ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / પહેલા ડ્રમ, હવે ટાઇલ્સ અને કરંટ..., તો પતિદેવ જશે ક્યાં? હવસભૂખી પરિણીતા સગા કાકાને પણ નથી મૂકતી

ક્રાઇમ સિક્રેટ્સ / પહેલા ડ્રમ, હવે ટાઇલ્સ અને કરંટ..., તો પતિદેવ જશે ક્યાં? હવસભૂખી પરિણીતા સગા કાકાને પણ નથી મૂકતી

Published By: Dhruv Brahmbhatt

Last Updated: 09:00 AM, 27 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન એટલે વિશ્વાસ, સમર્પણ અને પ્રેમ પર ટકતો સંબંધ. પરંતુ જ્યારે આ સંબંધ વ્હેમમાં ફેરવાઇ જાય ત્યારે તે એક ખૌફનાક કહાનીને અંજામ આપે છે. ત્યારે તાજેતરમાં જ કેટલીક એવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે કે જેમાં કાતિલ પત્નીઓએ પોતાના જ પતિને પરલોક પહોંચાડી દીધા. કારણ પ્રેમમાં પાગલપન.

ADVERTISEMENT

એક સમય હતો કે જ્યારે પત્નીઓ પુરુષોથી પીડાતી. જ્યારે હવે, પુરુષો પત્નીના ત્રાસથી પીડાઇ રહી છે. તાજેતરની જ ઘટનાઓ જોઇ લો. ડ્રમ કાંડ, હનીમૂન હત્યાકાંડ. આ ઘટનાઓમાં દિવસે ને દિવસે એવો ફુગાવો થઇ રહ્યો છે કે હવે કુંવારા પણ પરણવાથી ગભરાઇ રહ્યાં છે. પતિ-પત્ની ઔર વોની વચ્ચે પતિઓ એવાં પીસાઇ રહ્યાં છે કે હવે પરિસ્થિતિ એવી થઇ ગઇ છે કે 'આખીર જાયે તો જાયે કહાં'. ત્યારે પત્નીપીડિત પુરુષોની વધુ ત્રણ ખૌફનાક કહાનીએ ક્રાઇમની દુનિયાને ચોંકાવી દીધી.

...અને કબ્ર પર લગાવી દીધી ટાઇલ્સ

જ્યારે મુંબઈના નાલાસોપારાની ગલીઓમાં રહેતો વિજય નામનો એક યુવક રાતોરાત થઇ જાય છે ગાયબ, ઘરની દિવાલો પણ જાણે મૌન, બીજી તરફ જમીન નીચે છૂપાયેલ એક ખૌફનાક રહસ્ય.

નામ ચમન દેવી જે હતી વિજયની પત્ની. જેને પ્રેમી સાથે મળી પોતાના જ પતિને ફિલ્મી અંદાજમાં ઉતારી દીધો મોતને ઘાટ. દિવસ પણ એવો પસંદ કર્યો કે જ્યારે ઘરમાં કોઇ જ હાજર નહીં, બધા જ બહાર. બસ પછી તો મોકો જોતા જ પત્નીએ ઘડી કાઢ્યો જોરદાર પ્લાન. અને પત્નીએ રમતા-રમતા પતિનો ખેલ પાડી દીધો. અને લાશને દફનાવી દીધી કબ્રમાં. એ પણ પોતાના જ ઘરે. એમાંય રહી જતું હતું તો ઉપરથી લગાવી દીધી ચળકતી ટાઇલ્સ. જેથી કોઇ શંકા ના કરે. પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે. બસ આ ઘટનામાં પણ આવું જ થયું. 15 દિવસમાં જ ભાંડો ફૂટી ગયો.

Wife murder Husband for boyfriend

વિજયના પરિવારજનો ઘરે પહોંચ્યા, ત્યાં જ ઓચિંતી તેઓની નજર પડી રૂમની તૂટેલી ટાઇલ્સ પર. પૂછ્યું ઘરની અંદર ખોદકામ કેમ કરવું પડ્યું? તો કહ્યું પાઇપ બંધ હતી એટલે. પાછી નવી ટાઇલ્સ, એટલે તો સવાલ ઊભો થાય એ સ્વાભાવિક છે. પછી કરાવ્યું ખોદકામ, અને જે દ્રશ્ય નજર સમક્ષ જોયું, પરિવારજનોને તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઇ. જમીનની નીચેથી મળી આવી વિજયની દફનાવેલી લાશ. 21 જુલાઈ, 2025ની સવારે વિજયના મકાનમાં પોલીસે ખોદકામ શરૂ કર્યું, તો અંદાજે 4 ફૂટની ઊંડાઈએથી મળી આવી એક લાશ. જેની ઓળખ વિજય ચૌહાણ તરીકે થઈ. પછી શું, પોલીસ સામે ચમન દેવી બધું બકવા લાગી, કરાઇ ધરપકડ, સાથે પ્રેમીને પણ પોલીસે ઉઠાવી લીધો. તપાસમાં જાણવા મળ્યું કે, પોતાના પ્રેમી મોનુ સાથે મળીને ચમને વિજયની હત્યા કરી અને લાશને ઘરમાં જ દાટી દીધી.

આ પણ વાંચો: હત્યાનો એક વિચિત્ર કેસ, જેમાં હત્યારાના સપોર્ટમાં આવ્યો આખો દેશ! નહેરૂ-રામ જેઠમલાણી સાથે પણ છે ખાસ કનેક્શન

કરંટ અને ઊંઘની ગોળીઓ

બીજી ખૌફનાક ઘટના છે દેશની રાજધાનીથી. જ્યાં ઉત્તમ નગરમાં રહેતો કરણ દેવ પત્ની સુષ્મિતા અને પોતાના 6 વર્ષના બાળક સાથે ખૂબ જ સુંદર રીતે જીવન પસાર કરી રહેલા. પરંતુ પીઠ પાછળ કંઇક એવું રંધાઇ રહેલું જે ટૂંક સમયમાં જ એક ખતરનાક ઘટનાનું રૂપ લઇ લે છે. કારણ કે જેવું નામ (સુષ્મિતા) એવાં ગુણ નહોતા. સુષ્મિતાનો અર્થ થાય છે સુંદર સ્મિત. પરંતુ એ સ્મિત પાછળ છુપાયેલું એક ખૌફનાક ષડયંત્ર. કારણ કે પત્ની સુષ્મિતાનું પોતાના જ પિતરાઈ દિયર સાથે અફેર હતું. બંને એકબીજાના પ્રેમમાં એવા પાગલ હતા કે અંતે પતિને રસ્તેથી હટાવવાનું મન બનાવી લીધું.

અને આવી ગયો એ દિવસ, કે જ્યારે એકબાજુ ઠંડી કહે મારું કામ, રાત ધીરે-ધીરે આગળ વધતી ગઇ, વધતી ગઇ. એમાંય હત્યાનો પ્લાનિંગ તો Insta ચેટ પર ઘડાયો. અને કરણને ધીરે-ધીરે કરતા 20થી વધારે ઊંઘની ગોળીઓ ખવડાવી દીધી. જેથી ભાઇ તો થઇ ગયા બેભાન, પરંતુ પત્નીને હજુય વિશ્વાસ નહોતો. એટલે જરાક ચૂંટલી ભરીને જોઇ જોયું, તો ભાઇ તો ઉઠ્યાં નહીં. પછી પત્નીએ બોલાવ્યો પ્રેમી દિયરને, અને પતિને કરંટ આપી-આપીને ઉતાર્યો મોતને ઘાટ. પછી જ્યારે માસૂમ ચહેરા પાછળ છૂપાયેલ શેતાની ચહેરો સૌની નજર સામે આવે છે ત્યારે સંપૂર્ણ એરિયા ચોંકી જાય છે.

આ પણ વાંચો: ઘરથી 2400 કિલોમીટર દૂર મળી યુવતીની લાશ, કાચના ઝીણા ટુકડાઓથી પોલીસે ખોલ્યું મોતનું રહસ્ય

સગો જ કાકો ચાલુ નીકળ્યો

પ્રિયાંશુ ઉર્ફે છોટુ, ઉંમર માત્ર 25 વર્ષ, હજુ તો લગ્ન પણ નવા-નવા કરેલા. પરંતુ પ્રિયાંશુને ક્યાં ખબર હતી કે પત્ની ગુંજા સિંહે લગ્નના 45 દિવસ બાદ તેને મારવાનો પ્લાન ઘડી કાઢેલો. પરંતુ આ કેસમાં નવાઇની વાત આ નથી, નવાઇની વાત તો એ છે કે, પત્નીનો પ્રેમી કોઇ પારકો નહીં, સગો જ કાકો નીકળ્યો. પોતાના જ સગા કાકા સાથે પત્ની ગુંજા સિંહ તો ચાલુ નીકળી. એટલે ગુંજા સિંહે તો હત્યાનું મન બનાવી લીધું, અને પ્રિયાંશુને એક દિવસ પોતાની જ પિતરાઇ બહેનને ત્યાં મોકલી દીધો. જેવો તે ઘરેથી પરત ફર્યો, તો રસ્તામાં જ શૂટરોએ રેલવે સ્ટેશન નજીક તેને ગોળીઓથી વીંધી કાઢ્યો. અંતે પોલીસને હાથ લાગી કૉલ ડિટેઇલ્સ, અને પત્ની સહિત આરોપીને ઝડપી લીધો. આ હત્યાકાંડનું કનેક્શન નીકળ્યું બિહારના ઔરંગાબાદમાં આવેલા બડવાન ગામથી.

ત્રણેય કહાનીઓના એક જ તાર

આ ત્રણેય કહાની માત્ર એક હત્યાકાંડ નહીં, પરંતુ અત્યારના એક વાસ્તવિક સમાજની રિયાલિટી છે, જ્યાં આજેય લગ્નના નામે સંબંધો પર અલ્પવિરામ મૂકી એક ખૌફનાક ઘટનાને અંજામ આપી પૂર્ણવિરામ મૂકાય છે. પારકા પ્રેમમાં પાગલ પત્નીઓ પોતાના જ પતિને શિકાર બનાવી ઘરને સ્મશાન બનાવી દે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Wifes are killing husband Crime Secrets News ક્રાઇમ સિક્રેટ્સ ન્યૂઝ

Published by

Dhruv Brahmbhatt

Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ