બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB VIDEO: Baba Harbhajan Singh protects the motherland even after death

AJAB GAJAB / VIDEO: Indian Armyના આ જવાન મૃત્યુ બાદ પણ કરે છે માતૃભૂમિની રક્ષા, ચીની સૈનિકો પણ આત્મા સામે ઝુકાવે છે શિશ

Megha

Last Updated: 02:10 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૃત્યુ બાદ પણ આ જવાન ભારતની સરહદોની સુરક્ષા કરે છે અને આ આત્માને ભારતીય સૈન્ય પગાર પણ ચૂકવે છે, આટલું જ નહીં ચીની સૈનિકો પણ આ આત્મા સામે શિશ ઝુકાવે છે.

VTV AJAB GAJAB:

આજે આપણે એક એવા સૈનિકની વાત કરીશું જે મૃત્યુ બાદ પણ ભારતની સરહદોની રક્ષા કરવાની ફરજ બજાવી રહ્યા છે. ભારત અને ચીનની સરહદ પર સિક્કિમની રાજધાની ગંગટોક પાસે સમુદ્રતટથી 14 હજાર ફૂટ ઉપર આવેલ જેલેપ પાસ અને નાથુલા પાસ પાસે એક મંદિર આવેલું છે. જેનું નામ છે, બાબા હરભજનસિંહ મંદિર. સામાન્ય શ્રદ્ધાળુઓની સાથે સાથે આ મંદિરમાં ભારતીય સૈન્યના જવાનો અને ચીની સૈન્યના જવાનો પણ શિશ ઝુકાવે છે. 

સ્થાનિકોનું માનવું છે કે પંજાબ રેજિમેન્ટના જવાન હરભજનસિંહનો આત્મા છેલ્લા 56 વર્ષથી સતત સરહદ પર રહીને દેશની રક્ષા કરી રહ્યો  છે અને તેમની આત્મા ચીન તરફથી ભારતને જો કોઈ ખતરો દેખાય તો એ વિશે જણાવી દે છે અને જો ભારતીય સૈનિકોને ચીનના સૈનિકોની કોઈ પણ મૂવમેન્ટ પસંદ ન આવે તો તે ચીનના સૈનિકોને પણ આ વિશે જાણ કરી દે છે. 

બાબા હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ, 1946ના રોજ પંજાબના એક શીખ પરિવારમાં થયો હતો અને 9 ફેબ્રુઆરી 1966ના રોજ એમને ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટની 24મી બટાલિયનમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાબા હરભજનસિંહ સેનાને પોતાની સેવાઓ માત્ર બે વર્ષ જ આપી શક્યા અને વર્ષ 1968માં તેઓ સિક્કિમમાં ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા, ત્યારે ખચ્ચર સહિત હરભજન નદીમાં તણાઈ ગયા હતા અને એમનું મૃત્યુ થયું હતું. 

કહેવાય છે કે બાબા હરભજન સિંહે પોતાના સાથી સૈનિકના સપનામાં આવી તેમના મૃતહેદનું સ્થાન જણાવ્યું હતું એમની સમાધિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્રણ દિવસની શોધખોળ પછી સેનાને તે જ જગ્યાએથી હરભજન સિંહનો મૃતદેહ મળ્યો હતો અને એ બાદ એમના બંકરની જગ્યા પર જ એમનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જો કે પછી સેના તરફથી તેમના માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 

મૃત્યુ પછી પણ બાબા હરભજન સિંહ પોતાની ફરજ નિભાવતા રહ્યા અને સાથ સૈનિકોના સપનામાં આવીને ચીનની તમામ ગતિવિધિઓની જાણકારી આપતા રહ્યા. આટલું જ નહીં સેના દરેક સૈનિકોની જેમ તેમને પણ દર મહિને પગાર આપે છે અને સેનામાં તેમની એક રેન્ક પણ છે. થોડા વર્ષ પહેલા તેમને બે મહિનાની રજા પર પંજાબમાં તેમના ગામે પણ મોકલવામાં આવતા હતા. તેના માટે ટ્રેનમાં તેમની સીટ રિઝર્વ કરવામાં આવતી હતી. જો કે હવે બાબા હરભજન સિંહ નિવૃત્ત થઈ ગયા છે.

વધુ વાંચો: VIDEO: ભારતનું એક એવું ગામ જેને કહેવાય છે 'બર્ડ સુસાઈડ વેલી', અહીં પક્ષીઓ કરે છે આત્મહત્યા

મંદિરમાં બાબાનો એક રૂમ છે જ્યાં એમની સેનાનો યૂનિફોર્મ અને જૂતા રાખવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે રોજ સફાઈ કરવા છતાંય તેમના જૂતામાં કીચડ અને ચાદર પર કરચલી પડી જાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

VTV AJAB GAJAB VTV AJAB GAJAB Video baba harbhajan singh baba harbhajan singh indian army baba harbhajan singh story બાબા હરભજન સિંહ VTV AJAB GAJAB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ