બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral video : People in Delhi looted mangoes of Rs 30,000 from fruit cart
ADVERTISEMENT
કોરોના વાયરસના કારણે લોકડાઉન બાદ ધંધો કરતા લોકો ખૂબ દુખી છે એવામાં આ લોકોની મદદની જગ્યાએ દિલ્હીથી લૂટની તસવીરો સામે આવી છે. દિલ્હીમાં ધોળા દિવસે લોકોએ કેરીની લૂંટ ચલાવી. નોંધનીય છે કે આ લૂંટ કોઈ ગુનાહિત વ્યક્તિઓએ નહીં સામાન્ય લોકોએ જ કરી છે. લારીવાળાનું કહેવું છે તેને 30 હજાર રૂપિયાનું નુકસાન થઇ ગયું છે.
ADVERTISEMENT
રાજધાની દિલ્હીના જગતપૂરી વિસ્તારની આ ઘટના છે. જાણકારી મુજબ છોટે નામનો વ્યક્તિ કેરી વેચવા બેઠો હરો. કેરી ખૂબ વધારે હતી તેથી અમુક પેટીઓ રસ્તાના કિનારે મૂકી દીધી. નજીકમાં જ એક જઘડો થયો અને પછી છોટેને ત્યાંથી તેની લારી હટાવવા કહ્યું.
ADVERTISEMENT
તે વ્યક્તિ પોતાની લારી લઈને થોડીક જ દૂરગયો હતો ત્યાં તેને રસ્તા કિનારે મૂકેલ કેરી યાદ આવી જોયું તો લોકોએ તો લૂંટ મચાવી દીધી. કેરીની પેટીઓ પર લોકોએ હાથ સાફ કર્યા. જેના હાથમાં જેટલી આવી બધાએ લૂટી લીધી. રસ્તા પર સ્કૂટર, સાઈકલ, રીક્ષાથી જઈ રહેલા લોકો પણ ઉતરી ઉતરીને કેરી લૂટવા લાગ્યા.
વેપારીએ કહ્યું કે તેની પાસે 15 પેટી હતી જેમાં 30 હજારની કેરી હતી. લોકો બધું જ લૂટીને જતા રહ્યા. છોટેએ પોલીસમાં પણ ફરિયાદ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.