બ્રેકિંગ ન્યુઝ
VTV / Relationship / what happens if you stop taking birth control pills in mid
ચલો તમને જણાવીએ જો તમે અધવચ્ચેથી જ બર્થ કંટ્રોલ પિલ્સનું સેવન બંધ કરી દો છો અથવા ગોળી ખાવાનું ભૂલી જાવ છો તો શું થાય છે.
ADVERTISEMENT
કઇ મહિલાઓને પિલ્સ લેવાની સલાહ આપવામાં આવે છે
સામાન્ય રીતે ગર્ભનિરોધક ગોળી એ મહિલાઓને સલાહ આપવામાં આવે છે જે યૌન રૂપથી સક્રિય છે અને ગર્ભાવસ્થામાં સુરક્ષા ઇચ્છે છે. આ ઉપરાંત પીસીઓસ અથલા પીસીઓડી, વાળ પતલા થવા અથવા વાળ ઊતરવા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પણ ડોક્ટર્સ આ દવા લેવાની સલાહ આપે છે.

ADVERTISEMENT
ઇમરજન્સી અને ગર્ભનિરોધક ગોળીમાં અંતર
મોટાભાગે મહિલાઓ મૂંઝવણમાં રહે છે. પરંતુ આજે અમે તમને બંને વચ્ચે શું અંતર હોય છે એ જણાવી દઇએ છીએ. કૉન્ટ્રેસેપ્ટિવ પીલ એ હોય છે જેને તમે મહિવા અનુસાર લો છો. પરંતુ જે મહિલાઓ સેફ્ટી વગર સંબંધ બાંધે છે એમને પ્રેગનેન્સીથી બચવા માટે જે પીલ આપવામાં આવે છે એને ઇમરજન્સી પીલ કહેવામાં આવે છે.
કેવી રીતે કામ કરે છે ગર્ભનિરોધક ગોળીઓ?
વાસ્તવમાં આ પિલ્સ લેવાથી ઓવયૂલેશન રોકાઇ જાય છે, જેનાથી ઇંડા ઓવરીઝની બહાર નિકળી શકતા નથી. પરંતુ ઇંડા ઓવરીની બહાર આવી જાય તો તે સ્પર્મના સંપર્કમાં આવી જાય છે પરંતુ તમામ પિલ્સ આવી રીતે કામ કરતી નથી. કેટલીક પીલ્સ ગર્ભાશયની અંદર બનતી પરતને જાડી કરે છે, જેનાથી સ્પર્મ ઇંડા સુધી પહોંચી શકતા નથી.
ADVERTISEMENT
કેટલી અસરકારક છે આ ગોળીઓ?
એક્સપર્ટનું કહેવું છે કે આ પીલ્સ ત્યારે અસર કરે છે જ્યારે એને સમયસર અને સાચી રીતે લેવામાં આવે. જો મહિલાઓ વચ્ચેથી ગોળીઓ લેવાનું બંધ કરી દે તો એના પ્રેગનેન્ટ થવાના ચાન્સિસ વધી જાય છે. એક્સપર્ટનું કહેવું છે કે જો ગોળીઓનો કોર્સ પૂરો કરવામાં આવે તો એ 99% કામ કરે છે.

ADVERTISEMENT
શું થશે જો મિસ થઇ જાય રૂટીન...
ADVERTISEMENT
જ્યારે મહિલાઓ પ્રેગનેન્સી માટે પૂરી રીતે તૈયાર રહે છે તો એ વચ્ચેથી જ લેવાનું બંધ કરી દે છે. જો કે પીલ્સ બંધ કર્યા બાદ પીરિયડ્સ અને ઓવયૂલેશવ ચક્ર સામાન્ય થવામાં થોડો સમય લાગી જાય છે. આ ઉપરાંત અચાનક પીલ્સ વચ્ચે છોડી દેવાથી ખીલ, મોડા પીરીયડ્સ, મૂડ સ્વિંગ્સ, વાળ પાતળા થવા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. એવામાં તમારે તમારા ડોક્ટર સાથે સંપર્ક કરવો જોઇએ.

ADVERTISEMENT
શું કરશો?
હવે વાત આવે છે કે જ્યારે તમે ગોળી લેવાનું ભૂલી જાવ તો શું કરશો? જો તમે ગોળી લેવાનું ભૂલી ગયા છો તો એને જલ્દીથી જલ્દી લેવાનો પ્રયત્ન કરો. તમારે વધારે મોડું કરવું જોઇએ નહીં. જેટલી જલ્દી દવા લેશો એટલું રિસ્ક ઓછું થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.