ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / What is the probability of IPL deletion due to corona virus

ક્રિકેટ / કોરોના વાયરસને કારણે IPL રદ્દ થવાની સંભાવના કેટલી?

Published By: Intern

Last Updated: 07:09 PM, 4 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ ફેલાયેલો છે. ત્યારે હવે ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અને અત્યારસુધી 28 કેસ નોંધાયા છે. ત્યારે હવે એવી અટકળો સામે આવી છે કે આ વખતની IPL રદ્દ થઈ શકે છે. કારણ કે હાલ દુનિયાભરની મોટી ઈવેન્ટ્સ રદ્દ થઈ રહી છે.

ADVERTISEMENT

  • કોરોનાના કારણે IPL રદ્દ થવાની સંભાવના કેટલી?
  • ઘણી રમતો અને ઈવેન્ટ્સ રદ્દ થઈ રહી છે
  • આ વાત પર હજુ કોઈ નિર્ણય લીધો નથી

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ઘણી બધી ઇવેન્ટો અને રમત ગમતની સ્પર્ધાઓ રદ્દ થઈ રહી છે ત્યારે હવે IPLને લઈને અટકળો સામે આવી રહી છે કે IPL રદ્દ થશે કે નહિ પરંતુ IPL સંચાલન કમિટીના અધ્યક્ષ બ્રિજેશ પટેલે મંગળવારે જણાવ્યું છે કે કોરોના વાયરસ ફેલાવવાના કારણે ટુર્નામેન્ટને કોઈ ખતરો નથી. અને હાલ તો અધિકારીઓ પરીસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

કમિટી પરિસ્થિતિ પર પણ નિરીક્ષણ કરી રહ્યાં છે 
IPL નો શુભારંભ 29 માર્ચે મુંબઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ જંગ થશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 24 મેના રોજ રમાશે. હવે જોવાનું તે રહેશે કે આગળ કેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 

સૌરવ ગાંગુલીની શું પ્રતિક્રિયા છે?


BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે IPLને કોરોના વાયરસથી કોઈ ખતરો નથી અને ગાંગુલીએ વધુ જણાવતાં કહ્યું કે 'હજુ સુધી કંઈ થયું નથી એટલે અમે તેના પર ચર્ચા પણ નથી કરી' જો કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાશે. અત્યાર સુધી ભારતમાં 28 કેસ કોરોના વાયરસના નોંધાયા છે અને દિલ્હી, નોઈડા અને આગ્રામાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે.

કોરોનાના કારણે ઘણી રમતો રદ્દ કરવામાં આવી છે 
કોરોના વાયરસને લઈને ઘણી રમતો રદ્દ કરવામાં આવી છે. કોરોનાના કારણે ઓલિમ્પિક ક્વોલિફાઇની તમામ ઇવેન્ટ્સ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જર્મન ઓપન, વિયેતનામ ઓપન અને અઝલાન શાહ ટુર્નામેન્ટ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત શૂટિંગ વર્લ્ડ કપ અને ઉ.કોરિયામાં મેરેથોન રદ્દ કરવામાં આવો છે.  


 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Cricket IPL આઈપીએલ કોરોના વાયરસ ક્રિકેટ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ