ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બાથરૂમમાં લોકો સ્માર્ટફોન પર શું જુએ છે? થયો મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો
Last Updated: 11:19 AM, 8 September 2025
ADVERTISEMENT
લોકોને મોબાઈલ ફોનની એવી આદત પડી ગઈ છે કે, એક મિનિટ પણ તેમને ફોન વગર ચાલતું નથી. જ્યારે ટોઇલેટમાં જાય ત્યારે પણ ફોન અંદર લઈને જતા હોય છે અને તેનો યુઝ પણ કરે છે. એવામાં એક નવી અમેરિકન સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમાં કહેવાયું છે કે, ટોઇલેટમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી હરસ (મસા)થવાનું જોખમ લગભગ 46% વધી શકે છે. આ સિવાય બાથરૂમમાં લોકો સ્માર્ટફોન પર શું જુએ છે તે પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
હરસ અથવા મસા શરીરનો એક સામાન્ય ભાગ છે. જે ગુદા પાસે રક્તવાહિનીઓ અને પેશીઓનો સમૂહ હોય છે, તે મળ ત્યાગને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે તે સામાન્ય હોય છે ત્યારે કોઈ સમસ્યા નથી હોતી પરંતુ જ્યારે સોજો આવે ત્યારે દુખાવો, લોહી આવવું અને ગાંઠ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તે ઇન્ટર્નલ (અંદર) અથવા એક્સ્ટર્નલ (બહાર) બંને હોઈ જગ્યાએ હોઈ શકે છે.
ADVERTISEMENT
હરસની સમસ્યા અનેક લોકોમાં જોવા મળે છે. અડધાથી વધુ લોકો તેમના જીવનના કોઈને કોઈ સમયે તેનો સામનો કરે છે. આ વાત એવા લોકો સાથે વધુ થઈ શકે છે જો તેઓ 45 વર્ષથી વધુ ઉંમરના હોય, ગર્ભવતી હોય, વધારે વજન ધરાવતા હોય, વારંવાર કબજિયાત કે ઝાડાથી પરેશાન રહેતા હોય, વારંવાર ભારે વજન ઉપાડતા હોય, લાંબા સમય સુધી ટોઇલેટ પર બેસી રહેતા હોય.
ADVERTISEMENT
એવામાં વિચાર આવે કે, ફોન અને હરસ વચ્ચે શું સંબંધ હોઈ શકે? કેમ કે, લાંબા સમય સુધી ટોઇલેટ સીટ પર બેસવાથી પેલ્વિક ફ્લોર મસલ્સ પર દબાણ વધે છે. આથી ગુદાની નસોમાં લોહી જમા થવા લાગે છે અને પાઈલ્સની સમસ્યા શરૂ થઈ શકે છે. ખુરશી કે સોફા પર બેસવાથી આ અસર નથી થતી કારણ કે ત્યાં સપોર્ટ હોય છે. પરંતુ તે પ્રેશર ટોઇલેટ સીટ પર વધુ હોય છે.
ADVERTISEMENT
અમેરિકામાં થયેલી આ સ્ટડી 45 વર્ષથી વધુ ઉંમરના 125 લોકોનો સમાવેશ કરાયો હતો, જેઓ કોલોનોસ્કોપી કરાવી રહ્યા હતા. સંશોધકોએ તેમને ટોઇલેટ પર સ્માર્ટફોન વાપરવાની તેમની આદતો વિશે પ્રશ્નો પૂછ્યા. જેમાં જાણવા મળ્યું કે, 66% લોકો ટોઇલેટ પર સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેમાંથી મોટાભાગના લોકો સમાચાર વાંચતા જોવા મળ્યા (54%) અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા (44%). સ્માર્ટફોન યુઝર્સ લાંબા સમય સુધી ટોયલેટમાં બેસે છે તેમાં લગભગ 37% લોકો 5 મિનિટથી વધુ સમય સુધી બેસે છે, જ્યારે ફોન વગરના ફક્ત 7% લોકો આટલા લાંબા સમય સુધી બેસી રહે છે. સ્માર્ટફોન યુઝર્સમાં પાઈલ્સનું જોખમ 46% વધુ હોવાનું જાણવા મળ્યું. આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું કે, સ્ટ્રેનિંગ(જોર લગાવવુ)ની એટલી અસર નહતી જેટલી લાંબા સમય સુધી ટોયલેટમાં બેસવા પર થતી.
ADVERTISEMENT
અગાઉ પણ વર્ષ 2020માં, તુર્કી અને ઇટાલીના સંશોધનોએ સાબિત કર્યું હતું કે લાંબા સમય સુધી ટોયલેટમાં બેસનારાઓમાં પાઈલ્સનું જોખમ અને ગંભીરતા વધે છે.
ADVERTISEMENT
દરરોજ પૂરતા પ્રમાણમાં ફાઇબર અને પાણી લો જેથી કબજિયાતની સમસ્યા ન રહે, ટોયલેટમાં વધુ સમય સુધી ન બેસો. ફોન અને અન્ય ડિસ્ટ્રેક્શન બાથરૂમની બહાર રાખીને બેસો. જો તમને રક્તસ્ત્રાવ, દુખાવો અથવા ગાંઠ જેવી કોઈ સમસ્યા દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
આમ ઉલ્લેખનીય છે કે,પાઈલ્સથી બચવાનો સૌથી સહેલો રસ્તો ટોયલેટમાં વધુ સમય સુધી ન બેસો અને તમારા આહારમાં ફાઇબર અને પાણીની માત્રા વધારો. પાઈલ્સ ગમે તે ઉંમરની વ્યક્તિને કોઈને પણ થઈ શકે છે, પરંતુ તમારી ઉંમર વધવાની સાથે જોખમ વધે છે. સ્માર્ટફોન હરસનું સીધું કારણ નથી, પરંતુ તે પાઈલ્સનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી ટોયલેટમાં બેસી રહેવાથી પાઈલ્સનું જોખમ લગભગ 46% વધી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT