ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / તમારા કામનું / લોન્ચ થવાના છે 8 નવા iPhone, લીક થયો Apple નો પ્લાન
Last Updated: 09:50 PM, 21 December 2025
ADVERTISEMENT
iPhone: એપલ આગામી બે વર્ષમાં અનેક નવા ઉપકરણો લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપની 2026 થી 2027 ની વચ્ચે આઠ નવા મોડેલ લોન્ચ કરી શકે છે. એક રીપોર્ટ મુજબ આગામી બે વર્ષમાં એપલનો પહેલો ફોલ્ડિંગ ફોન અને રિડિવાઇન 20મી એનિવર્સરી ફોન લોન્ચ થશે.
ADVERTISEMENT

આ સાથે કંપની અપડેટેડ પ્રો અને બજટ આઇફોન પણ લોન્ચ કરશે. આ બાબતથી પરિચિત લોકો કહે છે કે કંપની 2027 સુધીમાં આઠ મોડેલ લોન્ચ કરશે. કંપની 2026 ની શરૂઆતમાં આઇફોન 17ઇ લોન્ચ કરી શકે છે. તેમાં ગ્લાસ બેક, મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગ અને એક નવું C1X મોડેમ મળશે.
ADVERTISEMENT

આઇફોન 18 પ્રો અને પ્રો મેક્સ સપ્ટેમ્બર 2026 માં લોન્ચ થઈ શકે છે. શક્ય છે કે કંપની પ્રો વેરિઅન્ટની સાથે સ્ટાન્ડર્ડ આઇફોન 18 લોન્ચ નહી કરે. કંપની 2026 માં iPhone Fold પણ લોન્ચ કરશે. જ્યારે વર્ષ 2027ની શરૂઆતમાં આઇફોન18 અને iPhone 18e 2027 ની લોન્ચ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ તમારા ફોનમાં આ સેટિંગ આજે જ કરી દેજો ઓફ નહીંતર ઉતરી જશે બેટરી
કંપની iPhone Air 2 પણ લોન્ચ કરી શકે છે. જોકે નબળા વેચાણને કારણે કંપની તેની ડિઝાઇનમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. જ્યારે આઇફોન 20 સપ્ટેમ્બર 2027 માં લોન્ચ થવાની ધારણા છે. તે કંપનીની 20મી વર્ષગાંઠ પર લોન્ચ કરવામાં આવશે. જે એક નવા અવતારમાં આવશે. આ ફોનમાં આગળ, પાછળ અને કિનારીઓ પર કર્વ્ડ ગ્લાસ હશે. તેમાં એજ ટુ એજ ફુલ ડિસ્પ્લે અને અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા હશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT