ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા ફોનમાં આ સેટિંગ આજે જ કરી દેજો ઓફ નહીંતર ઉતરી જશે બેટરી
Last Updated: 09:58 AM, 21 December 2025
ADVERTISEMENT
આજ કાલ સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. સવારે ઉઠવાથી માંડીને રાતે સુવા સુધી સ્માર્ટફોનની આસપાસ જ આપણો દિવસ જાય છે. ઓનલાઈન બુક વાંચવાનું હોય કે બ્રેડ માટે ઓનલાઈન પેમેન્ટ બધુ કામ આપણો ફોન ચપટીમાં કરી દે છે. મુશ્કેલી તો ત્યારે આવે છે જ્યારે ફોનની બેટરી ફટાફટ ઉતરવા લાગે છે. ઘણી વખત આપણે ફોન યુઝ ન કરી તો પણ બેટરી લેવલ ઓછુ થઈ જાય છે. તેનું કારણ છે એ બ્રેકગ્રાઉન્ડ સેટિંગ્સ જે છુપાઈને તમારી બેટરી ખાય છે.જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે આ સાત સેટિંગ્સને તાત્કાલિક બદલી દેવા જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘણી એપ્લિકેશ બંધ હોવા છતા બેકગ્રાઉન્ડમાં અપડેટ થતા રહે છે જેનાથી તમને ફ્રેશ કન્ટેન્ટ મળી શકે છે. આ પ્રોસેસ બેટરી ખર્ચે છે. એવામાં ફોનના સેટિંગ્સમાં જઈને બેકગ્રાઉન્ડ એપ્લિકેશન રિફ્રેશને પુરી રીતે બંધ કરી દો કે પછી જરૂર હોય એવી એપ્લિકેશન માટે જ ચાલુ રાખો.
ADVERTISEMENT
મેપ્સ, કેબ એપ્લિકેશન અને ફેસબુક પણ આ તમામ તમારું લોકેશન ટ્રેક કરે છે. જીપીએસ સતત ઓન રાખવું બેટરીનો સૌથી મોટો દુશ્મન છે. એટલા માટે Alwaysની જગ્યાએ While using the App પર સેટ કરો.

ADVERTISEMENT
સ્ક્રીનની લાઈટ વધારે રાખવાથી બેટરી ફટાફટ ખતમ થઈ જાય છે. ઓટો બ્રાઈટનેસ ફીચર સેન્સરનો ઉપયોગ કરે છે જેનાથી બેટરી વધુ ખર્ચાય છે. જેના માટે બ્રાઈટનેસ મેન્યુઅલી મોડ પર રાખો અને ડાર્ક મોડનો ઉપયોગ કરો. એમોલેડ સ્ક્રીન વાળા ફોનમાં ડાર્ક મોડ બેટરીને સેવ કરે છે.
ADVERTISEMENT
જ્યારે પણ કોઈ નોટિફિકેશન આવે તો ફોનની સ્ક્રીન ઓન થઈ જાય છે અને વાઈબ્રેશન થાય છે. ફાલતુ એપ્લિકેશનની નોટિફિકેશન બેટરીને ખર્ચી નાંખે છે. એટલા માટે સેટિંગ્સમાં Notification પર જાવ અને શોપિંગ કે ગેમિંગ એપ્લિકેશનના ફાલતુ નોટિફિકેશનને બ્લોક કરી દો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Google Maps ની મદદથી આ રીતે બચાવો ટોલ ટેક્સ, જાણો કેવી રીતે બનાવવું સફરને આસાન?
ભલે તમારું વાઈફાઈ કે બ્લુટુથ બંધ હોય પણ ફોનના અંદર સ્કેનિંગ ચાલુ રહે છે જેનાથી તે આજુબાજુના ડિવાઈસને શોધી શકે.એવામાં Location Settings ની અંદર જઈને 'Wi-Fi and Bluetooth Scanning' ને બંધ કરી દેવું જોઈએ.
તમારો ફોન હંમેશા તમારો અવાજ સાંભળવા માટે તૈયાર રહે છે. એટલા માટે માઈક્રોફોન હંમેશા ચાલુ રહે છે જે બેટરી ખર્ચી દે છે. જો તમે વોઈસ આસિસ્ટન્ટનો વધારે ઉપયોગ ન કરતા હોવ તો Wake Word કે લિસનિંગ ફીચરને બંધ કરી દો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT