બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:32 PM, 14 June 2025
આજે હું ભટકતી આત્મા તમને એક એવી સફર પર લઈ જઈશ, જેણે મારા દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આ સફર ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ન હતી, ટાઇમ ટ્રાવેલ જેવો જાદુઈ અનુભવ હતો - નેરલથી માથેરાન સુધીની ટોય ટ્રેનની સવારી! આ ટોય ટ્રેનની મુસાફરી દરમિયાન મને કુદરતનું એક અનોખું કેનવાસ જોવા મળ્યું, જે મેં ફક્ત ફિલ્મોમાં જ જોયું હતું.
ADVERTISEMENT
પશ્ચિમ ઘાટનું કુદરતી સૌંદર્ય
કલ્પના કરો... તમે એક નાના, રંગબેરંગી કોચમાં બેઠા છો, બારીની બહાર પશ્ચિમ ઘાટની અસ્પૃશ્ય સુંદરતા તમારી સામે દેખાઈ રહી છે. ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી છે, જાણે કોઈ જૂની વાર્તા કહી રહી હોય. લીલાછમ જંગલો, ઝાડ, વળાંકવાળા રસ્તાઓ... દરેક વળાંક પર એક નવું દ્રશ્ય... આ અનુભવ વધુ યાદગાર બની જાય છે, ખાસ કરીને ચોમાસામાં, જ્યારે દરેક પાંદડું ધોવાયેલું અને ચમકદાર દેખાય છે. ઠંડી હવા ચહેરાની ત્વચાને અડીને પસાર થાય છે, અને તમે શહેરની ધમાલને પાછળ છોડીને પ્રકૃતિની ગોદમાં ખોવાઈ જાઓ છો. આ મુસાફરી ફક્ત આંખોને જ ઠંડક નથી આપતી, અંતરઆત્માને પણ સુકુન આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક સદી જૂની યાત્રા
આ ફક્ત એક ટ્રેન કે ટ્રેનની મુસાફરી નથી! પરંતુ એક વારસો છે! નેરલ-માથેરાન ટોય ટ્રેન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો એક ભાગ છે. આ 100 વર્ષથી વધુ જૂની ટ્રેન તમને એવા યુગમાં પાછા લઈ જાય છે જ્યારે મુસાફરી ફક્ત ડેસ્ટીનેશન સુધી પહોંચવાનું સાધન નહોતું, પરંતુ એક અનુભવ હતો. આ ટ્રેનમાં બેસતાની સાથે જ એવું લાગવા લાગે છે કે તમે કોઈ ફિલ્મમાં છો.
ADVERTISEMENT
તોફાની વાંદરાઓ અને ફોટોગ્રાફીની તકો
સફર દરમિયાન, કેટલાક તોફાની વાંદરાઓ સાથે પણ મુલાકાત થઈ, જેઓ કુતૂહલથી ટ્રેન અને મુસાફરોને જોઈ રહ્યા હતા, જાણે પૂછી રહ્યા હોય કે, "તમે બીજું શું લઈને આવ્યા છો?" તે એક ફની મોમેન્ટ હતી. ધીમી ગતિએ ચાલતી ટ્રેનમાંથી ફોટોગ્રાફી કરવાની પણ મજા આવી જશે. ગ્રીન લેન્ડસ્કેપ, ટ્રેનનો વિન્ટેજ લૂક, આસપાસના વન્યજીવનની ઝલક. દરેક ફ્રેમમાં કહેવા માટે એક વાર્તા મળી જશે.
ADVERTISEMENT

જેમ-જેમ ઊંચાઈ વધતી ગઈ, દ્રશ્યો વધુ સુંદર થતા ગયા
ADVERTISEMENT
જેમ-જેમ ટ્રેન ઉપર ચઢતી ગઈ, એમ એમ ઊંડી ખીણો, મોટા-મોટા પથ્થરો, દૂર ક્ષિતિજ પર ફેલાયેલા પહાડોનું દ્રશ્ય જોઇને શ્વાસ અટકી જશે. જેમ જેમ આપણે માથેરાન નજીક પહોંચીએ છીએ તેમ તેમ સુંદરતા વધતી જશે.
આ પણ વાંચો: ચોમાસામાં ટ્રેકિંગ, કેમ્પિંગ કરવું હોય, તો પહોંચી જાવ અહીં, 3 દિવસમાં થશે સ્વર્ગનો અનુભવ
માથેરાન કે જ્યાં વાહનોને એન્ટ્રી નથી
અને પછી, અંતે, માથેરાન રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા. માથેરાન વિશેની સૌથી અનોખી વાત એ છે કે અહીં કોઈ વાહનોને પ્રવેશની મંજૂરી નથી. અહીં પહોંચતા જ તમે એક અલગ દુનિયામાં પહોંચી જાવ છો, જ્યાં ફ્રેશ એર છે, વાહનોનો શેર બકોર નથી. સ્ટેશન પર ઉતર્યા પછી, પગપાળા, ઘોડા પર અથવા હાથથી ખેંચાતી રિક્ષામાં આ સુંદર હિલ સ્ટેશન એક્સ્પ્લોર કરો શકો છો.

નેરલ-માથેરાન ટોય ટ્રેનમાં આ મુસાફરી ફક્ત પરિવહનનું સાધન નથી; તે એક અવિસ્મરણીય અનુભવ છે. માથેરાનની મુલાકાત લેનાર દરેક વ્યક્તિએ એકવાર તેનો અનુભવ કરવો જ જોઈએ. મારું માનો તો આ મુસાફરી તેના ડેસ્ટીનેશન જેટલી જ યાદગાર બની જશે.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.