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી ઇતિહાસ રચતા વર્લ્ડ કપમાં 3000 રનોના આંકડા પર પહોંચી ગયો છે. T20 અને વનડે વર્લ્ડ કપ મળીને 3000 રન બનાવનાર પહેલો બેટ્સમેન બની ગયો છે.

વિરાટ કોહલીએ વર્લ્ડ કપના મંચ પર ઇતિહાસ રચી દીધો. હાલમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે રમતી વખતે વર્લ્ડ કપ (ODI અને T20 વર્લ્ડ કપ સહિત) માં 3,000 રનના આંકડા પર પહોંચી ગયો. આની સાથે જ વિરાટ કોહલી આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં કોહલીએ 28 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 37 રન બનાવ્યા હતા.

virat-kohali-4

બાંગ્લાદેશ વિરૂદ્ધ આ ઇનિંગ સાથે કોહલીએ T20 વર્લ્ડ કપમાં 1200 રનના આંકડા પર પહોંચી ગયો. વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી 32 મેચોની 30 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 63.52ની એવરેજ અને 129.78ની સ્ટ્રાઇક રેટથી 1207 રન બનાવી લીધા છે. આ દરમિયાન, તેણે 14 અડધી સદી ફટકારી છે, જેમાં હાઈ સ્કોર 89* રન રહ્યો છે.

PROMOTIONAL 12

આ સિવાય વિરાટ કોહલીએ વનડે વર્લ્ડ કપની 37 મેચોની 37 ઇનિંગ્સમાં 59.83ની એવરેજથી 1795 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 5 સદી અને 12 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈ સ્કોર 117 રન છે. 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. વિરાટ કોહલીએ 11 મેચની 11 ઇનિંગ્સમાં બેટિંગ કરીને 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.

વધુ વાંચો: સુપર-8માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, બાંગ્લાદેશને 50 રનથી હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું

જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ સામેની મેચ પહેલા વિરાટ કોહલીના બેટથી વધુ રન નથી નીકળ્યા. પહેલી ત્રણ મેચમાં તે ડબલ ફિગર પણ પાર કરી શક્યો નહોતો. ટૂર્નામેન્ટની પહેલી ત્રણ મેચમાં કોહલીએ આયર્લેન્ડ સામે માત્ર 01 રન અને પાકિસ્તાન સામે 04 રન બનાવ્યા હતા, જ્યારે અમેરિકા સામેની મેચમાં કોહલી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની સુપર-8 મેચમાં તેણે પોતાની લય પાછી મેળવી હતી અને 24 બોલમાં 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશ સામે તેણે સારી ઇનિંગ રમી અને પોતાની લય પાછી મેળવી લીધી, જેના માટે કોહલી જાણીતો છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 Virat Kohli Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ