ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સસ્તી દવાઓ ખરીદવા ભટકવું નહીં પડે, ઘરની નજીક જ મળશે, સરકારે બનાવ્યો પ્લાન

કામની વાત / સસ્તી દવાઓ ખરીદવા ભટકવું નહીં પડે, ઘરની નજીક જ મળશે, સરકારે બનાવ્યો પ્લાન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:10 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jan Aushadhi Kendras: સરકાર લોકોને પુરતી સુવિધાઓ મળી રહે તે માટેના પ્રયાસો કરે છે.

ADVERTISEMENT

Jan Aushadhi Kendras: સરકાર લોકોને પુરતી સુવિધાઓ મળી રહે તે માટેના પ્રયાસો કરે છે. લોકોના આરોગ્યને લગતી અનેક વિવિધ યોજનાઓ પણ ચાલી રહી છે. સરકાર 2027 સુધીમાં દેશભરમાં 25,000 સ્ટોર્સ ખોલવા માંગે છે. હવે શહેરોમાં નવા જન ઔષધિ કેન્દ્રો ખોલવા માટે ઓછામાં ઓછા અંતરની શરત નાબૂદ કરવામાં આવી છે.

જન ઔષધિ કેન્દ્રો પર લોકોને સસ્તી દવાઓ પુરી પાડવામાં આવે છે. કેન્દ્રની સરકાર દ્વારા શહેરી વિસ્તારો અને મહાનગરોમાં નવી સસ્તી દવા મળી રહે તે માટે એક પગલુ ભર્યુ છે. જન ઔષધિ કેન્દ્રો ખોલવા માટે લઘુત્તમ અંતરનો નિયમ નાબૂદ કર્યો છે.

generic-medicines

10 સપ્ટેમ્બરથી પીએમબીઆઇનો નિર્ણય અમલમાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય લોકોને સસ્તી જેનેરિક દવાઓ પૂરી પાડવાનો છે. સરકાર 31 માર્ચ 2027 સુધીમાં દેશમાં 25,000 સ્ટોર્સ ખોલવાનું લક્ષ્ય રાખે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંતરના નિયમમાં છૂટછાટ આપવાથી, નવા કેન્દ્રો ઝડપથી ખુલી શકશે, નિયમમાં ફેરફાર સાથે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને અમદાવાદ જેવા સાત મોટા શહેરોમાં નજીકમાં બે કે તેથી વધુ કેન્દ્રો ખોલી શકાય છે.

એક કિલોમીટરના અંતરની શરત દૂર કરવામાં આવી

10 લાખથી વધુ વસ્તી ધરાવતા 46 વધુ શહેરોમાં એક કિલોમીટરની શરત દૂર કરવામાં આવી છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં કોઈ કેન્દ્ર ખોલવામાં આવ્યું હોય તેવી જગ્યાની નજીક નવું કેન્દ્ર ખોલવામાં આવી રહ્યું છે, તો અંતરનો નિયમ બે વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે.

vtv app add

જેનરિક દવાઓ 90ટકા સુધી સસ્તી

જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં ૫૦ ટકા સુધી સસ્તી હોય છે, જેનાથી લોકોના પૈસા સીધા બચશે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાએ સરકારની મુખ્ય યોજના છે, જેનો ઉદ્દેશ્ય ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી દવાઓ પૂરી પાડવાનો છે.

આ પણ વાંચોઃ તમારા કામનું / SBIમાં ભરતી પડી છે, જલ્દી કરો, નહીંતર ચૂકી જશો છેલ્લી તારીખ, સેલરી 1 લાખ સુધી!

દર મહિને 20 હજાર રૂપિયા આપવામાં આવે છે

આ યોજના હેઠળ સરકાર ચોક્કસ વિસ્તારો અથવા વિભાગોમાં કેન્દ્રો ખોલવા માટે રૂપિયા 20,000 સુધીના માસિક પ્રોત્સાહનો અને રૂપિયા 2 લાખ સુધીની એક વખતની સહાય પૂરી પાડે છે. ફાર્માસ્યુટિકલ વિભાગ તરફથી નિવેદનની રાહ જોવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Jan Aushadhi Kendras Generic Medicines

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ