બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / સુપર-8માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, બાંગ્લાદેશને 50 રનથી હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું

IND vs BAN / સુપર-8માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, બાંગ્લાદેશને 50 રનથી હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું

Last Updated: 11:52 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 197 રનનો ટાર્ગેટ બાંગ્લાદેશની ટીમને આપ્યો હતો. જ્યારે બાંગ્લાદેશની ટીમ 8 વિકેટે 146 રન બનાવ્યા હતા, આમ ભારતીય ટીમ 50 રને જીત મેળવી છે.

વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ એન્ટીગુઆના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. જે મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 197 રનનો ટાર્ગેટ બાંગ્લાદેશની ટીમને આપ્યો હતો. જ્યારે બાંગ્લાદેશની ટીમ 8 વિકેટે 146 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 50 રને જીત મેળવી છે.આ હાર સાથે બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

બાંગ્લાદેશ ટીમના કેપ્ટન નઝમુલ હુસૈન શંતોએ 32 બોલમાં સૌથી વધુ 40 રનની ઇનિંગ રમી હતી. જ્યારે તંજીદ હસને 29 રન અને રિશદ હુસૈને 24 રન બનાવ્યા હતા.તો બીજી તરફ ભારતીય ટીમના સ્પિનર ​​કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહએ 2-2 સફળતા મળી હતી.

ટીમ ઈન્ડિયા નોંધાવશે રેકોર્ડ

ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 49 મેચ રમી છે જેમાંથી 33 મેચ જીતી છે અને 15 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા શ્રીલંકાની ટીમના રેકોર્ડ સુધી પહોંચી ગઈ છે. શ્રીલંકાએ ટી20 વર્લ્ડ કપમાં પણ અત્યાર સુધી 33 મેચ જીતી છે. ત્યારે ટીમ ઈન્ડિયાની નજર હવે આ રેકોર્ડ તોડવા પર છે.

આ પણ વાંચો: 'હું જ્યાં છું ત્યાં ખુશ છું', તો શું ગૌતમ ગંભીર નહીં બને ટીમ ઇન્ડિયાના હેડ કોચ?

ભારતની દમદાર બેટિંગ

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 28 બોલમાં 37 રન, રિષભ પંતે 24 બોલમાં 36 રન અને શિવમ દુબેએ 24 બોલમાં 34 રન બનાવ્યા હતા. જ્યારે ઓપનિંગમાં આવેલા કેપ્ટન રોહિત શર્માએ 11 બોલમાં 23 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ 27 બોલમાં અણનમ 50 રન બનાવ્યા અને પોતાની સ્ટાઈલમાં ફિફ્ટી પૂરી કરી હતી.

તો બીજી તરફ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તનઝીમ હસન અને સ્પિનર ​​રિશાદ હુસૈને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે શાકિબ અલ હસનને એક વિકેટ મળી હતી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 IND vs BAN Match World Cup 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ