બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / લાઈફસ્ટાઈલ / video Aadhaar Card is not being used without your knowledge Check

કામની વાત / તમારી જાણ બહાર Aadhaar Cardનો ઉપયોગ નથી થઈ રહ્યો ને? આ રીતે કરો ચેક

Megha

Last Updated: 01:10 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીમ કાર્ડથી લઈને સરકારી યોજનાનો લાભ લેવા સુધી લગભગ કામમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે પણ કોઈ આપણા આધાર કાર્ડનો મિસ યુઝ નથી કરતું એ કેવી રીતે ખબર પડે?

સરકારી કે બિનસરકારી લગભગ દરેક કામમાં વેરિફિકેશન માટે આધાર નંબર આપવો પડે છે અને અત્યારના સાઇબર ફ્રોડના યુગમાં જો કોઈ ખોટી વ્યક્તિ પાસે તમારો આધાર નંબર ચાલ્યો જાય તો લેવાના દેવા પડી શકે છે. એવામાં તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાયું છે જાણવું ખૂબ જ જરૂરી છે અને આધાર કાર્ડ માટેની  સંસ્થા ‘Unique Identification Authority of India' એટલે કે UIDAI તમને એ સુવિધા આપે છે. 

UIDAI દ્વારા આપવામાં આવેલ ટૂલથી તમે જાણી શકો છો કે તમારું આધાર વેરિફિકેશન માટે ક્યાં વપરાયું છે અને તેની હિસ્ટ્રી શું રહી છે. આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે. 

ત્યારબાદ My Aadhaar પર જાઓ અને અહીં તમને  ‘Aadhaar Services'નો ઓપ્શન જોવા મળશે. ત્યાં ‘Aadhaar Authentication History' વિકલ્પ પર ક્લિક કરો. ત્યાંથી એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે 12 ડિજિટના આધાર નબંર નાખવા પડશે. એ પછી તમારે CAPTCHA Code કોડ નાખવો પડશે અને Generate OTP પર ક્લિક કરવું પડશે 

આં કરતાં ની સાથે જ સ્ક્રીન પર બીજું પેજ ખુલશે જ્યાં તમને આધારમાં ડોક્યુમેન્ટ અપડેટથી લઈને આધાર કાર્ડ ડાઉનલોડ કરવાના ઘણા ઓપ્શન દેખાશે. તમારે Authentication History પર ક્લિક કરવાનું છે જ્યાં Authentication યુઝર એજન્સી કે કોઈ વ્યક્તિ દ્વારા તમારું આધાર છેલ્લા 6 મહિનામાં ક્યાં ક્યાં વપરાયું છે તેની બધી જ ડિટેલ મળી જશે. 

જેમ કે કોઈએ તમારા આધાર કાર્ડનું મિસયુઝ કર્યો છે તો આધારની ડિટેલ્સ બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક કે OTP શેમાંથી લેવામાં આવી છે. આધારનો ઉપયોગ કઈ તારીખ અને સમય પર થયો છે. કોઈ વ્યક્તિએ કે પછી ટેલીકોમ કંપની, બેંક કે કોઈ ઓથેન્ટિકેશન યુઝર એજન્સીએ તમારા આધારનો ઉપયોગ કર્યો છે એ પણ ખબર પડી જશે. સાથે જ એ સમયે તમારૂ આધાર ઓથેન્ટિકેશન સફળ રહ્યું કે ફેલ થયું અને ફેલ થયું તો કેવી રીતે એ પણ ખબર પડી જશે. 

વધુ વાંચો: PAYTM Fastag બંધ કરવામાં આવી રહી છે મુશ્કેલી? તો માત્ર એક ક્લિકમાં જ દૂર થશે તમારી મૂંઝવણ, જાણો પ્રોસેસ

આધાર કાર્ડની સેફટીના મુદ્દાને ધ્યાનમાં રાખીને UIDAI એ આધાર કાર્ડની ફોટોકૉપી આપવાની જગ્યાએ માસ્કડ આધારના ઉપયોગની પણ સલાહ આપી છે. માસ્કડ આધારમાં કોઈને પણ આધાર કાર્ડના છેલ્લા 4 ડીજીટ જ જોવા મળે છે જે તમે  https://myaadhaar.uidai.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ