બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'હું જ્યાં છું ત્યાં ખુશ છું', તો શું ગૌતમ ગંભીર નહીં બને ટીમ ઇન્ડિયાના હેડ કોચ?
Last Updated: 11:30 AM, 22 June 2024
ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચના સવાલ પર પોતાના નિવેદનથી ગૌતમ ગંભરે હડકંપ માચવી દીધો છે. અત્યાર સુધી ગંભીર નવા હેડ કોચ બનશે તેવા રિપોર્ટ્સ હતા પરંતુ લેટેસ્ટ સ્ટેટમેન્ટને સાંભળ્યા બાદ લાગી રહ્યું છે કે કંઈ પણ ફાઈનલ નથી.
ADVERTISEMENT
ભારતના પૂર્વ બેટ્સમેન અને IPL 2024માં KKRમાં મેન્ટોર રહેલા ગૌતમ ગંભીરને કોલકાતામાં જ્યારે ભારતીય ટીમના હેડ કોચ બનવા પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે તેના પર સીધી રીતે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી નાખ્યો. ગંભીરે બસ આટલું જ કહ્યું કે તે હાલ જ્યાં છે ત્યાં ખુશ છે. વધારે આગળનું નથી વિચારતા.
ADVERTISEMENT
પુરો થઈ રહ્યો છે રાહુલ દ્રવિડનો કાર્યકાળ
ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ 2024ના બાદ પુરો થઈ રહ્યો છે. રાહુલ દ્રવિડના બાદ ગૌતમ ગંભીરને નવા હેડ કોચ બનાવવાનો રિપોર્ટ પણ સામે આવ્યો હતો.
એવી પણ ખબર હતી કે કોચ બનવા માટે BCCIની પાસે અરજીની પણ ફક્ત ગંભીરની જ આવી હતી. અહીં સુધી કે રિપોર્ટ એવો પણ છે કે કોચ બનવા માટે જે એક શખ્સનું ઈન્ટવ્યૂ BCCIની ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ લધુ છે તે બસ ગંભીર છે. આ મીડિયા રિપોર્ટ્સ બાદ ગંભીરે એમ કહ્યું કે તે આટલા દૂરનું નથી વિચારી રહ્યા.
ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાના સવાલ પર ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે કોલકાતામાં એક ઈન્ટરવ્યૂમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાના સવાલ પર કહ્યું કે તેનો જવાબ આપવો હાલ મુશ્કેલ છે. હું તેના આગળનું વિચારી પણ નથી રહ્યો.
હાલ હું બસ એજ કહી શકું છું કે જ્યાં છું ત્યાં ખુશ છું. ગૌતમ ગંભીરે આ નિવેદન પશ્ચિમ બંગાળમાં આપ્યું પરંતુ તેના પર બધાને રસ પડી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.