બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / victim of cyber fraud sancharsaathi gov in what is chakshu how it work

તમારા કામનું / હવે સાયબર ક્રાઇમ પર લાગશે રોક! કેન્દ્ર સરકારે લૉન્ચ કરી ન્યૂ સર્વિસ, ફ્રૉડ કરનારના નંબર થઇ જશે બ્લોક

Manisha Jogi

Last Updated: 10:49 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય લોકોને સાઈબર ક્રાઈમથી બચાવવા માટે સોમવારથી ચક્ષુ અને DIP મંચથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ કરવાની સાથે જ પોલીસ અને બેન્ક સક્રિય થઈ જશે અને થોડા કલાકમાં કાર્યવાહી કરવામાં આવી શકે છે.

સામાન્ય લોકોને સાઈબર ક્રાઈમથી બચાવવા માટે સોમવારથી ચક્ષુ અને DIP મંચથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ સાઈબર ઠગ ફોન પર ફસાવવાની કોશિશ કરી રહ્યો હોય અથવા શંકાસ્પદ કોલ અને મેસેજ આવતો હોય તો તેની ફરિયાદ ચક્ષિ મંચ પર કરવાની રહેશે. ફરિયાદ કરવાની સાથે જ પોલીસ અને બેન્ક સક્રિય થઈ જશે અને થોડા કલાકમાં કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

કયા પ્રકારના સાયબર ક્રાઈમની ફરિયાદ થઈ શકે?

  • બેન્ક એકાઉન્ટ, KYC અથના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંધ કરવાના નામ પર નાણાંકીય છેતરપિંડી
  • ગેસ વીજળી કનેક્શન અથવા સરકારી અધિકારી બનીને ઠગાઈ
  • અશ્લીલ ફોટ અને વિડીયોના નામ પર ધમકી
  • આપત્તિજનક અથવા શંકાસ્પદ કોલ અને મેસેજ

સાયબર ક્રાઈમની ફરિયાદ કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા સંચાર સાથીના પોર્ટલ https://sancharsaathi.gov.in વેબસાઈટની મુલાકાત લો. 
  • હોમપેજ પર નીચેની તરફ સિટીઝન સર્વિસ વિકલ્પમાં report suspected fraud communication CHAKSHU પર ક્લિક કરો.
  • હવે કન્ટીન્યૂ બટન પર ક્લિક કરો. 
  • હવે ચક્ષુ મંચ ઓપન થશે, સૌથી પહેલા તમારો કેવી રીતે સંપર્ક (Call/ SMS/ Whatsapp) કરવામાં આવે છે, તે જણાવવાનું રહેશે, જેનો સ્ક્રીનશોટ અટેચ કરવાનો રહેશે.
  • હવે કયા પ્રકારનો ફ્રોડ થયો છે, તે સિલેક્ટ કરવાનું રહેશે. 
  • જે તારીખે આ ફ્રોડ થયો હોય તેની તારીખ અને સમય બતાવવાનો રહેશે, હવે 500 શબ્દોમાં ફરિયાદ કરો.
  • હવે નામ અને મોબાઈલ નંબર એન્ટર કરો. OTPની મદદથી વેરિફિકેશન કરો હવે ફરિયાદ દાખલ થઈ જશે. 

નંબર બ્લોક કરી દેવામાં આવશે- ફરિયાદ કરવાની સાથે જ તપાસ શરૂ કરવામાં આવશે. ચક્ષુ પોર્ટલ પર જે નંબરની જાણકારી આપવામાં આવી હશે, તેની તપાસ કરવામાં આવશે અને તે નંબર બ્લોક કરી દેવામાં આવશે. 
 
છેતરપિંડીની જાણકારી- કેન્દ્રીય સંચાર મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે, ચક્ષુ મંચ પર બેન્ક, તથા અન્ય સંસ્થાઓ પણ છેતરપિંડીની જાણકારી આપી શકે છે. 

વધુ વાંચો: તમારી જાણ બહાર Aadhaar Cardનો ઉપયોગ નથી થઈ રહ્યો ને? આ રીતે કરો ચેક

અજાણ્યા નંબર પરથી કોલ રોકવા માટે દંડ- રજિસ્ટ્રેશન વગરના ફોન નંબર પરથી બિઝનેસને લગતા કોલ કરવાને કારણે ભવિષ્યમાં ગંભીર કાર્યવાહી થઈ શકે છે. આ પ્રકારના કોલ પર દંડ ફટકારવા માટે યોગ્ય પગલા લેવા માટે તૈયાર છે. ઉપરાંત દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ