ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Water: How much should you drink every day?

હેલ્થ ટીપ્સ / વધારે પ્રમાણમાં પાણી પીવું શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે, જાણો કેમ

Published By: Kavan

Last Updated: 09:18 PM, 8 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણી આરોગ્ય માટે જરુરી છે. પાણી પીવાથી શરીર સાફ અને સ્કીન હેલ્ધી રહે છે. આમ વિચારીને કેટલાક લોકો જરુરિયાત કરતા વધુ અને તરસ ન લાગે તો પણ પાણી પીતા રહે છે. જરુરિયાત કરતા વધુ પાણી પીવાથી મેદસ્વીતા પણ આવી શકે છે. સામાન્ય રીતે લોકો માને છે કે પાણી પીવાથી વજન ઘટે છે અને ફેટ બર્ન થાય છે. આ વાત સાચી પણ છે.

ADVERTISEMENT

  • વધુ પાણી પીવાથી શરીરને થઇ શકે છે નુકસાન
  • વધુ પાણી પીવાથી મેદસ્વીતા વધે 

સામાન્ય રીતે ડોક્ટર માને છે કે એક સ્વસ્થ વ્યક્તિએ એક દિવસમાં 2-4 લિટર પાણી પીવું જોઇએ. ખાસ પરિસ્થતિ જેમ કે જિમ, એક્સર્સાઇઝ, ભારે મહેનત કે ગરમીના કારણે તેની માત્રા વધી શકે છે. જો તમે રોજ પાંચ થી છ લિટર પાણી પીશો તો તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પણ પડી શકે છે.

પાણી પીવાથી આમ વધે છે વજન

આપણુ વજન ત્યારે વધે છે જ્યારે શરીરમા ફેટ જમા થાય છે. જામેલા ફેટ સેલ્સમાં પાણીની માત્રા પણ હોય છે. આવા સંજોગોમાં જો તમે જરુર કરતા વધુ પાણી પીવો છો તો કિડની બધા પાણીને બહાર કાઢવામાં સક્ષમ હોતી નથી. બચેલુ પાણી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનુ બેલેન્સ બગાડે છે. તેનાથી પાણી શરીરમાં જમા થઇ જાય છે અને તમારુ વજન વધી જાય છે. 24 કલાકમાં જ આ જમા થયેલુ પાણી શરીરમાંથી નીકળી જાય છે. જો તમને રોજ વધુ પાણી પીવાની આદત હોય તો તમને મેદસ્વીતાની સમસ્યા થઇ શકે છે.

How Much Water Is Too Much Water To Drink in a Day?

વધુ તરસ કેમ લાગે છે

સામાન્ય રીતે વધુ સોડિયમ અને ઓછા પોટેશિયમના સેવનથી વધુ તરસ લાગે છે. મીઠું સોડિયમમાંથી બનેલુ હોય છે તેથી વધુ મીઠુ ખાનાર લોકોને વધુ તરસ લાગે છે. મીઠુ સેલ્સમાંથી પાણીને બહાર કાઢે છે. આવા સંજોગોમાં જો તમે વધુ મીઠુ ખાવ છો તો તમારી કોશિકાઓ મગજને જલ્દી જલ્દી તરસ લાગવાના સંકેત મોકલવા લાગે છે.

કિડની પર ખરાબ અસર

જરુરિયાત કરતા વધુ પાણી પીવાથી ઓવરહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. તેની સીધી અસર કિડની પર પડે છે. કિડની આપણા શરીરમાં પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. જો તમે રોજ વધુ માત્રામાં પાણી પીતા હો તો કિડની પર વધુ બોજ પડે છે. લાંબા સમયે કિડની ફેલ થવાનો ખતરો પણ રહે છે.

હાલમાં ભારતીય વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે તેની વેબસાઇટ પરથી એવી તમામ કૉલેજના નામ હટાવી દીધા છે, જ્યાં એમબીબીએસનો અભ્યાસક્રમ અંગ્રેજીમાં ભણાવવામાં આવશે નહીં. નવા નિયમ આવ્યા બાદ અન્ય કૉલેજોમાં પ્રવેશ લેનાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે મેન્ડરિન શીખી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Water drink ગુજરાતી ન્યૂઝ પાણી Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ