ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
અત્યાર સુધી તો આપે પાણીમાં હોડી લઇને મોટા મોટા જહાજોને તો તરતા દેખ્યા હશે પરંતુ જરા વિચારો કે જો નદીમાં અચાનક કોઇ પાંચ માળની બિલ્ડિંગ (building) તરવા (floating) લાગે તો તમને કેવું લાગશે. આ જોઇને આપ પણ હેરાનીમાં મૂકાઇ જશો કે શું આવું હોઇ શકે. ચીન (china) માં કંઇક એવો જ નજારો સૌ કોઇને જોવા મળ્યો.
ટ્વિટર પર એક શખ્સે 11 સેકન્ડનો આ વીડિયો (video) પણ શેર કર્યો છે. જેમાં એક પાંચ માળની બિલ્ડિંગ ચીનની યાંગ્ત્સી નદીમાં તરતી જોવા મળી રહી છે. આ વીડિયોને 29 જુલાઇના રોજ પોસ્ટ કરી છે. જેને અત્યાર સુધીમાં અંદાજે 32 હજારથી પણ વધુ લોકો જોઇ ચૂક્યાં છે.
ADVERTISEMENT
Things that happen in China. A five-story "building" was spotted cruising along the Yangtze River back in November 2018. The "building" was actually a floating restaurant. Authorities said the restaurant needed to relocate due to policies changes https://t.co/hYsDqkVQLg pic.twitter.com/zmtXyNeWYC
— Massimo (@Rainmaker1973) July 29, 2019
ADVERTISEMENT
આ વીડિયોને જે શખ્સે શેર કરેલ છે તેને લખ્યું છે કે, 'આ ઘટના નવેમ્બર 2018ની છે. જેમાં એક પાંચ માળની બિલ્ડિંગ નદીમાં તરી રહી છે. હકીકતમાં આ બિલ્ડિંગ એક તરતું રેસ્ટોરન્ટ (restaurant) છે કે જેના નિયમોમાં ફેરફારને કારણ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યું હતું.' આ માટે અનેક હોડીઓ એક સાથે જોડવામાં આવી અને પછી તેની ઉપર રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ