બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / VIDEO: Women employees fight so much that they have to take headache medicine: The minister said so much that a controversy arose
ADVERTISEMENT
#WATCH | Govt introduced policy for women. They're given priority.But female staff have conflicts among themselves. Where there's female staff, either Principal or teachers take 'Saridon'. If they overcome this, they'll be ahead of men: Rajasthan Education Min GS Dotasara (11.10) pic.twitter.com/CqQnkk1Nvz
— ANI (@ANI) October 13, 2021
ADVERTISEMENT
રાજસ્થાનના શિક્ષણ મંત્રી વિવાદાસ્પદ નિવેદન
રાજસ્થાનના શિક્ષણ મંત્રી જી.એસ.દોતાસરાએ સોમવારે મહિલા સશક્તિકરણ પર આયોજિત કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહિલા કર્મચારીઓ પોતાની વચ્ચે ઘણો સંઘર્ષ કરે છે. તેમના નિવેદન બાદ વિવાદ વધુ ઘેરો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
જ્યાં મહિલા કર્મચારીઓ હોય ત્યાં આચાર્ય કે શિક્ષક 'સેરીડોન' લે છે.
કાર્યક્રમને સંબોધતા ગેહલોત કેબિનેટ મંત્રીએ કહ્યું કે, "સરકારે મહિલાઓ માટે એક નીતિ રજૂ કરી. જેમાં તેમને પ્રાથમિકતાં આપવામાં આવે છે, પરંતુ મહિલા કર્મચારીઓને એકબીજા જોડે વિવાદ છે. જ્યાં મહિલા કર્મચારીઓ હોય ત્યાં આચાર્ય કે શિક્ષક 'સેરીડોન' લે છે. તમને જણાવી દઈએ કે સેરીડોન માથાના દુખાવાની દવા છે. મહિલાઓને સલાહ આપતા ગેહલોત સરકારના શિક્ષણ મંત્રીએ કહ્યું કે જો તેઓ આનાથી આગળ વધશે તો તેઓ પુરુષોને પાછળ છોડી દેશે.
ADVERTISEMENT
સરકારે હંમેશા મહિલાઓની સલામતીની ખાતરી કરી છે
તેમણે એમ પણ કહ્યું કે રાજસ્થાન સરકારે હંમેશા મહિલાઓની સલામતી અને આરામની ખાતરી કરી અને તેમને નોકરીમાં પસંદગીની પોસ્ટિંગ આપી છે “અમે નોકરી, પસંદગી અને પ્રમોશનમાં મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. ઘણા કહે છે કે અમે શહેરોમાં અને તેની આસપાસ મહત્તમ સંખ્યામાં મહિલાઓને તૈનાત કરી છે.કોવિડની અસર વિશે બોલતા, તેમણે કહ્યું કે રોગચાળાએ બાળકો અને ગરીબોના શિક્ષણને સૌથી વધુ અસર કરી છે. "ઘણા લોકો માટે દિવસમાં બે ભોજન કરવું મુશ્કેલ હતું,"
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.