બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / ચોમાસામાં ટ્રેકિંગના શોખીનો માટે બેસ્ટ છે આ જગ્યાઓ, ઇતિહાસના શોખીનોને પણ મળી જશે સ્વર્ગ!
ભટકતી આત્મા
Last Updated: 10:26 AM, 6 July 2025
આજે વાત કરીએ મહારાષ્ટ્રમાં પૂણેથી નજીક આવેલા એક કિલ્લા વિશે જે સહ્યાદ્રી પર્વતમાળા પર ઊંચાઈ પર આવેલો છે. 2000 વર્ષ જૂનો આ કિલ્લો છે સિંહગઢ, જેને પોતાના સમયમાં યુદ્ધો જોયા છે. જે હાલમાં એક પ્રવાસન સ્થળ બની ગયું છે. ચોમાસામાં અહીં મુલાકાતીઓની ભીડ વધી જાય છે, અહીં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સિંહગઢ કિલ્લો શા માટે આટલો લોકપ્રિય છે? તેને શું ખાસ બનાવે છે? ચાલો જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
સિંહગઢ કિલ્લો અગાઉ "કોંઢાણા" તરીકે ઓળખાતો હતો, જેનું નામ કૌંડિન્ય ઋષિના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેનો વાસ્તવિક ઇતિહાસ વર્ષ 1670માં સિંહગઢના યુદ્ધ સાથે જોડાયેલો છે, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજે આ કિલ્લાને મુઘલો પાસેથી પાછો કબજે કર્યો હતો. આ યુદ્ધમાં, તાનાજી માલુસરેએ રાતના અંધારામાં સખત ચઢાણ કર્યા પછી કિલ્લા પર હુમલો કર્યો અને કિલ્લો જીતી લીધો, પરંતુ તેઓ પોતે શહીદ થઈ ગયા. તે સમયે શિવાજી મહારાજે દુઃખદ અવાજમાં કહ્યું હતું, "ગડ આલા, પન સિંહ ગેલા." ("કિલ્લો આવ્યો, પણ સિંહ ગયો.") ત્યારથી જ કિલ્લાનું નામ પડ્યું "સિંહગઢ".
ADVERTISEMENT
આ કિલ્લા પરથી સહ્યાદ્રી પર્વતમાળા આખી દેખાય છે. કિલ્લાના બંને મુખ્ય પ્રવેશદ્વારો - પુણે દરવાજા અને કલ્યાણ દરવાજા - ની ડિઝાઇન દર્શાવે છે કે આ સ્થળ ઇતિહાસમાં કેટલું મહત્ત્વપૂર્ણ હતું. આ કિલ્લો ટ્રેકિંગના શોખીનો માટે સ્વર્ગ જેવો છે. કિલ્લાના દરવાજાઓમાં પુણે દરવાજા પુણે તરફ છે, અને કલ્યાણ દરવાજા, કોંકણ પ્રદેશ તરફ ખુલે છે. કિલ્લા પરથી સહ્યાદ્રિના સુંદર દૃશ્યો અને ઠંડી હવામાં મનને ઘણી રાહત મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સિંહગઢ કિલ્લો ટ્રેકિંગના શોખીનો અને ભોજન પ્રેમીઓ માટે સ્વર્ગ છે. બે મુખ્ય ટ્રેકિંગ રૂટ પર જુદા-જુદા અનુભવો થાય છે, જેમાં સિંહગઢ ગામનો માર્ગ 2.7 કિમીનો મિડિયમ પડકારજનક ટ્રેક છે, જેમાં લગભગ 1.5-2 કલાક લાગે છે, જ્યારે કલ્યાણ દરવાજાનો રસ્તો વધુ ઊંચો છે અને સાહસપ્રેમીઓ માટે યોગ્ય છે. આ રસ્તેથી ટ્રેકર્સને આકર્ષક મનોહર દૃશ્યો પણ જોવા મળે છે. સિંહગઢ કિલ્લો આખું વર્ષ સવારે 5 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. જો તમે કિલ્લા પર ટ્રેકિંગ કરી રહ્યા છો, તો કોઈ પ્રવેશ ફી નથી. જો કે, ખાનગી વાહનોના પ્રવેશ માટે વધારાની ફી છે.
ADVERTISEMENT
સિંહગઢ આવો તો રસ્તાની બાજુમાં આવેલી નાની ખાણીપીણીની દુકાનો, અથવા ટપરી પર મહારાષ્ટ્રીયન ભોજન જરૂર કરવું. પીઠલા ભાખરી અને ઝુંકા ભાકર, ક્રિસ્પી કાંદા ભજી (ડુંગળીના ભજીયા) જેવી વાનગીઓ ચોમાસામાં ખાવાની મજા આવી જશે. સાથે જ એક ગ્લાસ ઠંડુ તાક (છાશ) થાકેલા ટ્રેકર્સને તાજગી આપે છે.
આ પણ વાંચો: 100 વર્ષ જૂની ટ્રેન તમને લઈ જશે સીધા ‘સ્વર્ગમાં’, જ્યાં વાહનોને પણ છે નો એન્ટ્રી
આ સિવાય બીજી જગ્યા વિશે વાત કરીએ તો લોહાગઢ કિલ્લા પર ટ્રેક કરવા જઈ શકાય. આ કિલ્લો પુણેથી લોનાવાલા જતા આવે છે. મરાઠા સામ્રાજ્યના યુગનો આ ભવ્ય લોહાગઢ કિલ્લો પ્રાચીન સ્થાપત્ય અને કુદરતી સૌંદર્યનું મિશ્રણ છે. અહીં પરિસરમાં બ્રાહ્મી લિપિમાં શિલાલેખ પણ જોઈ શકો છો! સમુદ્ર સપાટીથી 1000 મીટરથી વધુની ઊંચાઈ પર, કિલ્લા સુધીનો ટ્રેક ખૂબ જ અઘરો નથી, પહેલીવાર જતા હોવ તો પણ વધારે થાક નહીં લાગે. અહીં આકર્ષક ચઢાણ પછી જે દૃશ્યો જોવા મળશે કે એવું લાગશે અહીં આવવું સફળ રહ્યું!
લોહાગઢ કિલ્લો ટ્રેકિંગના શોખીનો, ઇતિહાસના શોખીનો માટે એક સ્વપ્નસૃષ્ટિ જેવો છે. તમે મિત્રો સાથે લોહગઢ કિલ્લા પર વિકેન્ડ પર હાઇકિંગ માટે જઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.