બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 50 ટકા સુધીની સબસિડી, ખેડૂતોને લાખોનો ફાયદો કરાવશે આ સરકારી સ્કીમ! બસ તૈયાર રાખજો આ ડોક્યુમેન્ટ્સ
Last Updated: 03:06 PM, 19 March 2025
ખેડૂતો પશુપાલન દ્વારા લાખો રૂપિયા કમાઈ શકે છે. ગામના ખેડૂતો ગાય, ભેંસ વગેરે જેવા પ્રાણીઓ પણ પાળતા હોય છે. તેનાથી ખેડૂતોને દૂધનું ઉત્પાદન કરવામાં મદદ મળે છે અને તેમને સારો નફો પણ મળે છે. સરકાર દ્વારા એક લોન યોજના પણ શરૂ કરવામાં આવી છે. જો ખેડૂતો પશુપાલન કરવા માંગતા હોય તો તેઓ પોતાના ઘરમાં પશુ ડેરી પણ ખોલી શકે છે. સરકાર ખેડૂતોને મદદ કરવા માટે પશુપાલન લોન યોજના ચલાવી રહી છે. જેના દ્વારા ખેડૂતો પશુપાલન માટે લાખો રૂપિયાની લોન લઈ શકે છે.
ADVERTISEMENT
જો ખેડૂતો પશુપાલન કરવા માંગતા હોય તો તેઓ પશુપાલન વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. વેબસાઇટ દ્વારા તે 50 ટકા સબસિડી સાથે લોન યોજનાનો લાભ લઈ શકે છે. ખેડૂત પશુપાલન માટે લાખો રૂપિયાની લોન લઈ શકે છે. આ યોજના દ્વારા ખેડૂતો 5 થી 10 લાખ રૂપિયાની લોન લઈ શકે છે, જેનાથી તેઓ પશુપાલન શરૂ કરી શકે છે.
ADVERTISEMENT
પશુપાલન લોન યોજનાનો લાભ મેળવવા માટે, આધાર કાર્ડ, મતદાર કાર્ડ જેવા ઓળખ પુરાવા, વીજળી બિલ, પાણી બિલ જેવા સરનામાના પુરાવા, જમીન હોય તો જમીનનું પ્રમાણપત્ર વગેરે આપવું જરૂરી છે. આ સિવાય આવકનું પ્રમાણપત્ર, પશુપાલન વ્યવસાયનો પુરાવો જેમ કે પ્રાણીઓની સંખ્યા, બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા જરૂરી અન્ય દસ્તાવેજો આ બધા જરૂરી જમા કરાવી લોન લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.