બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / રાજસ્થાનનો જાણીતો સિંગર તો હતો પાર્ટ ટાઈમ ચોર, યુટ્યુબ પર ફેમસ થવા માટે નિર્દોષોના પૈસા લૂંટી લીધા
Last Updated: 09:00 AM, 3 August 2025
સ્થળ રાજસ્થાન, અને ગરમી ધકધકતા અંગારા જેવી, રેતી તો એવી ચળકે કે જાણે કોઇ સોનું ના હોય. દૂર ક્યાંક છૂટાછવાયા લીલા ઝાંખરામાંથી કાન સુધી પહોંચતો સુમધુર રાજસ્થાની ગીતનો અવાજ. આ રાજસ્થાની સંગીત જેવું રિયલમાં સારું લાગે, એવું જ યુટ્યુબ પર પણ સારું લાગે. એક દિવસ યુટ્યુબ પર રાજસ્થાની ગીતો સાંભળતા જ એક છોકરાની ચેનલ હાથમાં આવી માથે સ્ટાઇલિસ્ટ ટોપી, ચહેરા પર સ્ટાઇલિસ્ટ દાઢી અને આંખો પર હતા કાળા ગોગલ્સ. જે પોતાના મધુર અવાજમાં ગાઇ રહ્યો હતો કોઇ જૂનું રાજસ્થાની ગીત, જાણે કોઇ જૂના સંસ્મરણો ના વાગોળતો હોય.
ADVERTISEMENT
નામ ભરત મીણા, ઓળખ સિંગર અને સપનું હતું સ્ટાર બનવાનું. પરંતુ પાછળથી જે પર્દાફાશ થયો તેનાથી આખું રાજસ્થાન હચમચી ગયેલું.
ADVERTISEMENT
એક સ્ટાર, જે સમય જતા બન્યો 'ચાલાક ચોર'
જયપુરની ગલીઓમાં રહેતો ભરત મીણા, ગાવાનો શોખીન અને કુદરતે ટેલેન્ટ પણ છૂટ્ટે હાથે આપી હતી. પણ કેટલીક વખત સપનાઓ એટલા મોટા થઈ જતા હોય છે કે સપના પૂરા કરવાના રસ્તા જ ફંટાઈ જાય. ભરતનો રસ્તો પણ તેને ગુનાખોરીની એવી દુનિયા તરફ લઈ ગયો, જ્યાં આગળ ડેડ એન્ડ હતો. ભરત મીણા પોતાની સિંગિંગની ટેલેન્ટ દર્શાવવા માટે 'ન્યારો રાજસ્થાન ઓફિશિયલ'નામની યુટ્યુબ ચેનલ ચલાવતો હતો, જ્યાં તે પોતે ગાયેલા ગીતો કમ્પોઝ કરીને અપલોડ કરતો. 2-3 વર્ષ મહેનત કરી, પણ સબસ્ક્રાઈબર 1700થી વધતા નહીં. ત્યાં જ કોઈએ ભરતને કહ્યું કે યુટ્યુબ પર સારા વીડિયો બનાવવા માટે સારા કેમેરા, સારું એડિટિંગ, સારા ઈન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે. હવે એટલા પૈસા તો હતા નહીં કે આટલું ઈન્વેસ્ટમેન્ટ કરી શકાય. ભરતની રાતોની ઉંઘ આ સવાલથી ઉડી ગઈ.
ADVERTISEMENT
આ પણ વાંચો: પહેલા ડ્રમ, હવે ટાઇલ્સ અને કરંટ..., તો પતિદેવ જશે ક્યાં? હવસભૂખી પરિણીતા સગા કાકાને પણ નથી મૂકતી
રાતની ઉડી ગયેલી ઉંઘના સમયનો એણે કર્યો, એણે ષડયંત્ર કરવામાં. એક તરફ જ્યાં તે ક્રિએટિવ ગીતો લખતો, સંગીત બનાવતો ત્યાં આ જ રીતે તેણે ષડયંત્રો રચવાની શરૂઆત કરી. સ્ક્રીપ્ટ લખવાની શરૂઆત કરી. આ સ્ક્રીપ્ટ હતી, લાખો - કરોડો કમાવાની. એ પણ એકાદ નહીં, સંખ્યાબંધ
ADVERTISEMENT
પહેલી લૂંટ
ADVERTISEMENT
લખાયેલી સ્ક્રીપ્ટને અંજામ આપવાનો દિવસ હતો, તા. 8 ફેબ્રુઆરી, 2022
ઘટનાસ્થળ : - બેંક, વિસ્તાર વિધાયકપુરી, (જયપુર)
ADVERTISEMENT
સવાર-સવારનો સમય, હજુ તો સૂરજદાદાનો કુમળો તડકો પણ માથે હતો, ત્યાંજ મોઢે રૂમાલ, અને હાથમાં હથિયાર સાથે જયપુરના વિધાયકપુરી વિસ્તારની બેંકમાં ત્રણ યુવકોએ મારી એન્ટ્રી. પછી શું થયું, કંઇ નહીં, શું થાય, થોડી જ મિનિટોમાં ત્રણેય જણા બેંકના 15 લાખ 30 હજાર લઇને રફુચક્કર થઇ ગયા. પરંતુ બહાર તો એવો માહોલ હતો કે જાણે આસપાસમાં કંઇ જ અજુગતું નથી થયું. કારણ કે ત્રણેય ધુરંધરો ક્યારે આવ્યા, ને ક્યારે જતા રહ્યાં, કોઇને ખબર જ ના રહી. એમાંય લૂંટારુઓ એવાં પ્રોફેશનલ ખેલાડીઓ હતા કે પોલીસ પણ ગોથે ચડી ગઇ, પુરાવો તો નામ સુદ્ધાં ન રહેવા દીધો. ત્યાંજ એક જ વર્ષમાં ઘટી આબેહૂબ એવી જ ઘટના, પેટર્ન પણ એક, સ્ટાઇલ પણ એક. તોય પોલીસના હાથે કંઇ ના લાગ્યું.
આ પણ વાંચો: હત્યાનો એક વિચિત્ર કેસ, જેમાં હત્યારાના સપોર્ટમાં આવ્યો આખો દેશ! નહેરૂ-રામ જેઠમલાણી સાથે પણ છે ખાસ કનેક્શન
બીજી લૂંટ
તા. 6 માર્ચ, 2023
ઘટનાસ્થળ : - ઇન્ડિયન ઓવરસીઝ બેંક, અજમેર રોડ, (જયપુર)
એજ પેટર્ન, એજ સ્ટાઇલ. મોઢે રૂમાલ, હાથમાં હથિયાર અને ચાલાક ચોરોએ બેંકમાં એન્ટ્રી મારી. અને જ્યારે બહાર નીકળ્યાં તો હાથમાં હતો રૂ. 10 લાખ 73 હજારનો થેલો. એપણ એવી રીતે લઇને નીકળ્યાં કે દૂરના તો ઠીક, આસપાસના લોકોને પણ ગંધ સુદ્ધા ના આવે. એટલા જોરદાર પ્લાનિંગ સાથે ચોરીને આપ્યો અંજામ.
પોલીસ અટવાઈ કે આ રીતે આજના જમાનામાં બેન્ક લૂંટે છે કોણ. એક તરફ ભરત યુટ્યુબ પર ગીતો રિલીઝ કરતો ગયો, બીજી તરફ બેન્કના તાળા તોડતો ગયો. પણ ગુનાની ભરપાઈ ક્યારેક તો કરવી જ પડે છે. ઉપરવાળો હિસાબ તો કરે જ છે.
2025નો એ દિવસ, જ્યારે શાતિર ચોરોએ આપ્યો ત્રીજી અને છેલ્લી લૂંટને અંજામ. હવે બેંક હતી પંજાબ નેશનલ બેંક, સ્થળ જયપુરનું ઝોટવાડા અને તારીખ હતી 23 જાન્યુઆરી. પરંતુ આ વખતની રીત કંઇક ખૌફનાક હતી. સ્ટાઇલ એજ, પરંતુ પેટર્ન બદલાઇ. કારણ કે મેનેજરના માથે ગન પોઇન્ટ મૂકીને સ્ટ્રોંગ રૂમ સુધી લઇ જવાની આ વખતે કોશિશ કરાઇ. ત્યાં જ એન્ટ્રી થઇ કેશિયર નરેન્દ્રસિંહ શેખાવતની. બાહુમાં બળ, હિંમતે 36ની છાતી, અને કેશિયર લૂંટારાઓ પર તૂટી પડ્યો. પછી થઇ જોવાજેવી.
કેશિયર-લૂંટારાઓ વચ્ચે સર્જાયા હાથાપાઇના દ્રશ્યો. ત્યાં જ ફાયરિંગનો અવાજ આવ્યો, ધાંય-ધાંય. જોયું તો કેશિયરની પીઠ, પેટ અને છાતીમાં ત્રણ ગોળીઓ ધરબી દેવાયેલી. નીચે તો લોહીના ડાઘેડાઘા, લોહી બંધ થવાનું નામ ના લે. છતાંય કેશિયર હિંમત ન હાર્યો. પરંતુ ત્યાં જ એક લૂંટારુએ (મનોજ મીણા) મોકો જોતા જ દોટ મૂકી. જ્યારે એકને દબોચી લેવાયો જેનું નામ હતું ભરત મીણા. એ બીજું કોઇ નહીં, એજ સિંગર જેનો અવાજ જયપુરની ગલીએ-ગલીએ ગૂંજતો.
આ પણ વાંચો: 'Sorry આન્ટી, મેને આપકો દેખા નહીં', અને લેડી ક્રિમિનલે ઘડી કાઢી મોતની સ્ક્રિપ્ટ, કહાની કમકમાટીભરી
જેની ઓળખાણ લોકોના મગજમાં એક સિંગર તરીકે હતી, તે તો પાછળથી નીકળ્યો એક બેંક ચોર. 24 કલાકમાં જ સમાચાર એવાં વાયુ વેગે પ્રસરાયા કે એકસમયે જ્યાં ગલીએ ગલીએ સંભળાતો મધુર અવાજ, ત્યાં હવે એક જ વાત થતી સંભળાય, સિંગર તો ચોર નીકળ્યો. હવે અહીં તમને મનમાં પ્રશ્ન થતો હશે કે શરૂઆતમાં તો ત્રણ લૂંટારુઓ હતા, તો ત્રીજો ગયો ક્યાં? તો એજ હતો લૂંટને અંજામ આપનારો અસલી ખેલાડી. જેનું નામ હતું વિનોદ મીણા. પરંતુ તે દુનિયાને અલવિદા કહી ચૂકેલો.
ફિલ્મી સ્ટાઇલથી કમ નથી આ કહાની!
નકશો તૈયાર કરવો, ચાર્ટ બનાવવો, રેકી કરવી, ગાડીઓની અદલાબદલી, પૂરા પ્લાનિંગ સાથે લૂંટારુઓ બેંકની ચોરીને અંજામ આપતા એટલે કહી શકાય કે કહાની કોઇ ફિલ્મી સ્ક્રીપ્ટથી કમ નહોતી.
કેશિયરની હિંમતને દાદ દેવી પડે
ભલે ગોળી વાગતા કેશિયર નરેન્દ્ર શેખાવતની કિડની ફેલ થઇ ગઇ, અરે એટલે સુધી કે તેને નીકાળવી પડી, પરંતુ અંતે જતા કેશિયર હિંમત રંગ લાવી, અને લૂંટારુઓની ગેંગ એકઝાટકે થઇ ગઇ વેર વિખેર.
ભરત મીણા, જે કહેવાતો સિંગર, પરંતુ તેના નામ પાછળ હતો લૂંટનો હાથ. જેનાથી રૂપિયા બનાવીને લૂંટારુઓએ કાર ખરીદી, અરે એટલે સુધી કે સિવિલ લાયન્સ એરિયામાં મકાન પણ લઇ લીધું. એમાંય ભરત તો એજ સપનામાં જીવતો કે ક્યારે સ્ટાર બનું, ક્યારે પોતાનો બંગલો લઉં, અને લોકો મારી આગળ-પાછળ ફરતા થાય. પરંતુ આપણે ત્યાં એક કહેવત છે ને કે, 'હરામનું કોઇ દિવસ ના પચે.' બસ સિંગર ભરત મીણાના કેસમાં પણ આવું જ થયું. સપનું સપનું જ રહી ગયું અને ભાઇને થવું પડ્યું જેલભેગાં. ભરત-મનોજ બંને પોલીસના હથ્થે ચડી ગયા, અંતે થઇ ગયા ઠન-ઠન ગોપાલ. પોલીસે બધું જ કબ્જે કરી લીધું. કંઇક આવી હતી યુટ્યુબ સ્ટારડમ અને બેંક રૉબરી વચ્ચેની રિયલ લાઇફની રિયલ કહાની.
માનો કે સમય જતા ભરત મીણાની કાળી કરતૂત સામે ન આવત તો કદાચ સંગીતની દુનિયાના એક ચમકતા સિતારા તરીકે આજે તેનું નામ હોત. પરંતુ સ્ટાર સુધી પહોંચવાનું સપનું માત્ર એક સપનું બનીને જ હવામાં વિસરાઇ ગયું.
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.