ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Google Maps ની મદદથી આ રીતે બચાવો ટોલ ટેક્સ, જાણો કેવી રીતે બનાવવું સફરને આસાન?
Last Updated: 10:00 PM, 19 December 2025
ADVERTISEMENT
જો તમે તમારું વાહન લઈને મુસાફરી કરવા નીકળ્યા હોય અને ટોલ ટેક્સથી બચવા માંગતા હોવ તો Google મેપ્સ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. મોટા ભાગના લોકો આ એપનો ઉપયોગ માત્ર ડાઈરેક્શન માટે જ કરે છે પરંતુ તેમાં અમુક સરળ સેટિંગ્સ તમારા ખર્ચને પણ ઘટાડી શકે છે. તમે ટોલ અને હાઇવેને પણ અવોઇડ કરી શકો છો સાથે ટ્રાફિકથી દૂર આરામદાયક મુસાફરી એન્જોય કરી શકો છો. ચાલો તેના વિષે જાણીએ.
ADVERTISEMENT
એના માટે પહેલા Google Maps એપ ખોલો અને તમારું Starting Point એન્ટર કરો અને જ્યાં જવાનું છે તે ડેસ્ટિનેશન એન્ટર કરો. જેમ જેમ તમે રૂટ સર્ચ કરશો તેમ તેમ એપ તમને વિવિધ રૂટ ઓપ્શન બતાવશે.
ત્યાર બાદ સ્ક્રીનની ઉપર જમણી બાજુએ ત્રણ ડોટ પર ટેપ કરો. આ ઓપ્શન iPhone અને Android બંને પર મળે છે. આ મેનૂમાં બીજા સેટિંગ્સ પણ દેખાશે.
ADVERTISEMENT

ત્રણ ડોટ મેનૂમાં "Options" પર જાઓ. અહીં તમને "Avoid tolls" અને "Avoid highways" જેવા ઓપ્શન મળશે. ત્યાં તમારી જરૂરિયાતોને આધારે આમાંથી એક કે બંને ઓપ્શન ઓન કરો. પછી Google Maps તમને એવા રૂટ બતાવશે જેમાં ટોલ પ્લાઝા કે હાઇવે નહીં આવે.
ADVERTISEMENT
એકવાર તમે આ સેટિંગ્સ સેટ કરી લો છો તો પછી Google Maps તેને યાદ રાખે છે. અને આગલી વખતે જ્યારે તમે ડાયરેક્શન સર્ચ કરશો ત્યારે આ એપ ઓટોમેટિક તમને ટોલ અને હાઇવે અવોઇડ કરવાવાળો રૂટ બતાવશે. તમે આ સ્ટેપ્સને ફોલો કરીને સેટિંગ્સ ચેન્જ પણ કરી શકો છો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ટોલ અને હાઇવે અવોઇડ કરવાથી મુસાફરીનો સમય થોડો વધી શકે છે. પરંતુ જેના માટે ઓછા ખર્ચે અને આરામદાયક ડ્રાઇવ સમય કરતાં વધુ મહત્વનું હોય તેમના માટે આ ઓપ્શન બેસ્ટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT