બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB intresting facts about Jwala Devi Temple Himachal Pradesh

AJAB GAJAB / VIDEO:આ મંદિરમાં કોઈ બળતણ વિના પ્રગટી રહી છે જ્યોત, અકબરથી લઈને અંગ્રેજો કોઈ ઓલવી ન શક્યું

Megha

Last Updated: 10:52 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશમાં આવેલા આ મંદિરમાં સ્વયંભુ જ્યોત પ્રગટ થઈ હતી જે કોઈ પણ પ્રકારના બળતણ વગર સદીઓથી પ્રગટી રહી છે. અકબરે આ જ્વાળા ઓલવવાની અસફળ કોશિશ કરી હતી.

આપણા દેશમાં ધર્મ અને માન્યતાઓ પર ઘણો ભાર મૂકવામાં આવે છે. દરેક શેરી મહોલ્લામાં મંદિર હોય છે, તો દરેક શહેરોમાં કોઈને કોઈ ચમત્કારની વાત હોય છે. આવા ચમત્કારો સાથે ક્યારેક ઈતિહાસ પણ જોડાયેલો હોય છે, તો ક્યારેક શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ હોય છે. એવામાં આજે આપણે હિમાચલ પ્રદેશમાં આવેલા જ્વાલામાઈ મંદિર વિશે વાત કરીશું.. 

કાંગડાની દક્ષિણે 30 કિમી દૂર તો ધર્મશાલાથી 56 કિ.મી. ના અંતરે આવેલા આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ મસ્તક નમાવે છે. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. કહેવાય છે કે જ્યારે માં સતીએ આત્મદાહ કર્યો, ત્યારે તેમની જીભ આ વિસ્તારમાં પડી હતી, અને ત્યાર બાદ અહીં ચમત્કારિક રીતે સ્વયંભુ આ જ્યોત પ્રગટ થઈ છે, જે કોઈ પણ પ્રકારના બળતણ વગર ચમત્કારિક રીતે સદીઓથી પ્રગટી રહી છે.  

મુઘલ કાળમાં અકબરે તો બ્રિટિશ કાળમાં અંગ્રેજોએ પણ જ્વાળા ઓલવવાની અસફળ કોશિશ કરી હતી. લોકવાયકા પ્રમાણે આ મંદિરમાં થતા ચમત્કારો સાંભળીને અકબર પોતાની સેના સાથે અહીં આવ્યો. અકબરે જ્વાળા ઓલવવા માટે એક નહેર બનાવીને પાણી રેડવાનું શરૂ કર્યું પણ સતત પ્રજ્વલિત આ જ્વાળા ન ઓલવાઈ. આ પછી, અકબરે  માતાની માફી માંગી અને મંદિરમાં શિશ ઝુકાવ્યું. 

એટલું જ નહીં જ્વાલાજીની પૂજા કર્યા પછી દોઢ મણની કિંમતનું સોનાનું છત્ર પણ ચઢાવ્યું, પણ માતાએ અકબરની ભેટનો અસ્વીકાર કર્યો અને એ છત્ર કોઈ બીજી ધાતુમાં બદલાઈ ગયું હતું. આ પછી તે ઘણા દિવસો સુધી મંદિરમાં રહ્યો અને મા સતીની માફી માંગતો રહ્યો અંતે ખૂબ જ દુ:ખી મન સાથે તે પાછા ફર્યા હતા. એવું કહેવાય છે કે આ ઘટના પછી જ અકબરના મનમાં હિંદુ દેવી-દેવતાઓ પ્રત્યે આદર ઉત્પન્ન થયો હતો.

વધુ વાંચો:  VIDEO: Indian Armyના આ જવાન મૃત્યુ બાદ પણ કરે છે માતૃભૂમિની રક્ષા, ચીની સૈનિકો પણ આત્મા સામે ઝુકાવે છે શિશ

આ મંદિર સૌથી પહેલા રાજા ભૂમિ ચંદ દ્વારા બનાવવામાં આવ્યું હતું. બાદમાં મહારાજા રણજીત સિંહ અને રાજા સંસાર ચંદે 1835માં આ મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું. આ મંદિરના ગર્ભગૃહમાં સાત જ્યોતિ છે. જેમાં સૌથી મોટી જ્યોત માં મહકાળીનું સ્વરૂપ છે, જેને જ્વાલામાઈ કહેવાય છે. જ્યારે બીજી જ્યોત માં અન્નપૂર્ણા, માં ચંડી, માં હિંગળાજ, વિંદ્યવાસીની, મહાલક્ષ્મી અને સરસ્વતી દેવીની છે.

જ્વાળા દેવી શક્તિપીઠમાં ગોરખનાથનુ મંદિર આવેલ છે જ્યાં સ્થિત કુંડમાં જોવાથી એવું લાગે છે જાણે, ગરમ પાણી ઉકળી રહ્યું છે પરંતુ સ્પર્શ કરવાથી તે કુંડનું પાણી ઠંડું લાગે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Himachal Pradesh Himachal Pradesh news VTV AJAB GAJAB VTV AJAB GAJAB Video jwala devi temple jwala devi temple history VTV AJAB GAJAB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ