ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SBIમાં ભરતી પડી છે, જલ્દી કરો, નહીંતર ચૂકી જશો છેલ્લી તારીખ, સેલરી 1 લાખ સુધી!
Last Updated: 12:21 PM, 12 September 2025
ADVERTISEMENT
બેંકિંગ ક્ષેત્રમાં નોકરી કરવા માંગતા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 122 જગ્યાઓની ભરતી પડી છે. જેમાં લાયક અને રસ ધરાવતા ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ sbi.bank.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રોસેસ આજથી એટલે કે 11 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 2 ઓક્ટોબર 2025 છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત પોસ્ટ મુજબ માન્ય સંસ્થામાંથી સ્નાતક અને માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. લાયકાત અને અન્ય સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ પર જારી કરાયેલ ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે.
ADVERTISEMENT
આ ભરતીમાં અરજી કરનારા ઉમેદવારોએ ઓનલાઈન મોડમાં નિર્ધારિત અરજી ફી ચૂકવવાની રહેશે, ત્યારબાદ જ તેમની અરજી સ્વીકારવામાં આવશે. જેમાં જનરલ, OBC, EWS માટે 750 રૂપિયા અને SC, ST, PwBD માટે કોઈ ફી નથી રખાઈ.
ADVERTISEMENT
મેનેજર (ક્રેડિટ એનાલિસ્ટ) 85,920 થી રૂ. 1,05,280 રૂપિયા પ્રતિ માસ, મેનેજર (પ્રોડક્ટ્સ - ડિજિટલ પ્લેટફોર્મ્સ) 85,920 થી 1,05,280 રૂપિયા પ્રતિ માસ અને ડેપ્યુટી મેનેજર (પ્રોડક્ટ્સ - ડિજિટલ પ્લેટફોર્મ્સ) 64,820 થી 93,960 રૂપિયા પ્રતિ માસ પગાર હશે.
ADVERTISEMENT
આ ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા વગર કરવામાં આવશે. જેમાં શોર્ટલિસ્ટિંગ,મેરિટ લિસ્ટ, ઇન્ટરવ્યૂની પ્રક્રિયા સામેલ હશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT