ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વરસાદની સીઝનમાં પરસેવાથી સ્કિન રેશિસનું જોખમ, આ રીતે સુરક્ષિત રાખો તમારી ત્વચા

લાઈફસ્ટાઈલ / વરસાદની સીઝનમાં પરસેવાથી સ્કિન રેશિસનું જોખમ, આ રીતે સુરક્ષિત રાખો તમારી ત્વચા

Published By: Shilpa Parmar

Last Updated: 08:09 AM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Skin Rashes During Monsoon: ચોમાસાની ઋતુમાં ત્વચાની કેર કરવી ખૂબ જ જરૂરી છે. જો સ્કિનની યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો ચામડી પર રેશિસ થઈ શકે છે. જાણી લો તેનાથી બચવાના ઉપાય.

ADVERTISEMENT

વરસાદી ઋતુમાં હવામાં ભેજ વધી જાય છે, જેના કારણે સ્કિનના રોમછિદ્રો પસીનાથી બંધ થઈ જાય છે. જ્યારે પસીનો બહાર નહીં નીકળે, ત્યારે ત્વચા પર લાલ નિશાન, ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

જો લાંબા સમય સુધી ભીના કપડાં પહેરવામાં આવે, સિન્થેટિક ફેબ્રિકના કપડાં પહેરવામાં આવે અથવા વરસાદમાં વારંવાર ભીંજાવાથી પણ ત્વચામાં રેશિસ અને ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે.

ખાસ કરીને જેમની ત્વચા સેન્સિટિવ હોય છે, તેઓને આ સિઝનમાં ખંજવાળ, લાલ દાણા અને ચામડીમાં લાલાશ થઈ જવાની સમસ્યાઓનો વધારે સામનો કરવો પડે છે.

skin-rashies

સ્કિનને રેશિસથી બચાવવા આટલું કરો

  • કોટનના કપડાં પહેરો

આ સિઝનમાં હળવા અને ઢીલા કોટનના કપડાં પહેરવા શ્રેષ્ઠ છે. કોટન પસીનો શોષી લે છે અને ત્વચાને શ્વાસ લેવાની જગ્યા આપે છે, જેના કારણે રેશિસ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

  • ત્વચાને સૂકી રાખો

વરસાદમાં ભીંજાઈ જાઓ તો તરત જ કપડાં બદલો અને ત્વચાને સારી રીતે સુકાવી લો. ભીની ત્વચા ફંગલ ઇન્ફેક્શન અને રેશિસનું મોટું કારણ બને છે.

  • એન્ટી-ફંગલ પાઉડરનો ઉપયોગ કરો

ભેજ અને પસીનાથી બચવા માટે સ્કિન પર એન્ટી-ફંગલ પાઉડર લગાવવો જરૂરી છે. તે પસીનો તો શોષી જ લે છે, પણ સાથે ત્વચાને બેક્ટેરિયા અને ફંગસથી પણ સુરક્ષિત રાખે છે.

skin-rashies-2
  • હાઇજિનનું ધ્યાન રાખો

દરરોજ સ્નાન કરો અને માઈલ્ડ સાબુ કે એન્ટી-બેક્ટેરિયલ બોડી વોશનો ઉપયોગ કરો. તેનાથી ત્વચા સ્વચ્છ રહેશે અને ઇન્ફેક્શન થવાનું જોખમ ઓછું થશે.

  • હાઇડ્રેશન અને હેલ્થી ખોરાક

શરીરને હાઇડ્રેટ રાખવું પણ એટલું જ જરૂરી છે. પૂરતું પાણી પીવો અને ખોરાકમાં ઋતુગત ફળ તથા લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેનાથી ત્વચાની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તે ઇન્ફેક્શન સામે લડવા સક્ષમ બને છે.

વધુ વાંચો : સવારે પ્રેશર વગર જ પેટ સાફ આવશે, આ દેશી ફૂડથી મળશે કાયમી રાહત

ડૉક્ટર પાસે ક્યારે જવું?

જો રેશિસ લાંબા સમય સુધી રહે, તેમાં પાસ ભરાઈ જાય અથવા ખૂબ બળતરા થવા લાગે, તો તેને અવગણશો નહીં અને તરત જ ડર્મોટોલોજિસ્ટનો સંપર્ક કરો. સમયસર સારવાર લેવાથી મુશ્કેલી વધતી અટકાવી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips Skin care in Monsoon Skin Rashes During Monsoon

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ