બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / ચોમાસામાં ટ્રેકિંગ, કેમ્પિંગ કરવું હોય, તો પહોંચી જાવ અહીં, 3 દિવસમાં થશે સ્વર્ગનો અનુભવ
Last Updated: 03:32 PM, 14 June 2025
માથેરાનમાં ફર્યા અને ટોય ટ્રેનની મુસાફરી પછી આ વખતે ભટકતી આત્મા પહોંચી ગઈ છે, માથેરાનમાં કેમ્પિંગ કરવા માટે. મારું માનો તો મારો આ અનુભવ નેચર અને એડવેન્ચરનું જબરદસ્ત મિશ્રણ હતું. માથેરાન કેવી રીતે પહોંચવું એ તો બધાને જ ખબર પડી ગઈ હશે અને જો ના ખબર પડી હોય તો મારા અન્ય બ્લોગ્સ વાંચી લો. તમને જાણકારી મળી જશે. પણ આ વખતે તો માથેરાનમાં કેમ્પિંગ કરીશું.
ADVERTISEMENT
માથેરાન પહોંચીને પછી અમે કેમ્પિંગ સાઇટ પર પહોંચવા માટે 11 નંબરની બસ પકડી લીધી, એટલે કે ચાલતા જ કેમ્પિંગ સાઇટ પહોંચ્યા. માથેરાનના બજારથી દૂર અમને લગભગ 20-25 મિનિટ ચાલ્યા હોઈશું. આટલું ચાલવામાં પણ થાક ન લાગ્યો, કારણ કે વાતાવરણ ખૂબ જ આહ્લાદક હતું. અને મિત્રો સાથે ફરવાની મજા પણ અલગ જ હોય છે. ઠંડી હવા અને આસપાસનો લીલોછમ નજારો જોઇને અમારો થાક દૂર થઈ ગયો.

ADVERTISEMENT
માથેરાનનું બજાર પાર કરીને ઘણું દૂર આવ્યા પછી એક ફુવારો દેખાયો, ત્યાંથી ડાબી બાજુ "એલેક્ઝાન્ડર હેરિટેજ" નું બોર્ડ દેખાતું હતું. બસ, અહીંથી સીધો રસ્તો કેમ્પ સાઇટ પર લઈ જશે. કેમ્પ સાઇટ પર પહોંચ્યા પછી, ફ્રેશ થઈને આખી સાઇટ એક્સ્પ્લોર કરી. કેમ્પિંગ એરિયા ઘણો મોટો હતો, અને અહીં બોનફાયર પણ કરી શકાય એમ હતું. રિસેપ્શન એરિયા એક બાજુ હતો, અને બીજી બાજુ કેમ્પ સાઇટ્સ. અમે વહેલા પહોંચી ગયા હતા, એટલે અમે આસપાસ થોડા આંટા માર્યા. સાંજ પડ્યે કેમ્પિંગ સાઇટ વધુ સુંદર બની જવાની હતી, કેમ કે અહીં ઘણા બધા ટેન્ટ લગાવેલા હતા, બધે જ સુંદર લાઈટો લગાવેલી હતી. આ જગ્યા જોઇને ઇમ્પ્રેસ થઈ જશો. કાશ, હું મારા મનના માણિગરને લઈને આવી હોત. એક તો વરસાદ, ભીની માટીની સુગંધ, ટેન્ટ, ઝીણી ઝીણી લાઈટ્સ… વાહ …

ADVERTISEMENT
અહીંના કેમ્પિંગ પેકેજમાં 4 મિલ સામેલ છે- બ્રેક ફાસ્ટ, લંચ, સાંજે મેગી અને ચા, ડિનર. અહીની તમામ સુવિધાઓ જોઇને આશ્ચર્યચકિત થઈ જવાય કે આટલા ઓછા ખર્ચે આટલી બધી સુવિધાઓ મળે છે. અહીં ડિનર કર્યા પછી રાતે આંટો મારવા જવાની મજા આવી જશે. અહીંથી ચાલતા-ચાલતા એલેક્ઝાન્ડર પોઇન્ટ જઈ શકાશે.. 5-10 મિનિટ લાગશે, જઈને પાછા કેમ્પિંગ સાઇટ પહોંચતા અડધો કલાક જેટલો સમય લાગે છે. હા, રાતે અહીંના કોઈ લોકલ ગાઇડ સાથે જ બહાર જવું. રાત્રે, કેમ્પ સાઇટ પર બોનફાયર અને ફિલ્મની વ્યવસ્થા પણ હતી. ડાન્સ કર્યો, ગીતો ગયા અને પછી રાતે લગભગ 12 વાગી ગયા હતા, રાતની મુસાફરી અને પછી દિવસની બધી એક્ટિવીટીને લીધે થાક લાગ્યો અને ટેન્ટમાં જોઈને ઊંઘી ગયા.
આ પણ વાંચો: 100 વર્ષ જૂની ટ્રેન તમને લઈ જશે સીધા ‘સ્વર્ગમાં’, જ્યાં વાહનોને પણ છે નો એન્ટ્રી
ADVERTISEMENT
બીજા દિવસે, અમે સવારે 7 વાગ્યે ઉઠ્યા. રાતે સારી ઊંઘ આવી હતી, સવારનો સમય હતો, તડકો હતો અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. હિલ સ્ટેશનોની ખરી મજા આ જ છે - તડકો અને ઠંડી હવાઓનું કોમ્બીનેશન! સવારે નાસ્તો કર્યો, પછી બેડમિન્ટન રમ્યા, અને થોડીવારમાં જ ચેક આઉટનો સમય થઈ ગયો. અહીં મને 1200 રૂપિયામાં ઘણીબધી પ્રવૃતિઓ કરવા મળી, ચાર ટાઈમનું ભોજન મળ્યું, એકંદરે આ અનુભવ એકદમ બેસ્ટ રહ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.